શોધખોળ કરો
Advertisement
ગુરુકુળ મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કૉલેજના અંગ્રેજી વિભાગ દ્વારા ક્રિસમસ વિક પૂર્ણાહુતીનો કાર્યક્રમ સંપન્ન
આજે ગુરુકુળ મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના અંગ્રેજી વિભાગ દ્વારા ક્રિસમસ વિક પૂર્ણાહુતી કાર્યક્રમ રોમન કેથલિક ચર્ચના ફાધર જીતીન કોચુપુરક્કલના અધ્યક્ષ સ્થાને સંપન્ન થયો હતો.
અમદાવાદ: આજે ગુરુકુળ મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના અંગ્રેજી વિભાગ દ્વારા ક્રિસમસ વિક પૂર્ણાહુતી કાર્યક્રમ રોમન કેથલિક ચર્ચના ફાધર જીતીન કોચુપુરક્કલના અધ્યક્ષ સ્થાને સંપન્ન થયો હતો. જેની શરૂઆત કુ.અદિતિ દ્વારા પ્રાર્થનાથી કરવામાં આવી હતી. આ કાર્યક્રમની શરૂઆતમાં સંસ્થાના પ્રિન્સીપાલ ડૉ.અનુપમ નાગરે અધ્યક્ષનું સ્વાગત પ્રવચન કરી, “શ્રીમદ્ ભગવદ્ ગીતા” તથા “બાઈબલ” ધર્મગ્રંથોમાં રહેલી માનવજીવન ઉત્થાનની સામ્ય બાબતોની વિભાવના સ્પષ્ટ કરેલી અને અંગ્રેજી વિભાગની વિદ્યાર્થીનીઓને વૈશ્વિક સાહિત્યમાં માનવીય મૂલ્યોને સમજવા પ્રેરણા પૂરી પાડી હતી.
બાદમાં વિદ્યાર્થીની બહેનો દ્વારા અલગ અલગ બૌદ્ધિક કાર્યક્રમો રજુ કરવામાં આવેલા જેમાં કુ.સીમા સુમાણીયાએ ‘શ્રીમદ્ ભગવત ગીતા’નું મહાત્મ્ય સમજાવેલું. ત્યારબાદ અંગ્રેજી વિભાગના અધ્યક્ષ ડૉ. કેતકી પંડ્યા દ્વારા ક્રિસમસ વિક દરમિયાન યોજાયેલી વિવિધ સ્પર્ધાઓ જેવી કે ફેન્સીડ્રેસ, વર્ચ્યુઅલ ચાર્ટ મેકિંગ, પોએટ્રી રેશીટેશન, ફની સ્ટોરી નેરેશન, ક્રોસવર્ડ અને ક્વીઝ કોમ્પિટિશનના વિજેતાઓના નામ જાહેર કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીનીઓએ ઈશુ ખ્રિસ્તના જીવન પર આધારિત એક સ્કીટ પણ રજુ કરેલું. કાર્યક્રમના અંતે ફાધર જીતીનએ ગુરુકુળ મહિલા કોલેજની અંગ્રેજી વિભાગની વિદ્યાર્થીનીઓના પ્રયત્નોને બીરદાવેલ તથા ‘ગીતા જયંતી’ અને ‘નાતાલ પર્વની’ શુભકામનાઓ પાઠવી હતી. તેમણે પોતાના સંબોધનમાં ‘ક્રિસમસ’ સાથે જોડાયેલા વિવિધ પ્રતીકો જેવાકે લાઈટ, ટ્રી, બેલ્સ, કલર, એન્જલ્સ, સ્ટાર, ગીફ્ટ અને કાર્ડના પ્રતીકાત્મક મહત્વને સમજાવ્યા હતા. તેમણે પ્રવર્તમાન સમયમાં માનવજાત ઉપર આવી પડેલી કોવીડ-19ની મહામારીને નાથવા વૈશ્વિક પ્રાર્થના કરવા સૌને અનુરોધ કર્યો અને વિદ્યાર્થીનીઓના વિકાસ માટે કટિબદ્ધ કોલેજના પ્રિન્સીપાલ તથા સર્વ અધ્યાપકમિત્રોને શુભકામના પાઠવી હતી.
કાર્યક્રમનું અભારદર્શન ડૉ. નયન ટાંક દ્વારા કરવામાં આવેલું તથા સમગ્ર ક્રિસમસ વિકનું કોર્ડીનેશન કુ. ઉર્વી મોઢા દ્વારા અને સમગ્ર ટેકનીકલ સપોર્ટ ધવલ રાજ્યગુરુ દ્વારા કરવામાં આવ્યું હતું અને કાર્યક્રમને સફળ બનાવવા કુ. નંદિતા ઘેડીયા તથા ધીરેન્દ્રભાઈ મેહતા પી.જી.સેન્ટર (અંગ્રેજી વિભાગ)ની તમામ વિદ્યાર્થીનીઓએ જહેમત ઉઠાવી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
રાજકોટ
Advertisement