શોધખોળ કરો

Adani Group : હિંડનબર્ગના રિપોર્ટથી અદાણી જુથને વધુ એક ઝાટકો

એક વિશ્વસનીય અહેવાલ અનુસાર, અદાણી જુથ સાથે અટકેલા સોદાઓની યાદી લાંબી થતી જાય છે અને હવે એરક્રાફ્ટ મેન્ટેનન્સ કંપની એર વર્ક્સ સાથેના પ્રસ્તાવિત સોદામાં એક નવું નામ ઉમેરાયું છે.

Hindenburg Research Report : અમેરિકન શોર્ટ સેલર ફર્મ હિંડનબર્ગ રિસર્ચના જાન્યુઆરીના રિપોર્ટમાંથી અદાણી ગ્રૂપને થયેલું નુકસાન ભરપાઈ થઈ રહ્યું નથી. ગ્રૂપ કંપનીઓના માર્કેટ કેપિટલાઇઝેશન (અદાણી એમકેપ)માં ઘટાડો અને ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણીની નેટવર્થ હજુ સુધી રિકવર થઈ શકી નથી. રિપોર્ટ બાદ અદાણી જૂથના એક પછી એક અનેક સોદા અટકી રહ્યા છે જેમાં વધુ એક સોદાનો સમાવેશ થાય છે. 

થવાની હતી રૂપિયા 400 કરોડ રૂપિયાની ડિલ 

એક વિશ્વસનીય અહેવાલ અનુસાર, અદાણી જુથ સાથે અટકેલા સોદાઓની યાદી લાંબી થતી જાય છે અને હવે એરક્રાફ્ટ મેન્ટેનન્સ કંપની એર વર્ક્સ સાથેના પ્રસ્તાવિત સોદામાં એક નવું નામ ઉમેરાયું છે. અદાણી જૂથે એર વર્ક્સને $53 મિલિયન એટલે કે આશરે રૂ. 400 કરોડમાં ખરીદવાની યોજના તૈયાર કરી હતી. આ માટે બંને પક્ષો વચ્ચે અનેક રાઉન્ડની વાતચીત પણ થઈ હતી. આ માટે એક તારીખ પણ નક્કી કરવામાં આવી હતી. પરંતુ નિર્ધારીત કરવામાં આવેલી આ તારીખ જતી રહી છે. 

ક્રિસિલે કહ્યું કે...

એક અહેવાલમાં ક્રેડિટ રેટિંગ એજન્સી ક્રિસિલને ટાંકીને આ માહિતી આપવામાં આવી છે. ક્રિસિલે તેની તાજેતરની એક નોંધમાં કહ્યું છે કે, બંને પક્ષો વચ્ચે વાતચીત થઈ રહી નથી અને વધુ પ્રગતિની કોઈ આશા પણ નથી રહી. તેનો અર્થ એ થયો કે, અદાણી જૂથ દ્વારા એર વર્ક્સ ખરીદવાની યોજના સંભવતઃ સ્થગિત કરવામાં આવી છે. આ પહેલા પણ એવા અહેવાલો આવ્યા હતા કે આ ડીલ સ્થગિત થઈ ગઈ હશે.

અદાણી જૂથે વ્યૂહરચના બદલી 

જો કે, હજુ સુધી અદાણી ગ્રુપ કે એર વર્ક્સ તરફથી આ ડીલ વિશે સત્તાવાર રીતે કંઈ કહેવામાં આવ્યું નથી. જાહેર છે કે, હિંડનબર્ગ રિપોર્ટ સામે આવ્યા બાદ અદાણી ગ્રુપના ઘણા સોદા મોકૂફ રાખવામાં આવ્યા છે. જૂથે તેની વ્યવસાય કરવાની વ્યૂહરચનામાં ધરમૂળથી ફેરફાર કર્યો છે. હસ્તગત કરીને નવા ક્ષેત્રોમાં પોતાનો પગપેસારો કરવા માટે પ્રખ્યાત અદાણી જૂથે હવે દેવું ઘટાડવા પર સંપૂર્ણ ધ્યાન આપ્યું છે. જૂથે હાલમાં નવા સોદા મોકૂફ રાખવાની વ્યૂહરચના અપનાવી છે.

અનેક ક્ષેત્રોમાં છે અદાણી જૂથની હાજરી

અદાણી ગ્રૂપે તાજેતરના સમયમાં ભારતમાં સૌથી મોટા બિઝનેસ જૂથોમાંનું એક છે. આ જૂથ એફએમસીજીથી ગ્રીન એનર્જી અને પોર્ટથી એરપોર્ટ સુધીના બિઝનેસમાં સક્રિય છે. અદાણી ગ્રુપ પાસે હાલમાં ભારતમાં 7 એરપોર્ટ ચલાવવાનો અધિકાર છે. એર વર્કસના અધિગ્રહણ સાથે અદાણીનો એરપોર્ટ બિઝનેસ વિસ્તરણ કરવાનો હતો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

કેનેડામાં મોટી રાજકીય ઉથલપાથલ, ડેપ્યુટી PM ક્રિસ્ટિયા ફ્રીલેન્ડે રાજીનામું આપતા કહ્યું - ટ્રુડો સાથે સહમત....
કેનેડામાં મોટી રાજકીય ઉથલપાથલ, ડેપ્યુટી PM ક્રિસ્ટિયા ફ્રીલેન્ડે રાજીનામું આપતા કહ્યું - ટ્રુડો સાથે સહમત....
બોર્ડર-ગાવસ્કર ટ્રોફી વચ્ચે ભારતીય બોલરે નિવૃત્તિ લીધી, 31 વર્ષની ઉંમરે ક્રિકેટને અલવિદા કહ્યું
બોર્ડર-ગાવસ્કર ટ્રોફી વચ્ચે ભારતીય બોલરે નિવૃત્તિ લીધી, 31 વર્ષની ઉંમરે ક્રિકેટને અલવિદા કહ્યું
પાકિસ્તાનમાં કેટલા હિન્દુ મંદિરો છે, તેમની સંભાળ કોણ રાખે છે?
પાકિસ્તાનમાં કેટલા હિન્દુ મંદિરો છે, તેમની સંભાળ કોણ રાખે છે?
‘અલ્લાહ હુ અકબર કહેવા પર કોઈ હિન્દુ કહે કે....’ સીએમ યોગીનો વિપક્ષ પર જોરદાર શાબ્દિક હુમલો
‘અલ્લાહ હુ અકબર કહેવા પર કોઈ હિન્દુ કહે કે....’ સીએમ યોગીનો વિપક્ષ પર જોરદાર શાબ્દિક હુમલો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નફ્ફટ યુનિવર્સિટી, ગુંડા નેતાHun To Bolish : હું તો બોલીશ : ભેળસેળના ભાગીદાર અધિકારી?Surat News : સુરતમાં એક શખ્સને રોમિયોગીરી કરવી ભારે પડી, છેડતી કરતા યુવતીઓએ કરી ધોલાઈAravalli Accident : ધનસુરામાં ગ્રામજનો પર ફોર્ચ્યુનર કાર ચઢાવવાનો પ્રયાસ કરનાર નબીરો હજુ પોલીસ પકડથી દુર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કેનેડામાં મોટી રાજકીય ઉથલપાથલ, ડેપ્યુટી PM ક્રિસ્ટિયા ફ્રીલેન્ડે રાજીનામું આપતા કહ્યું - ટ્રુડો સાથે સહમત....
કેનેડામાં મોટી રાજકીય ઉથલપાથલ, ડેપ્યુટી PM ક્રિસ્ટિયા ફ્રીલેન્ડે રાજીનામું આપતા કહ્યું - ટ્રુડો સાથે સહમત....
બોર્ડર-ગાવસ્કર ટ્રોફી વચ્ચે ભારતીય બોલરે નિવૃત્તિ લીધી, 31 વર્ષની ઉંમરે ક્રિકેટને અલવિદા કહ્યું
બોર્ડર-ગાવસ્કર ટ્રોફી વચ્ચે ભારતીય બોલરે નિવૃત્તિ લીધી, 31 વર્ષની ઉંમરે ક્રિકેટને અલવિદા કહ્યું
પાકિસ્તાનમાં કેટલા હિન્દુ મંદિરો છે, તેમની સંભાળ કોણ રાખે છે?
પાકિસ્તાનમાં કેટલા હિન્દુ મંદિરો છે, તેમની સંભાળ કોણ રાખે છે?
‘અલ્લાહ હુ અકબર કહેવા પર કોઈ હિન્દુ કહે કે....’ સીએમ યોગીનો વિપક્ષ પર જોરદાર શાબ્દિક હુમલો
‘અલ્લાહ હુ અકબર કહેવા પર કોઈ હિન્દુ કહે કે....’ સીએમ યોગીનો વિપક્ષ પર જોરદાર શાબ્દિક હુમલો
આ તારીખથી પડશે કડકડતી ઠંડી, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
આ તારીખથી પડશે કડકડતી ઠંડી, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
કોરોના કરતાં 7 ગણી વધુ ભયાનક મહામારી આવી રહી છે! WHOની ચેતવણીથી વિશ્વભરમાં હાહાકાર, જાણો બચવાના
કોરોના કરતાં 7 ગણી વધુ ભયાનક મહામારી આવી રહી છે! WHOની ચેતવણીથી વિશ્વભરમાં હાહાકાર, જાણો બચવાના
ભારત વર્ષ 2025 માટે વિશ્વના શક્તિશાળી દેશોની યાદીમાં ભારતનો ડંકો વાગ્યો, જાણો 8 મહાન શક્તિઓમાં ક્યા નંબરે છે
ભારત વર્ષ 2025 માટે વિશ્વના શક્તિશાળી દેશોની યાદીમાં ભારતનો ડંકો વાગ્યો, જાણો 8 મહાન શક્તિઓમાં ક્યા નંબરે છે
કોફીનો એક ઘુટડો પણ બની શકે છે 'ઝેર', જાણો ક્યારે ન પીવી જોઈએ
કોફીનો એક ઘુટડો પણ બની શકે છે 'ઝેર', જાણો ક્યારે ન પીવી જોઈએ
Embed widget