2 Wheeler Rates Spike: એપ્રિલથી આ કંપની વધારી રહી છે પોતાના બાઇક્સની કિંમત, જાણો કેટલો થશે વધારો ને શું છે કારણ
હીરો મોટોકૉર્પનુ માનીએ તો કાચો માલ ખાસ કરીને સ્ટીલની કિંમતોમાં એક વર્ષમાં 50 ટકાનો વધારો થયો છે. એટલા માટે કંપનીને પણ ગાડીની કિંમતો વધારવી પડી રહી છે
નવી દિલ્હીઃ આગામી મહિને એટલે કે એપ્રિલ મહિનાથી જ્યાં મારુતિ સુઝુકી અને નિશાન જેવી કંપનીઓએ પોતાની કિંમતો વધારવાની જાહેરાત કરી હતી. વળી હવે હવે ટૂ વ્હીલરની કિંમતો પણ એપ્રિલથી વધવા જઇ રહી છે. દુનિયાની સૌથી મોટી ટૂ વ્હીલર કંપની હિરો મોટોકોર્પ આગામી મહિનાથી પોતાના વાહનોની કિંમતમાં વધારો કરશે. કંપનીના વાહન 2500 રૂપિયા સુધી મોંઘા થઇ શકે છે. જો તમે નવી બાઇક કે પછી સ્કૂટી લેવાનુ પ્લાનિંગ કરી રહ્યાં છો તો આ મહિને ખરીદવુ ફાયદાનો સોદો બનશે.
આ કરાણે મોંઘી થઇ રહી છે બાઇક્સ....
હીરો મોટોકોર્પે જણાવ્યુ કે તે કેમ બાઇક્સની કિંમત વધારવા જઇ રહ્યુ છે. હીરો અનુસાર, કાચો માલ મોંઘો થવાના કારણે બાઇકની કિંમતમાં વધારો થઇ રહ્યો છે. કાચા માલની કિંમતો વધવાથી વાહનને બનાવવામાં ખર્ચ વધી રહ્યો છે. કંપનીનુ કહેવુ છે કે વધુ કિંમત નથી વધારવામાં આવી ફ્કત આટલી જ વધારવામાં આવ છે.
50 ટકા સુધી વધી છે સ્ટીલની કિંમતો.....
હીરો મોટોકૉર્પનુ માનીએ તો કાચો માલ ખાસ કરીને સ્ટીલની કિંમતોમાં એક વર્ષમાં 50 ટકાનો વધારો થયો છે. એટલા માટે કંપનીને પણ ગાડીની કિંમતો વધારવી પડી રહી છે. એટલુ જ નહીં તમામ ગાડીઓમાં BS6 એન્જિન ફરજિયાત કરી દેવામાં આવ્ય છે, આ એન્જિનનો ખર્ચ BS4ની સરખામણીમાં વધી આવી રહ્યો છે. આ તમામ મુખ્ય કારણો છે કે ટૂ વ્હીલર્સ મોંઘા થઇ રહ્યાં છે.
અન્ય કંપનીઓ પણ પોતાની ગાડીઓની કિંમતમાં કરી રહી છે વધારો....
જો તમે મારુતિ સુઝુકીની નવી કાર ખરીદવાનુ વિચાર રહ્યાં છો તો તમે આને આ મહિને જ ખરીદો, નહીં તો આગામી મહિને કંપની આની કિંમતોમાં પણ વધારો કરવા જઇ રહી છે. મારુતિ સુઝુકી દેશની સૌથી મોટી કાર નિર્માતા પણ છે. આ કંપની પણ કાચા માલની કિંમતોમાં વધારો થવાના કારણે પોતાની કારની કિંમતો વધારી રહી છે. ખાસ વાત છે કે કંપની પોતાના તમામ મૉડલની કિંમતોમાં વધારો કરવાની છે.