શોધખોળ કરો
Advertisement
સુપ્રીમ કોર્ટના આદેશના પગલે ગુજરાતના ક્યા દિગ્ગજ રાજકારણીઓ પર તવાઈ ? જાણો શું થશે અસર ?
રાજ્યની તમામ જિલ્લા કોર્ટોને ધ્યાને રાખી હાઈકોર્ટેના રજીસ્ટ્રાર જનરલે લિસ્ટ જાહેર કર્યુ છે. હાઇકોર્ટે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ જીલ્લાની તમામ કોર્ટોમાં ઝડપી કેસ ચલાવવા આદેશ કર્યો છે.
અમદાવાદઃ સુપ્રીમ કોર્ટના આદેશને પગલે ગુજરાતના ધારાસભ્યો અને સાંસદોની મુશ્કેલીઓ વધી શકે છે. સુપ્રીમ કોર્ટે રાજ્યના ધારાસભ્યો અને સાંસદોને મોટો ઝટકો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે તમામ ધારાસભ્યો અને સાંસદો સામે થયેલા કેસોને ઝડપી ચાલવવા આદેશ કર્યો છે.
રાજ્યની તમામ જિલ્લા કોર્ટોને ધ્યાને રાખી હાઈકોર્ટેના રજીસ્ટ્રાર જનરલે લિસ્ટ જાહેર કર્યુ છે. હાઇકોર્ટે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ જીલ્લાની તમામ કોર્ટોમાં ઝડપી કેસ ચલાવવા આદેશ કર્યો છે. હાઈકોર્ટે જારી કરેલા લિસ્ટમાં સાંસદ અને ધારાસભ્યો સામે થયેલ કેસોનો ચોંકાવનારો આંકડો સામે આવ્યો છે.
ક્રિમિનલ કેસો ચાલતા હોવાના લિસ્ટમાં ધારાસભ્યો અને સાંસદો સામે 92 કેસો હોવાનો ખુલાસો થયો છે. 50થી વધુ ધારાસભ્યો અને સાંસદોનો લિસ્ટમાં નામ સાથે સમાવેશ કરાયો છે.
સુપ્રીમ કોર્ટે આ રિટમાં આપેલા આદેશાનુસાર હાઇકોર્ટે આજે તેના તાબાની અદાલતો માટે એક પરિપત્ર જારી કર્યો છે. જેમાં વર્તમાન તેમજ પૂર્વ સાંસદ-ધારાસભ્યો વિરૂદ્ધના પેન્ડીંદ કોર્ટ કેસોની રોજીંદા ધોરણે સુનાવણી હાથ ધરી તેનો સત્વરે નિકાલ કરવાનો આદેશ અપાયો છે.
ગુજરાતમાં ધારાસભ્યો અને સાંસદો સામેના 92 ક્રિમીનલ કેસો કોર્ટમાં પેન્ડિંગ છે. જેમાં સૌથી વધુ પાંચ કેસ ઝગડીયાના ધારાસભ્ય છોટુ વસાવા સામે છે. ત્યારબાદ ચાર કેસ તાલાળાના ધારાસભ્ય ભગા બારડ અને કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજા સામે છે.
કોની કોની સામેના કેસો ચાલશે ?
વર્તમાન સાંસદો
રાજેશ ચુડાસમા ( જૂનાગઢ), રાહુલ ગાંધી (વાયનાડ - કેરળ)
પૂર્વ સાંસદ
દિલીપભાઇ મણિભાઇ પટેલ (આણંદ), દેવજી ફતેહપુરા (સુરેન્દ્રનગર), દીનુ બોઘા સોલંકી (જૂનાગઢ), કિશન વેસ્તાભાઇ પટેલ (વલસાડ)
પૂર્વ ધારાસભ્ય
નલિન કોટડિયા(ધારી), જયંત બોસ્કી (આણંદ), અલ્પેશ ઠાકોર (રાધનપુર), ગોવા રબારી (ડીસા), મહંત મહેશગિરી ગુરૂ અમૃતગિરિ (ભાવનગર), કનુભાઇ કળસરિયા (મહુવા), મહેશ ભુરિયા (ઝાલોદ), અમિત ચૌધરી (માણસા), મેરામમ ગોરિયા (ખંભાળિયા), રાઘવજી પટેલ (જામનગર), છબીલ પટેલ (અબડાસા), કાંતિ અમૃતિયા (મોરબી), મહેન્દ્રસિંહ બારિયા (હિંમતનગર), શંકરભાઇ વેગડ (સુરેન્દ્રનગર)
વર્તમાન ધારાસભ્ય
બાબુભાઇ જમનાદાસ પટેલ (અમદાવાદ ગ્રામ્ય), વીરજી ઠુંમર (અમરેલી), પૂનમભાઇ પરમાર (સોજીત્રા), જશુભાઇ પરમાર (બાયડ), શશિકાંત પંડયા (ડીસા), છોટુ વસાવા (ઝગડીયા), મહેશ છોટુભાઇ વસાવા (ડેડિયાપાડા), પરસોત્તમ સોલંકી (ભાવનગર ગ્રામ્ય), કનુ બરૈયા (તળાજા), ચંદ્રિકાબહેન ભગાભાઇ મોહાનિયા (દાહોદ), રમેશ કટારા (ફતેપરા), હકુભા જાડેજા (જામનગર), ભગા બારડ (તાલાળા), વીરજી ઠુમ્મર (લાઠી), વિક્રમ માડમ (ખંભાળિયા), હર્ષદ રિબડીયા (વિસાવદર ), વિમલ ચુડાસમા (સોમનાથ), બાબુ વાજા (માંગરોળ), ભીખાભાઇ જોશી (જૂનાગઢ), પ્રદ્યુમનસિંહ મહિપતસિંહ જાડેજા (કચ્છ), અજીતસિંહ ચૌહાણ (બાલાસિનોર), પ્રદીપસિંહ જાડેજા (અસારવા), જીગ્નેશ મેવાણી (વડગામ), નીમાબહેન આચાર્ય (કચ્છ), પરસોત્તમ સાબરિયા (મોરબી), લાલજી કગથરા (ટંકારા), લલિત વસોયા ( ધોરાજી), મંગળ ગાવિત (ડાંગ), અનંત પટેલ (વાંસદા), કિરીટ પટેલ (પાટણ), કાંધલ જાડેજા (કુતિયાણા), મોહમ્મદ પીરઝાદા (વાંકાનેર), રાજેન્દ્રસિંહ ચાવડા (હિંમતનગર), અશ્વિન કોટવાલ (ખેડબ્રહ્મા), યોગેશ પટેલ (માંજલપુર, શૈલેષ મહેતા (ડભોઇ), કેતન ઇનામદાર (સાવલી), જયેશ રાદડીયા (જેતપુર)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દેશ
ક્રિકેટ
ગુજરાત
Advertisement