શોધખોળ કરો

Onion Price: ટામેટા બાદ ડુંગળીના ભાવમાં થશે ભડકો, જાણો કેટલો થઈ શકે છે ભાવ

ઓગસ્ટના અંતમાં રિટેલ માર્કેટમાં ડુંગળીના ભાવમાં રેકોર્ડ વધારો થઈ શકે છે. પુરવઠાની અછતને કારણે આગામી મહિનામાં ભાવ વધીને 60-70 રૂપિયા પ્રતિ કિલો થવાની શક્યતા છે.

Onion Price:  દેશભરમાં ટામેટાના ભાવ આસમાને છે. ક્યાંક ટામેટા રૂ.120 પ્રતિ કિલો વેચાઈ રહ્યા છે તો ક્યાંક રૂ.200ને પાર કરી ગયા છે. જોકે કેટલીક જગ્યાએ ટામેટાંના ભાવમાં રાહત જોવા મળી છે. ટામેટા બાદ ડુંગળીના ભાવમાં પણ વધારો થવાની સંભાવના છે. એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ડુંગળીના ભાવમાં રેકોર્ડ વધારો થઈ શકે છે. હાલમાં ડુંગળીનો ભાવ રૂ.28 થી રૂ.32 પ્રતિ કિલો છે.

ડુંગળી કેટલી મોંઘી થઈ શકે?

ઓગસ્ટના અંતમાં રિટેલ માર્કેટમાં ડુંગળીના ભાવમાં રેકોર્ડ વધારો થઈ શકે છે. પુરવઠાની અછતને કારણે આગામી મહિનામાં ભાવ વધીને 60-70 રૂપિયા પ્રતિ કિલો થવાની શક્યતા છે. ક્રિસિલ માર્કેટ ઈન્ટેલિજન્સ અને એનાલિટિક્સનાં રિપોર્ટ અનુસાર, કિંમતમાં આટલા વધારા પછી પણ આ વધેલી કિંમતો 2020ના સર્વોચ્ચ સ્તરથી નીચે રહેવાની છે.

ક્યાં સુધી ભાવ વધશે

અહેવાલમાં જણાવાયું છે કે રવી ડુંગળીની શેલ્ફ લાઇફ 1-2 મહિના ઓછી થવાને કારણે અને આ વર્ષે ફેબ્રુઆરી-માર્ચમાં વેચવાથી, ઓપન માર્કેટમાં રવિ સ્ટોક સપ્ટેમ્બરને બદલે ઓગસ્ટના અંત સુધીમાં નોંધપાત્ર રીતે ઘટવાની ધારણા છે, જેનાથી તેના ભાવ વધશે. લોકોએ 15-20 દિવસ પુરવઠાની અછત અને ઊંચા ભાવનો સામનો કરવો પડે તેવી શક્યતા છે.

Onion Price: ટામેટા બાદ ડુંગળીના ભાવમાં થશે ભડકો, જાણો કેટલો થઈ શકે છે ભાવ

જાન્યુઆરીથી મે સુધી ડુંગળીના ભાવ નીચા હતા

ઓકટોબરમાં ડુંગળીનો નવો પાક આવશે ત્યારે ભાવ ફરી નીચે આવી શકે છે. અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે ઓક્ટોબર-ડિસેમ્બરના તહેવારોના મહિનામાં કિંમતોમાં વધઘટ, સ્થિર થવાની ધારણા છે. નોંધપાત્ર વાત એ છે કે જાન્યુઆરીથી મે દરમિયાન કઠોળ, અનાજ અને અન્ય શાકભાજી મોંઘા હતા, જે દરમિયાન ડુંગળીના ભાવે લોકોને રાહત આપી છે.

વાવેતરમાં ઘટાડો થવાની ધારણા

ડુંગળીના ભાવમાં થયેલા ઘટાડાને કારણે આ વખતે ખેડૂતોએ ડુંગળીનું ઓછું વાવેતર કર્યું છે, જેના કારણે આ વર્ષે વાવેતરમાં 8 ટકાનો ઘટાડો થવાની ધારણા છે અને ડુંગળીનું ખરીફ ઉત્પાદન વાર્ષિક ધોરણે 5 ટકા ઘટશે.  વાર્ષિક ઉત્પાદન 29 મિલિયન ટન (એમએમટી) થવાની ધારણા છે, જે ગયા વર્ષ કરતાં 7% વધુ છે. તેથી, ખરીફ અને રવિ ઉત્પાદન ઓછું હોવા છતાં, આ વર્ષે પુરવઠામાં મોટી અછતની કોઈ શક્યતા નથી.

આ પણ વાંચોઃ

Ambalal Patel Forecast:  રાજ્યમાં વરસાદની સિસ્ટમ સર્જાતા હળવાથી ભારે વરસાદ પડશેઃ અંબાલાલની આગાહી

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજસ્થાન હાઈકોર્ટે આસારામને 17 દિવસના પેરોલ પર છોડ્યા, એર એમ્બ્યુલન્સથી મહારાષ્ટ્ર જશે, જાણો કારણ

AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસી ગિરિરાજ સિંહને મળવા તેમની ઓફિસ કેમ પહોંચ્યા? જાણો સાથે બીજું કોણ હતું

ઇન્ડિયા ગઠબંધનમાં ડખો! રાહુલ ગાંધીને લઈને સંજય રાઉતનું મોટું નિવેદન, કહ્યું- 'જે લોકો પીએમ મોદીની વિરુદ્ધ છે...'

Sebi New Circular: શેરબજારમાં રોકાણ કરતાં પહેલા સેબીનો આ નવો પરિપત્ર જાણી લો, 500 કંપનીના સ્ટોક ટ્રેડિંગ પર થશે અસર

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish:કેટલા વેડફશો રૂપિયા?Hun To Bolish: મોતની મુસાફરી?, Abp AsmitaBudget Session News: ગુજરાતના બજેટ સત્રને લઈને સૌથી મોટા સમાચાર, જુઓ વીડિયોમાંNSUI Protest : Gujarat University: ગેરકાયદે ભરતીના આરોપો સાથે NSUIનો હલ્લાબોલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજસ્થાન હાઈકોર્ટે આસારામને 17 દિવસના પેરોલ પર છોડ્યા, એર એમ્બ્યુલન્સથી મહારાષ્ટ્ર જશે, જાણો કારણ
રાજસ્થાન હાઈકોર્ટે આસારામને 17 દિવસના પેરોલ પર છોડ્યા, એર એમ્બ્યુલન્સથી મહારાષ્ટ્ર જશે, જાણો કારણ
AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસી ગિરિરાજ સિંહને મળવા તેમની ઓફિસ કેમ પહોંચ્યા? જાણો સાથે બીજું કોણ હતું
AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસી ગિરિરાજ સિંહને મળવા તેમની ઓફિસ કેમ પહોંચ્યા? જાણો સાથે બીજું કોણ હતું
ઇન્ડિયા ગઠબંધનમાં ડખો! રાહુલ ગાંધીને લઈને સંજય રાઉતનું મોટું નિવેદન, કહ્યું- 'જે લોકો પીએમ મોદીની વિરુદ્ધ છે...'
ઇન્ડિયા ગઠબંધનમાં ડખો! રાહુલ ગાંધીને લઈને સંજય રાઉતનું મોટું નિવેદન, કહ્યું- 'જે લોકો પીએમ મોદીની વિરુદ્ધ છે...'
Sebi New Circular: શેરબજારમાં રોકાણ કરતાં પહેલા સેબીનો આ નવો પરિપત્ર જાણી લો, 500 કંપનીના સ્ટોક ટ્રેડિંગ પર થશે અસર
Sebi New Circular: શેરબજારમાં રોકાણ કરતાં પહેલા સેબીનો આ નવો પરિપત્ર જાણી લો, 500 કંપનીના સ્ટોક ટ્રેડિંગ પર થશે અસર
IND vs AUS: આ 3 ખેલાડીઓને કાઢી નાખે તો ભારતની જીત લગભગ પાક્કી થઈ જશે, જાણો કેવી હોવી જોઈએ પ્લેઈંગ ઈલેવન

શું ફરી વિશ્વમાં મહામારી ફેલાશે? નવા રોગથી અત્યાર સુધીમાં 143ના મોત, જાણો શું છે Disease X

બાયોડેટા રાખો તૈયાર! 2025 માં 1500થી વધુ કંપની કરશે ભરતી, રિપોર્ટમાં થયો મોટો ખુલાસો

Fact Check: PM મોદીની બંગાળ રેલીના વીડિયો સાથે છેડછાડ, PM ભીડનું અભિવાદન કરી રહ્યા હતા

Embed widget