શોધખોળ કરો

Crime: અમદાવાદમાં ઘરઘાટીની કરામત, માલિક બહાર જવા નીકળ્યાં ત્યારે ઘરમાં ઘૂસીને કરી 10.50 લાખ રૂપિયાની ચોરી

અમદાવાદમાં ફરી એકવાર મોટી ચોરીની ઘટનાએ પોલીસ તંત્ર પર સવાલો ઉઠાવ્યા છે. મળતી માહિતી પ્રમાણે, શહેરના નવરંગપુરા વિસ્તારમાં 10 લાખ રૂપિયાથી વધુની ચોરીની ઘટના ઘટી છે

Crime News: અમદાવાદમાં ફરી એકવાર મોટી ચોરીની ઘટનાએ પોલીસ તંત્ર પર સવાલો ઉઠાવ્યા છે. મળતી માહિતી પ્રમાણે, શહેરના નવરંગપુરા વિસ્તારમાં 10 લાખ રૂપિયાથી વધુની ચોરીની ઘટના ઘટી છે, આ સમગ્ર ચોરીની ઘટનાને ઘરઘાટીએ જ અંજામ આપ્યો હોવાનુ સામે આવ્યુ છે. હાલમાં પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. ખરેખરમાં, શહેરના નવરંગપુરા વિસ્તારમાં એક ઘરમાં ઘરઘાટીએ પોતાના જ માલિકને ચકમો આપીને ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે. જ્યારે માલિકના ઘરમાં આખો પરિવાર વતન જઇ રહ્યો હતો, તે પહેલા જ ઘટઘાટીએ તકનો લાભ ઉઠાવીને ઘરઘાટી પાછળના દરવાજાથી ઘરમાં ઘૂસ્યો હતો, અને 10.50 લાખ રૂપિયાની ચોરી કરીને ફરાર થઇ ગયો હતો. જોકે, ચોરીની સમગ્ર ઘટના ઘરમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઇ, જેમાં સ્પષ્ટ રીતે ઘરઘાટી ચોરીની ઘટનાને અંજામ આપતો હોવાનું દેખાઇ રહ્યું છે.

દાહોદમાં તસ્કરો ત્રાટક્યા, ઘરમાંથી રોકડ, દાગીના સહિત લેપટૉપ લઇને ફરાર, માલિક માલિકને પણ માર્યો

દાહોદમાં તસ્કરોનો આતંક સામે આવ્યો છે. દાહોદમાં એક સોસાયટીમાં ચોરોએ ચોરી કરવા માટે અનોખી રીત અપનાવી છે, જે ઘરમાં ચોરી કરવાની હતી, જેમાં ઘૂસતા પહેલા સોસાયટીના અન્ય ઘરોને બહારથી બંધ કરી દીધા અને બાદમાં ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. તસ્કરોએ ઘરમાં ઘૂસીને રોકડ રકમ અને સોનાના દાગીના લઇને ફરાર થઇ ગયા હતા. મળતી માહિતી પ્રમાણે, દાહોદમાં ગઇરાત્રે તસ્કરોએ ચોરીની ઘટનાને અંજામ આપવા માટે અનોખી રીત અપનાવી છે. શહેરની મેઘદૂત સોસાયટીમાં ગઇરાત્રે તસ્કરો ત્રાટક્યા હતા, તસ્કરોએ સૌથી પહેલા સોસાયટીના અન્ય ઘરોને બહારથી બંધ કરી દીધા હતા, આ પછી ત્રણ તસ્કરોએ સાસાયટીમાં રેકી કરતાં રહ્યાં હતા, અને ચાર તસ્કરોએ ઘરમાં પ્રવેશ કર્યો હતો. ઘરમાં ચોરી કરવા ગયેલા તસ્કરોએ ઘરમાથી રોકડ રકમ, સોનાના દાગીના અને લેપટૉપની ચોરી ગયા હતા, જોકે, તે સમયે મકાન માલિક જાગી જતાં તસ્કરોએ તેના પર હથોડા વડે હૂમલો કર્યો હતો. રાત્રિ દરમિયાન થયેલી ચોરીની ઘટનાથી સમગ્ર પંથકમાં ફફડાટ ફેલાયો છે. 

લગ્નની શરણાઇઓ વચ્ચે ચોરની કરામત, 23 તોલા સોનાના દાગીના ભરેલી બેગ કરી ગાયબ, લગ્ન મંડપમાં દોડધામ

ગુજરાતમાં અત્યારે લગ્નની સિઝન પુરજોશમાં ચાલી રહી છે, એકબાજુ લોકો લગ્નની મોજ કરી રહ્યાં છે, તો બીજીબાજુ ચોરીની ઘટનાઓ વધી રહી છે, અમદાવાદ બાદ હવે વલસાડમાંથી લગ્ન મંડપમાંથી ચોરીની ઘટના સામે આવી છે. વલસાડના ઉમરગામના એક ગામમાં લગ્ન વિધિ દરમિયાન 23 તોલા સોનાના દાગીના ભરેલી બેગ ગાયબ થઇ જતાં દોડધામ મચી ગઇ હતી. જોકે, હજુ સુધી આ અંગે કોઇ પોલીસ ફરિયાદ નોંધાઇ નથી. મળતી માહિતી પ્રમાણે, વલસાડ જિલ્લામાં એક અનોખી ચોરીની ઘટનાએ તમામને ચોંકાવી દીધા છે. વલસાડ જિલ્લાના ઉમરગામના નાહુલી ગામમાં એક લગ્ન સમારંભ ચાલી રહ્યો હતો, લગ્નની શરણાઈઓ વાગી રહી હતા અને આ બધાની વચ્ચે એક ગઠિયો તકનો લાભ લઇને લગ્ન મંડપમાંથી સોનાના દાગીના ભરેલી બેગ ગાયબ કરી ગયો હતો. જોકે, આ અંગે હજુ સુધી પુષ્ટી થઇ શકી નથી કે બેગ કોને ગાયબ કરી. નાહુલી ગામમાં દીકરીના લગ્ન પ્રસંગમાં જ્યારે વરપક્ષનો પરિવાર આવ્યો હતો, તે સમયે વરપક્ષના પરિવારની 23 તોલા સોનાના દાગીના ભરેલી બેગ થઇ જતાં લગ્ન મંડપમાં દોડધામ મચી ગઇ હતી. આ ઘટના બાદ જ્યારે સીસીટીવી ફૂટેજ જોવામાં આવ્યા તો તેમાં એક એક અજાણ્યા વ્યક્તિની શંકાસ્પદ હરકતો કેમેરામાં કેદ થઇ ગઇ હતી. આ સીસીટીવી ફૂટેજ હાલમાં વાયરલ થઇ રહી છે. આ સમગ્ર ચોરીના ઘટના ઘટી હોવા છતાં હજુ સુધી આ મામલે કોઈ પોલીસ ફરિયાદ નોંધાઇ નથી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat Flood Drone Video | સુરતની ખાડીમાં આવ્યું પૂર | આખુંં બલેશ્વર ગામ બેટમાં ફેરવાયુંGujarat Rain Data | છેલ્લા 24 કલાકમાં 217 તાલુકામાં ખાબક્યો વરસાદ , જુઓ ક્યાં કેટલો પડ્યો વરસાદ?Gujarat Rain Data | 22 કલાકમાં જૂનાગઢના વંથલીમાં ખાબક્યો 14 ઇંચ વરસાદ, ક્યાં કેટલો પડ્યો વરસાદ?Hu to Bolish | હું તો બોલીશ | સંસદમાં સંગ્રામ કેમ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain: આગામી 3 કલાકમાં ગુજરાતમાં થશે જળબંબાકાર, આ 20થી વધુ જિલ્લામાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: આગામી 3 કલાકમાં ગુજરાતમાં થશે જળબંબાકાર, આ 20થી વધુ જિલ્લામાં ભારે વરસાદની આગાહી
Ahmedabad: રાહુલ ગાંધીની હિન્દુ સમાજ અંગેની ટિપ્પણીથી હિન્દુ સંગઠનોમાં રોષ, કાર્યકર્તા કોંગ્રેસ કાર્યલાયમાં ઘૂસ્યા
Ahmedabad: રાહુલ ગાંધીની હિન્દુ સમાજ અંગેની ટિપ્પણીથી હિન્દુ સંગઠનોમાં રોષ, કાર્યકર્તા કોંગ્રેસ કાર્યલાયમાં ઘૂસ્યા
Valsad Rain: ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, તાલુકાની તમામ શાળા-કૉલેજોમાં રજા જાહેર
Valsad Rain: ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, તાલુકાની તમામ શાળા-કૉલેજોમાં રજા જાહેર
Junagadh Rain: જુનાગઢમાં ચારેકોર પાણી-પાણી, 24 કલાકમાં 14 ઇંચથી વધુ વરસાદ પડતા ગામડાઓ બેટમાં ફેરવાયા
Junagadh Rain: જુનાગઢમાં ચારેકોર પાણી-પાણી, 24 કલાકમાં 14 ઇંચથી વધુ વરસાદ પડતા ગામડાઓ બેટમાં ફેરવાયા
Embed widget