શોધખોળ કરો
Advertisement
અમદાવાદ: સ્નેહમિલનમાં હાર્દિક પટેલ અને અલ્પેશ કથિરીયાનાં સમર્થકો વચ્ચે છૂટા હાથની મારામારી, જાણો કેમ
અમદાવાદ: હાર્દિક પટેલ આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ પાર્ટીમાં જોડાઈ ગયો છે. હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાવાની સાથે જ તેનો વિરોધ થઈ રહ્યો છે તેવામાં અમદાવાદમાં પાસનું સ્નેહ સંમેલન યોજવામાં આવ્યું હતુ. જોકે, આ કાર્યક્રમમાં હાર્દિક પટેલ અને અલ્પેશ કથીરિયાનાં સમર્થકો સામસામે આવી ગયા હતા. પ્રસંગમ્ પાર્ટી પ્લોટમાં થયેલા આ સ્નેહમિલનમાં હાર્દિક પટેલ અને અલ્પેશ કથીરિયાનાં સમર્થકો વચ્ચે મારામારી થઈ હતી.
અલ્પેશ કથીરિયાનાં સમર્થકોએ ‘અલ્પેશ જેલમાં, હાર્દિક મહેલ’માં અને હાર્દિક હાય-હાય’નાં સૂત્રોચાર કરીને હાર્દિકનો વિરોધ પણ કર્યો હતો. હાર્દિકની નેતાગીરિ સામે પાટીદારોમાં વિરોધ છે. હાર્દિકનાં કોંગ્રેસમાં જવાથી સમાજ દુ:ખી છે અને વિરોધનાં સૂર છે. અલ્પેશ કથીરિયાનાં સમર્થકોએ હાર્દિકનાં બેનરો ફાડવાનો પણ પ્રયત્ન કર્યો હતો.
આ દરમિયાન હાર્દિક અને અલ્પેશનાં સમર્થકો વચ્ચે મારામારી થઈ હતી. ગોતાનાં પ્રસંગમ્ પાર્ટી પ્લોટમાં થયેલા પાસનાં સ્નેહમિલન કાર્યક્રમમાં હાર્દિક પટેલ પહોંચ્યો હતો.
આ સ્નેહમિલનમાં બેનરમાં હાર્દિકનો જ ફોટો હતો. અલ્પેશ કથીરિયાનો ફોટો ના હોવાના કારણે તેના સમર્થકો નારાજ થયા હતા અને ‘હાર્દિક હાય-હાય’નાં નારા લગાવ્યા હતા. આ દરમિયાન હાર્દિક અને અલ્પેશનાં સમર્થકો જોરદાર બાખડ્યા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ટેકનોલોજી
બિઝનેસ
Advertisement