શોધખોળ કરો

World Cup 2023 : અમદાવાદ મેટ્રોને ફળ્યો વન-ડે વર્લ્ડ કપ, કરી 83 લાખ રૂપિયાની કમાણી

World Cup 2023 : વન-ડે વર્લ્ડકપની ફાઇનલ સહિત કુલ પાંચ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઇ હતી

World Cup 2023 :  ભારતમાં આયોજીત વન-ડે વર્લ્ડકપ પૂર્ણ થઇ ગયો છે. વન-ડે વર્લ્ડકપની ફાઇનલ સહિત કુલ પાંચ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઇ હતી. આ દરમિયાન અમદાવાદ મેટ્રોને લાખો રૂપિયાની કમાણી થઇ હતી. શહેરમાં રમાયેલી કુલ પાંચ મેચથી મેટ્રો ટ્રેનને કુલ 83 લાખ રૂપિયાની આવક થઇ હતી. વર્લ્ડકપની ફાઈનલ મેચમાં એક લાખથી વધુ મુસાફરોથી સૌથી વધુ 23 લાખ 38 હજાર રૂપિયાની આવક થઇ હતી. વર્લ્ડકપ મેચને પગલે મેટ્રોમાં મુસાફરોની સંખ્યામાં વધારો થયો હતો.

વર્લ્ડ કપની ફાઈનલ મેચના કારણે અમદાવાદ એરપોર્ટે રેકોર્ડ સર્જ્યો હતો. અમદાવાદ એરપોર્ટ પર એક જ દિવસમાં 359 ફ્લાઈટમાં આવેલા 40 હજાર 801 પેસેન્જરને હેન્ડલ કરવામાં આવ્યા હતા. જેમાં આંતરરાષ્ટ્રીય ફ્લાઈટમાં આવેલા સાત હજાર 159 પેસેન્જરનો પણ સમાવેશ થાય છે.

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી વર્લ્ડકપની પાંચ મેચ દરમિયાન ખિસ્સાકાતરુઓ મોકળું મેદાન મળ્યું હતું. આ પાંચ મેચ દરમિયાન 700 મોબાઈલ અને પાકિટની ચોરી થઇ હતી. જેમાં માત્ર વર્લ્ડ કપની ફાઈનલ મેચમાં જ 500 પાકીટ અને મોબાઇલ ચોરાયા હતા. જોકે હજુ સુધી આ મામલે કોઇ આરોપીની ધરપકડ કરવામાં આવી નથી.

વર્લ્ડ કપની પાંચ મેચમાં અમદાવાદમાં 250 કરોડ રૂપિયાનો બિઝનેસ થયો હતો. માત્ર ભારતીય ટીમની ટી-શર્ટના કારણે થયો 55 કરોડ રૂપિયાનો બિઝનેસ થયો હતો. હોટલ, ગારમેન્ટ અને ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ ઈન્ડસ્ટ્રીને પણ ફાયદો થયો છે. સ્ટેડિયમની આસપાસના સરેરાશ 10 હજાર પરિવારે પણ કમાણી કરી હતી.

ફાઇનલ મેચમાં શું થયું હતું

ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતીય ટીમ 50 ઓવરમાં 240 રનમાં સમેટાઈ ગઈ હતી. ઓસ્ટ્રેલિયાએ 43 ઓવરમાં ચાર વિકેટે 241 રન બનાવીને મેચ જીતી લીધી હતી. કાંગારૂ ટીમ માટે ટ્રેવિસ હેડે 141 રનની મેચ વિનિંગ ઇનિંગ રમી હતી. મારંશ લાબુશેને અણનમ 58 રન બનાવ્યા હતા. મિચેલ માર્શ 15 રન બનાવીને, ડેવિડ વોર્નર સાત રન બનાવીને, સ્ટીવ સ્મિથ ચાર રન બનાવીને આઉટ થયો હતો. ગ્લેન મેક્સવેલે અણનમ બે રન બનાવ્યા હતા.

ઓસ્ટ્રેલિયા છઠ્ઠી વખત વર્લ્ડ ચેમ્પિયન બન્યું છે. આ સાથે જ ભારતનું ત્રીજી વખત ટ્રોફી જીતવાનું સપનું ચકનાચૂર થઈ ગયું. તેણે ટૂર્નામેન્ટમાં સતત 10 મેચ જીતી હતી, પરંતુ ટીમ 11મી મેચમાં પાછળ રહી ગઈ હતી. ભારતને બીજી વખત ઓસ્ટ્રેલિયા સામે ફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો છે. છેલ્લી વખત રિકી પોન્ટિંગની કપ્તાની હેઠળની ટીમ 2003માં હાર્યું હતું.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Unseasonal Rain: દાહોદના વાતાવરણમાં પલટો, કમોસમી વરસાદથી ખેડૂતોની વધી ચિંતા
Unseasonal Rain: દાહોદના વાતાવરણમાં પલટો, કમોસમી વરસાદથી ખેડૂતોની વધી ચિંતા
Watch: બુમરાહનો બહાર જતો હતો બોલ, બાદમાં થયો સ્વિંગ, સુનીલ નારાયણ ક્લિન બોલ્ડ, જુઓ વીડિયો
Watch: બુમરાહનો બહાર જતો હતો બોલ, બાદમાં થયો સ્વિંગ, સુનીલ નારાયણ ક્લિન બોલ્ડ, જુઓ વીડિયો
POK Protest: પીઓકેમાં યુદ્ધ જેવી સ્થિતિ, પાકિસ્તાન સામે સડકો પર ઉતરી કાશ્મીરની જનતા, જુઓ વીડિયો
POK Protest: પીઓકેમાં યુદ્ધ જેવી સ્થિતિ, પાકિસ્તાન સામે સડકો પર ઉતરી કાશ્મીરની જનતા, જુઓ વીડિયો
Surendranagar News: લીંબડી તાલુકાના રોજાસર ગામે લગ્ન પ્રસંગમાં જમણવાર બાદ ફૂડ પોઇઝનિંગ, 25થી વધુ લોકોની તબિયત લથડી
લીંબડી તાલુકાના રોજાસર ગામે લગ્ન પ્રસંગમાં જમણવાર બાદ ફૂડ પોઇઝનિંગ, 25થી વધુ લોકોની તબિયત લથડી
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Hun To Bolish : સોસાયટીના પ્રમુખ-મંત્રીથી સાવધાન । abp AsmitaHun To Bolish : સહકારના બહાને સંગ્રામ । abp AsmitaVadodara News । વડોદરાના આજવાના નિમેટા રોડ પર સર્જાયો અકસ્માતBhavnagar News । ભાવનગરમાં અસામાજિક તત્વોનો આંતક યથાવત, વડવા વોશિંગ ઘાટમાં બે શખ્સોએ કરી તોડફોડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Unseasonal Rain: દાહોદના વાતાવરણમાં પલટો, કમોસમી વરસાદથી ખેડૂતોની વધી ચિંતા
Unseasonal Rain: દાહોદના વાતાવરણમાં પલટો, કમોસમી વરસાદથી ખેડૂતોની વધી ચિંતા
Watch: બુમરાહનો બહાર જતો હતો બોલ, બાદમાં થયો સ્વિંગ, સુનીલ નારાયણ ક્લિન બોલ્ડ, જુઓ વીડિયો
Watch: બુમરાહનો બહાર જતો હતો બોલ, બાદમાં થયો સ્વિંગ, સુનીલ નારાયણ ક્લિન બોલ્ડ, જુઓ વીડિયો
POK Protest: પીઓકેમાં યુદ્ધ જેવી સ્થિતિ, પાકિસ્તાન સામે સડકો પર ઉતરી કાશ્મીરની જનતા, જુઓ વીડિયો
POK Protest: પીઓકેમાં યુદ્ધ જેવી સ્થિતિ, પાકિસ્તાન સામે સડકો પર ઉતરી કાશ્મીરની જનતા, જુઓ વીડિયો
Surendranagar News: લીંબડી તાલુકાના રોજાસર ગામે લગ્ન પ્રસંગમાં જમણવાર બાદ ફૂડ પોઇઝનિંગ, 25થી વધુ લોકોની તબિયત લથડી
લીંબડી તાલુકાના રોજાસર ગામે લગ્ન પ્રસંગમાં જમણવાર બાદ ફૂડ પોઇઝનિંગ, 25થી વધુ લોકોની તબિયત લથડી
Rajkot: રાજકોટમાં દિલીપ સંઘાણીનું કરાયું સ્વાગત, કહ્યું ‘જયેશ રાદડિયાની જીત લોકતંત્રની જીત છે’
Rajkot: રાજકોટમાં દિલીપ સંઘાણીનું કરાયું સ્વાગત, કહ્યું ‘જયેશ રાદડિયાની જીત લોકતંત્રની જીત છે’
Heart Attack: હાર્ટ એટેકના ખતરાથી તમને બચાવશે આ 5 ચીજો, દરરોજ ખાવાથી થશે અનેક ફાયદા
Heart Attack: હાર્ટ એટેકના ખતરાથી તમને બચાવશે આ 5 ચીજો, દરરોજ ખાવાથી થશે અનેક ફાયદા
સેક્સુઅલ હાઇજીન ફોલો ન કરવાથી પાર્ટનરને પણ ખતરો, થઈ શકે છે આવી મુશ્કેલી
સેક્સુઅલ હાઇજીન ફોલો ન કરવાથી પાર્ટનરને પણ ખતરો, થઈ શકે છે આવી મુશ્કેલી
Reliance Capital: હિન્દુજા ગ્રુપની થઈ રિલાયન્સ કેપિટલ, ઈરડાએ આપી મંજૂરી
Reliance Capital: હિન્દુજા ગ્રુપની થઈ રિલાયન્સ કેપિટલ, ઈરડાએ આપી મંજૂરી
Embed widget