Ahmedabad: આજથી દેશભરના 816 જેટલા નેશનલ હાઇવે પરના ટોલ ટેક્સમાં વધારો, જાણો ગુજરાતના લોકોએ શું આપી પ્રતિક્રિયા
અમદાવાદ: આજથી દેશભરના 816 જેટલા નેશનલ હાઇવે પરના ટોલ ભાડામાં વધારો કરવામાં આવ્યો છે. જેમાં રૂપિયા 10 થી લઈને 15 સુધી ટોલટેક્સમાં વધારો કરવામાં આવ્યો છે. ટોલ ભાડા વધારેને લઇ લોકો મિશ્ર પ્રતિક્રિયા આપી રહ્યા છે.

અમદાવાદ: આજથી દેશભરના 816 જેટલા નેશનલ હાઇવે પરના ટોલ ભાડામાં વધારો કરવામાં આવ્યો છે. જેમાં રૂપિયા 10 થી લઈને 15 સુધી ટોલટેક્સમાં વધારો કરવામાં આવ્યો છે. ટોલ ભાડા વધારેને લઇ લોકો મિશ્ર પ્રતિક્રિયા આપી રહ્યા છે. ઘણા લોકો કહી રહ્યા છે કે, ગુજરાતમાં રસ્તાઓ સારા છે , પણ ક્યાંક તૂટેલા રસ્તા હજુ યોગ્ય નથી. પરંતુ રોજે રોજ મુસાફરી કરતા લોકો માટે મુશ્કેલી વધી જશે. દરરોજ વડોદરા - અમદાવાદ અવરજવર કરતા લોકો માટે ભાડું વધારો યોગ્ય નથી તેવી પણ લોકોએ પ્રતિક્રિયા આપી હતી.
આજથી નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા સંચાલિત નેશનલ એક્સપ્રેસ હાઈવેના ટોલના ભાડામાં વધારો થયો છે. હાલ દેશભરમાં 816 જેટલા નેશનલ એક્સપ્રેસ હાઈવે કાર્યરત છે જે પૈકી 49 એક્સપ્રેસ હાઈવે ગુજરાતમાં છે, જ્યાંથી પસાર થતા લોકોને આ ભાવ વધારો અસર કરવાનો છે. ખાસ અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે કે જ્યાં મોટી સંખ્યામાં લોકો અવર-જવર કરતા હોય છે, જેવા પ્રવાસીઓને 10% વધારે ટોલટેક્સ ચૂકવાનો વારો આવશે.
તેવામાં abp asmita એ અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર પસાર થતા લોકો સાથે વાત કરી તેમની પ્રતિક્રિયા જાણવાનો પ્રયાસ કર્યો જ્યાં પ્રવાસીઓનું કહેવું છે કે મોંઘવારીના સમયમાં એક તમામ ક્ષેત્રે ભાવ વધારો થઈ રહ્યો છે ત્યારે ટોલટેક્સમાં ભાવ વધારો એ ચોક્કસથી લોકોનું બજેટ ખોરવશે. જોકે ગુજરાતમાં રસ્તાઓ સારા છે પણ ટોલટેક્સમાં ભાવ વધારો એ હાલના તબક્કે યોગ્ય નથી. તેમાંય ખાસ દૈનિક અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર મુસાફરી કરતા લોકોએ મોટી મુશ્કેલી ઉભી કરી શકે છે.
અમૂલના દૂધની કિંમતમાં ફરી એકવાર વધારો
મોધવારીના માર વચ્ચે હવે અમૂલ દૂધની કિમંતમાં પણ વધારો કરવામાં આવ્યો છે. નવો ભાવ વધારો આજથી લાગૂ થશે. ગોલ્ડ, શક્તિ, ગાય, તાઝા અને સ્લિમ એન્ડ ટ્રીમના 1 લિટરમાં રૂા.2નો ભાવ વધારો ઝીંક્યો છે. છ મહિનામાં અમૂલે દૂધના ભાવમાં બીજી વખત વધારો થયો છે. અમૂલે દૂધના ભાવમાં પ્રતિ લીટરે બે રૂપિયાનો ભાવ વધારો થયો છે. આ ભાવ વધારો આજથી લાગૂ થશે.
તો બીજી તરફ દૂધ સાગર ડેરીએ પણ દૂધના ખરીદ ભાવમાં 20 રૂપિયાનો વધારો કર્યો છે. આજથી પશુપાલકોને દૂધના પ્રતિ કિલો ફેટે 770ના બદલે 790 રૂપિયા મળશે. ડેરીના નિર્ણયથી પાંચ લાખ પશુપાલકોને ફાયદો થશે. અમૂલ ડેરીએ પણ દૂધના ખરીદ ભાવમાં 20 રૂપિયાનો વધારો કરતા પશુપાલકોમાં ખુશી જોવા મળી રહી છે. હવે દૂધના પ્રતિ કિલો ફેટે હવે 800ને બદલે 820 રૂપિયા ચૂકવાશે.. નવો ભાવ વધારો આજથી અમલી કરવામાં આવ્યો છે.
ઉલ્લેખનિય છે કે, ઓગસ્ટ 2022માં બરોડા ડેરીએ ગોલ્ડમાં 5 લિટરે રૂા.10, તાઝામાં લિટરે રૂા.2નો વધારો કર્યો હતો. જ્યારે માર્ચ 2022માં શક્તિ અને ગોલ્ડમાં પ્રતિ લિટરે રૂા.2 કિંમત વધી હતી.ઉલ્લેખનિય છે કે, પશુ આહારમાં ઉપયોગમાં લેવાતા ઘાસચારા સહિતની કિંમત વધી જતાં ડેરીએ દૂધ ખરીદ કિંમતમાં વઘારી છે. જેના પગલે દૂધની કિંમતમાં પણ પ્રતિ લિટરે 2 રૂપિયાનો વધારો થયો છે.

