શોધખોળ કરો
આ છે દેશની ત્રીજી સૌથી સુરક્ષિત કાર, ક્રેશ ટેસ્ટમાં મળ્યા 5-સ્ટાર રેટિંગ્સ, જાણો ફીચર્સ અને કિંમત
રિપોર્ટ પ્રમાણે Mahaindra XUV300 દેશની પહેલી એવી કાર છે. જેને ચાઇલ્ડ પ્રોટેક્શનમાં 4-સ્ટાર રેટિંગ મળ્યું છે.

નવી દિલ્હીઃ Tata Altroz બાદ વધુ એક એસયૂવીને ગ્લોબલ NCAP ક્રેશ ટેસ્ટમાં ફાઈવ સ્ટાર રેટિંગ મળ્યા છે. કોમ્પેક્ટ એસયૂવી મહિન્દ્રા XUV300ને સેપ્ટી ક્રેશ ટેસ્ટમાં આ રેટિંગ મળ્યા છે. ટાટા નેક્સન બાદ આ દેશની બીજી સબ કોમ્પેક્ટ એસયૂવી છે જેને આ રેટિંગ મળ્યા છે.
#SaferCarsForIndia કેમ્પેન અંતર્ગત મહિન્દ્રા XUV300 એડલ્ટ ઓક્યૂપેન્ટ પ્રોટેક્શનમાં 5-સ્ટાર રેટિંગ અને ચાઈલ્ડ ઓક્યૂપેન્ટ પ્રોટેક્શન કેટેગરીમાં 4-સ્ટાર રેટિંગ મળ્યા છે. ટેસ્ટમાં મહિન્દ્રા XUV300ને 17માંથી 16.42 સ્કોર મળ્યો છે. જ્યારે ટાટા અલ્ટ્રોઝને 16.13 પોઈન્ટસ અને ટાટા નેક્સનને 17માંથી 16.06 પોઈન્ટ મળ્યા હતા. આ રીતે મહિન્દ્રાની આ એસયૂવીને સૌથી વધારે પોઈન્ટ્સ મળ્યા છે.
રિપોર્ટ પ્રમાણે Mahaindra XUV300 દેશની પહેલી એવી કાર છે. જેને ચાઇલ્ડ પ્રોટેક્શનમાં 4-સ્ટાર રેટિંગ મળ્યું છે. આ કારને 49માંથી 37.44 પોઇન્ટ્સ મળ્યા, જ્યારે અલ્ટ્રોઝને 29 અને ટાટા નેક્સનને 25 પોઇન્ટ્સ મળ્યા હતા. રિપોર્ટ અનુસાર Mahaindra XUV300 પર ટક્કરની સૌથી ઓછી અસર થઈ અને સાઇડ ઇમ્પેક્ટમાં શાનદાર પર્ફોમેન્સ આપ્યું. મળતી માહિતી મુજબ ગ્લોબલ NCAP ક્રેશ ટેસ્ટમાં દરેક મોડલ્સની એન્ટ્રી લેવલ વેરિએન્ટ્સનું ટેસ્ટિંગ કરવામાં આવે છે.
Mahaindraની આ SUVમાં સેફ્ટી ફીચર તરીકે બે ફ્રંટ એરબેગ્સ આપવામાં આવે છે. આ કારમાં ઇલેક્ટ્રોનિક્સ સ્ટેબિલિટી કંટ્રોલ જેવા ફીચર ઓપ્શનલ મળે છે. કંપનીએ XUV300 માં 1.2 લીટર ટર્બો પેટ્રોલ BS6 એન્જિન સાથે લોન્ચ કર્યું છે. રિપોર્ટ પ્રમામે BS6 એન્જિન વાળી XUV300ના બેસ W4 વેરિયન્ટની એક્સ શોરૂમ પ્રાઇઝ લગભગ 8.30 લાખ રૂપિયા છે. જ્યારે ટોપએન્ડ W8 ડુઅલ ટોન વેરિયન્ટની કિંમત લગભગ 11.99 લાખ રૂપિયા છે. જ્યારે આના BS4 બેસ વેરિયન્ટની કિંમત 8.10 લાખ રૂપિયા છે.

વધુ વાંચો
Advertisement