શોધખોળ કરો

Bhavnagar: પુત્રના જન્મદિવસે જ પિતાનું મોત, પત્નીના ત્રાસથી પતિએ ચાંપી હતી આગ

Bhavnagar News: પત્નીના અસહ્ય ત્રાસથી પતિએ જાત જલાવી મોતને વ્હાલું કર્યાની ઘટનામાં મૃતકના મોટાભાઈએ સુરત પિયરમાં રહેતી તેના નાનાભાઈની પત્ની સામે મરવા મજબૂર કર્યા અંગેની ફરિયાદ નોંધાવી છે.

Bhavnagar News: નારી ગામના યુવાને વરતેજ પોલીસ મથક બહાર જ્વલનશીલ પ્રવાહી છાંટી અગ્નિસ્નાન કરી લીધાની ઘટનામાં યુવાને મધરાત્રે હોસ્પિટલ બીછાને દમ તોડી દીધો હતો. 48 કલાકની ટૂંકી સારવાર બાદ પુત્રના જન્મ દિવસે જ પિતાનું મોત થયું હતું.  પત્નીના અસહ્ય ત્રાસથી પતિએ જાત જલાવી મોતને વ્હાલું કર્યાની ઘટનામાં મૃતકના મોટાભાઈએ સુરત પિયરમાં રહેતી તેના નાનાભાઈની પત્ની સામે મરવા મજબૂર કર્યા અંગેની ફરિયાદ નોંધાવી છે.

જીતેશભાઈ રાઠોડ (ઉ.વ.35)ને તેની પત્ની મિતલબેન સાથે લગ્નના દોઢ વર્ષ બાદથી જ અવાર-નવાર ખોટી રીતે ઝઘડા થતા રહેતા હતા. મિતલબેન તેના પતિને શારીરિક-માનસિક ત્રાસ આપતા હોય તેમજ ભીમ અગિયારસ પહેલા પતિને કહ્યા વિના તેણી બાળકોના એલ.સી., જરૂરી કાગળો દઈ બારોબાર સુરત વેકેશન કરવા જતાં રહ્યા હતા. જેથી ઉદાસ રહેતા જીતેશભાઈએ પત્નીને મનાવવા અને પરત ઘરે આવી જાય તે માટે અરજી આપી પોલીસનો સહારો લીધો હતો. પોલીસે પણ તેણીને સમજાવવા ઘણાં પ્રયત્નો કર્યા છતાં મિતલબેનએ બાળકો સાથે વાત કરવા તેમજ મળવા ન દેતાં આ અસહ્ય ત્રાસથી કંટાળી યુવાને 10 જૂનના રોજ મધરાત્રિના સમયે વરતેજ પોલીસ મથક બહાર જઈ જ્વલનશીલ પ્રવાહી છાંટી અગન પછેડી ઓઢી લીધી હતી. જેથી ભડભડ સળગી રહેલા જીતેશભાઈને પોલીસે આગ બુજાવી ગંભીર હાલતમાં સર ટી.હોસ્પિટલ ખસેડયાં હતા. જ્યાં મધરાત્રિના 12.40 કલાકે તેઓનું મૃત્યુ થયું હતું.

Bhavnagar: પુત્રના જન્મદિવસે જ પિતાનું મોત, પત્નીના ત્રાસથી પતિએ ચાંપી હતી આગ

સાસુએ પુત્રવધૂ પર લગાવ્યો ગંભીર આરોપ

મૃતકના માતા કાન્તાબેને આક્ષેપ કર્યો છે કે, દીકરાના લગ્નને 14 વર્ષ થયા હતા. લગ્નજીવન દરમિયાન તેને બે સંતાનો પણ થયા. લગ્નની શરૂઆતથી જ પત્નીએ ઝઘડવાનું શરૂ કરી દીધું હતું. પત્નીના ત્રાસના કારણે દિકરાએ બે વાર પંખે લટકીને, એક વાર દવા પીને અને બે દિવસ પહેલા જાતે જ્વલનશીલ પ્રવાહી છાંટીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો. હાલ પત્ની છોકરાઓને લઇને સુરત જતી રહી છે. અગાઉના સમયમાં બન્ને પક્ષે સામ સામી અરજીઓ થવા પામી હતી. જે અંગે પોલીસે જે તે સમયે કાર્યવાહી કરી ન હતી. પોલીસે યોગ્ય સમયે કાર્યવાહી કરી હોત તો મારા દિકરાને આવું પગલું ભરવું પડયું ન હોત.

પોલીસે શું કહ્યું

આ અંગે ડીવાયએસપી સિંઘલે જણાવ્યું હતું કે, વરતેજ પોલીસ સ્ટેશન સામેના રોડ પર આ બનાવ બન્યો હતો. જેમાં નારી ગામના 35 વર્ષીય જીતેશે ઘરકંકાસથી કંટાળીને શરીર પર પેટ્રોલ છાંટીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જેથી પોલીસકર્મી દ્વારા ધાબળા અને ફાયર એક્સ્ટિંગ્યુસર છાટીને બચાવી લેવામાં આવ્યા હતા. જે જીતેશભાઇ ભાવનગરની સર ટી. હોસ્પિટલમાં બન્સ વિભાગમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત થયું હતું.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | મોતનો હાઈવેHun To Bolish | હું તો બોલીશ | આદમખોરનો ખૌફJunagadh Heavy Rains | જૂનાગઢમાં આભ ફાટ્યું, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી.....Ahmedabad News | ચાંદખેડામાં બિસ્માર રોડ- રસ્તાને કારણે વાહન ચાલકો પરેશાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
ગાજવીજ સાથે ભારે વરસાદથી વડોદરામાં જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
ગાજવીજ સાથે ભારે વરસાદથી વડોદરામાં જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
Israel Attack: ગાઝા, લેબનાન બાદ હવે ઇઝરાયલે આ દેશ પર કર્યો હુમલો
Israel Attack: ગાઝા, લેબનાન બાદ હવે ઇઝરાયલે આ દેશ પર કર્યો હુમલો
શરીરમાં જમા બેડ કોલેસ્ટ્રોલને ઘટાડી દેશે આ પાંચ ફૂડ્સ, આજે જ ડાયટમાં કરો સામેલ
શરીરમાં જમા બેડ કોલેસ્ટ્રોલને ઘટાડી દેશે આ પાંચ ફૂડ્સ, આજે જ ડાયટમાં કરો સામેલ
One Nation-One Election: ત્રણ સંશોધન બિલ લાવવાની તૈયારીમાં મોદી સરકાર, બંધારણમાં કરવા પડશે 18 ફેરફાર
One Nation-One Election: ત્રણ સંશોધન બિલ લાવવાની તૈયારીમાં મોદી સરકાર, બંધારણમાં કરવા પડશે 18 ફેરફાર
Embed widget