શોધખોળ કરો

Heart Attack: ભાવનગર જિલ્લામાં મહિલા પોલીસ કર્મચારીનું હાર્ટ એટેકથી મોત, થોડા સમય પહેલા જ થઈ હતી સગાઈ

Bhavnagar News: મહિલા પોલીસકર્મીના મોતના પગલે પરિવાર અને પોલીસ બેડામાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.

Latest Bhavnagar News: આજકાલ લોકોની જીવનશૈલી (lifestyle changed) ઝડપથી બદલાઈ રહી છે. ખાવાની આદતોમાં બદલાવ અને કામનું દબાણ (work load) વધવાથી હવે આપણા સ્વાસ્થ્યને (health isse) પણ અસર થઈ રહી છે. હાલના સમયમાં લોકો નાની ઉંમરમાં જ અનેક પ્રકારની બીમારીઓ અને સમસ્યાઓનો શિકાર બની રહ્યા છે. હૃદય સંબંધિત સમસ્યાઓ ( today heart related problems is common) આજકાલ સામાન્ય બની ગઈ છે. માત્ર વૃદ્ધાવસ્થા (older) જ નહીં પરંતુ આજકાલ યુવાનો (youngsters) પણ હાર્ટ એટેકનો (heart attack) શિકાર બની રહ્યા છે.

 ભાવનગર શહેર અને જિલ્લામાં હાર્ટ અટેકના કેસ (heart cases in Bhavnagar) દિન પ્રતિદિન વધી રહ્યા છે. ભાવનગર જિલ્લામાં મહિલા પોલીસ કર્મચારીને હાર્ટ અટેક આવતા મોત (women police death due to heart attack) થયું છે. ગીતાબેન દેસાઈ નામના યુવતી મહુવા પોલીસ સ્ટેશનમાં (Mahuva police station) એક વર્ષથી ફરજ બજાવી રહ્યા હતા, આજે અચાનક જ વહેલી સવારે હાર્ટ એટેકનો હુમલો આવતા અવસાન થયું હતું. ગીતાબેન દેસાઈની અંદાજે 25 વર્ષની ઉંમર હતી. થોડા સમય પહેલા જ તેમની સગાઈ થઈ હતી પરંતુ અચાનક જ છાતીમાં દુ:ખાવો થતાં હાર્ટ અટેક ના કારણે મોત થયું હતું. તેમના મોતના પગલે પરિવાર અને પોલીસ બેડામાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.

હાર્ટ એટેક એક ખતરનાક રોગ છે જે અચાનક આવે છે અને ક્યારેક જીવલેણ પણ હોય છે.  દેશમાં નાના બાળકોથી લઈને મોટી ઉંમરના લોકોમાં હાર્ટ એટેકનું પ્રમાણ ખૂબ જ વધુ ગયું છે. ખરાબ કોલેસ્ટ્રોલ અને હાઈ બ્લડ પ્રેશરથી પીડિત દર્દીઓએ વધુ સાવધ રહેવાની જરૂર છે. 

બ્લડ પ્રેશરને નિયંત્રિત કરો

જો તમે સ્ટ્રોક અને હાર્ટ એટેકના જોખમોને ઘટાડવા માંગતા હો, તો બીપીને નિયંત્રણમાં રાખવું સૌથી મહત્વપૂર્ણ છે. ખોરાકમાં મીઠું ઓછું કરો અને ફળો, લીલા શાકભાજી અને સલાડનું પ્રમાણ વધારવું. નિયમિત કસરત કરવાનું ભૂલશો નહીં.

ધૂમ્રપાનથી દૂર રહો

ધૂમ્રપાન, આલ્કોહોલ, તમાકુનું સેવન સ્ટ્રોકનું જોખમ અનેકગણું વધારી શકે છે. આવી સ્થિતિમાં આલ્કોહોલ, સિગારેટ કે કોઈપણ નશીલા પદાર્થનું સેવન ટાળો. એટલું જ નહીં,ઇન્સ્ટન્ટ  એનર્જી ડ્રિંક્સ અથવા સોડાથી પણ બચો.

કસરતને રૂટીનમાં સામેલ કરો

દિવસમાં માત્ર 30 મિનિટ જ વર્કઆઉટ કરો. કોઈપણ પ્રકારની હાર્ડકોર કસરત ટાળો. મોર્નિંગ વોક અથવા સીડી ચડવા જેવી કસરતો સારી સાબિત થઈ શકે છે. સાયકલિંગ, જોગિંગ જેવી એરોબિક કસરતો પણ ફાયદાકારક સાબિત થઈ શકે છે.

કોલેસ્ટ્રોલ નિયંત્રમાં રાખવું જોઈએ

લોહીમાં એલડીએલ કોલેસ્ટ્રોલનું સ્તર ઊંચું ન થવા દો. નહિંતર, તેઓ નસોમાં એકઠા થઈ શકે છે અને રક્ત પરિભ્રમણને વિક્ષેપિત કરી શકે છે. તેથી, કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવા માટે, તમે સવારે ખાલી પેટ કાચા લસણ અને મેથી ખાવાનું શરૂ કરી શકો છો.

નિયમિત બ્લડ ટેસ્ટ કરાવો

તમારું શરીર હવે કયા સ્તરે કામ કરી રહ્યું છે? તેમાં કોઈ સમસ્યા નથી. તે જાણવા માટે  ડોક્ટરની સલાહ પર શુગર, બ્લડપ્રેશર અને કોલેસ્ટ્રોલની તપાસ કરાવો. જો કોઈપણ પ્રકારની સમસ્યા દેખાય તો ડોક્ટરની સલાહ લો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યના આ વિસ્તારમાં અતિભારે વરસાદથી પુર આવી શકે છેઃ અંબાલાલ પટેલની મોટી આગાહી
રાજ્યના આ વિસ્તારમાં અતિભારે વરસાદથી પુર આવી શકે છેઃ અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતના 15 જિલ્લામાં ગાજવીજ સાથે તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતના 15 જિલ્લામાં ગાજવીજ સાથે તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Delhi Airport Roof Collapse: દિલ્લીમાં એરપોર્ટ પર મોટી દુર્ઘટના,  છત ધરાશાયી થતાં એકનું મોત, 5  લોકો ઇજાગ્રસ્ત
Delhi Airport Roof Collapse: દિલ્લીમાં એરપોર્ટ પર મોટી દુર્ઘટના, છત ધરાશાયી થતાં એકનું મોત, 5 લોકો ઇજાગ્રસ્ત
110થી વધુ દેશમાં ફેલાયેલ આ રોગને કારણે મહિલાઓનું ગર્ભપાત અને બાળકોનાં મૃત્યુ થઈ રહ્યાં છે, વૈજ્ઞાનિકોએ આપી ચેતવણી!
110થી વધુ દેશમાં ફેલાયેલ આ રોગને કારણે મહિલાઓનું ગર્ભપાત અને બાળકોનાં મૃત્યુ થઈ રહ્યાં છે, વૈજ્ઞાનિકોએ આપી ચેતવણી!
Advertisement
ABP Premium

વિડિઓઝ

Delhi Rain | દિલ્લીમાં ધોધમાર વરસાદ, અનેક વિસ્તારોમાં ભરાયા પાણીGujarat Rain | છેલ્લા 24 કલાકમાં 114 તાલુકામાં વરસાદ, સૌથી વધુ સાબરકાંઠાના પોશિનામાં પોણા 2 ઇંચ વરસાદDelhi Airport Roof Collapse | દિલ્લી એરપોર્ટના ટર્મિનલ-1ની છત તૂટતા 6 લોકો ઘાયલT20 World Cup semi-final: T20 વર્લ્ડકપની ફાઇનલમાં પહોંચી ટીમ ઇન્ડિયા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યના આ વિસ્તારમાં અતિભારે વરસાદથી પુર આવી શકે છેઃ અંબાલાલ પટેલની મોટી આગાહી
રાજ્યના આ વિસ્તારમાં અતિભારે વરસાદથી પુર આવી શકે છેઃ અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતના 15 જિલ્લામાં ગાજવીજ સાથે તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતના 15 જિલ્લામાં ગાજવીજ સાથે તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Delhi Airport Roof Collapse: દિલ્લીમાં એરપોર્ટ પર મોટી દુર્ઘટના,  છત ધરાશાયી થતાં એકનું મોત, 5  લોકો ઇજાગ્રસ્ત
Delhi Airport Roof Collapse: દિલ્લીમાં એરપોર્ટ પર મોટી દુર્ઘટના, છત ધરાશાયી થતાં એકનું મોત, 5 લોકો ઇજાગ્રસ્ત
110થી વધુ દેશમાં ફેલાયેલ આ રોગને કારણે મહિલાઓનું ગર્ભપાત અને બાળકોનાં મૃત્યુ થઈ રહ્યાં છે, વૈજ્ઞાનિકોએ આપી ચેતવણી!
110થી વધુ દેશમાં ફેલાયેલ આ રોગને કારણે મહિલાઓનું ગર્ભપાત અને બાળકોનાં મૃત્યુ થઈ રહ્યાં છે, વૈજ્ઞાનિકોએ આપી ચેતવણી!
છેલ્લા 24 કલાકમાં 114 તુલાકમાં વરસાદે જમાવટ બોલાવી, સાબરકાંઠાના પોશિનામાં પોણા બે ઇંચ ખાબક્યો
છેલ્લા 24 કલાકમાં 114 તુલાકમાં વરસાદે જમાવટ બોલાવી, સાબરકાંઠાના પોશિનામાં પોણા બે ઇંચ ખાબક્યો
shala praveshotsav 2024: મુખ્યમંત્રીએ છોટા ઉદેપુરમાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપી શાળા પ્રવેશ કરાવ્યો
shala praveshotsav 2024: મુખ્યમંત્રીએ છોટા ઉદેપુરમાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપી શાળા પ્રવેશ કરાવ્યો
Rain Update: ગુજરાત સહિત 24 રાજ્યમાં ભારે વરસાદ તૂટી પડશે, એક જ દિવસમાં પાંચ રાજ્યમાં ચોમાસું પહોંચ્યું
Rain Update: ગુજરાત સહિત 24 રાજ્યમાં ભારે વરસાદ તૂટી પડશે, એક જ દિવસમાં પાંચ રાજ્યમાં ચોમાસું પહોંચ્યું
ટીમ ઈન્ડિયાની T20 વર્લ્ડ કપ સેમીફાઇનલમાં જીતના 5 હીરો, ઈંગ્લેન્ડને ભારે પડી આ ભૂલ
ટીમ ઈન્ડિયાની T20 વર્લ્ડ કપ સેમીફાઇનલમાં જીતના 5 હીરો, ઈંગ્લેન્ડને ભારે પડી આ ભૂલ
Embed widget