શોધખોળ કરો
અમદાવાદના સરખેજમાં લાકડાના ગોડાઉનમાં લાગી ભીષણ આગ, ફાયર વિભાગની 11 ગાડીઓ ઘટના સ્થળે
અમદાવાદ શહેરમાં સરખેજ પોલીસ સ્ટેશનની સામે આવેલા લાકડાના ગોડાઉનમાં ભીષણ આગ લાગી છે. આગ એટલી ફાયરબ્રિગેડની 11 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી છે.

અમદાવાદ: અમદાવાદ શહેરમાં સરખેજ પોલીસ સ્ટેશનની સામે આવેલા લાકડાના ગોડાઉનમાં ભીષણ આગ લાગી છે. આગ એટલી ફાયરબ્રિગેડની 11 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી છે. આગ વધુ ભીષણ બનતી જઈ રહી છે. આગ વધુ ફેલાઈ અને હવે રહેણાંક વિસ્તાર તરફ ફેલાઈ રહી છે અને જેના કારણે લોકોમાં ભય ફેલાયો છે.
આગ આસપાસના વિસ્તારમાં ન ફેલાય તેના માટે કામગીરી કરવામાં આવી રહી છે. આગ લાગતા લોકોના ટોળા ભેગા થયા છે. સરખેજ પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી છે અને લોકોના ટોળા દૂર કરી રહી છે. આસપાસના રહેણાંક વિસ્તારને ખાલી કરાવવામાં આવી રહ્યો છે. ફાયરબ્રિગેડના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી કામગીરીમાં જોડાયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ક્રિકેટ
બિઝનેસ
Advertisement
