(Source: ECI/ABP News/ABP Majha)
Bank Holidays in April 2023: એપ્રિલ મહિનામાં 15 દિવસ બેંકો રહેશે બંધ, સમયસ પતાવી લેજો કામ
તમામ બેંક ગ્રાહકોએ બેંકની રજાઓ વિશે જાગૃત રહેવું જોઈએ. આવી સ્થિતિમાં, અમે તમને એપ્રિલ 2023 માં બેંક રજાઓ વિશે જણાવી રહ્યા છીએ.
Bank Holidays in April 2023: નાણાકીય વર્ષ 2023-24 એપ્રિલથી શરૂ થઈ રહ્યું છે એટલે કે નવું નાણાકીય વર્ષ 1લી એપ્રિલથી શરૂ થશે. આવી સ્થિતિમાં, કેટલાક મોટા ફેરફારો છે, જે લાગુ કરવામાં આવશે. માર્ચ મહિનામાં જ્યાં બેંકો 12 દિવસ બંધ રહી હતી. તેવી જ રીતે, હવે એપ્રિલમાં પણ બેંકનું કામ ઓછું થવાનું છે, કારણ કે એપ્રિલ 2023માં બેંકોમાં બમ્પર રજાઓ આવવાની છે, જેના કારણે ગ્રાહકોના બેંકોને લગતા કામને અસર થઈ શકે છે.
તમામ બેંક ગ્રાહકોએ બેંકની રજાઓ વિશે જાગૃત રહેવું જોઈએ. આવી સ્થિતિમાં, અમે તમને એપ્રિલ 2023 માં બેંક રજાઓ વિશે જણાવી રહ્યા છીએ. જો તમારે બેંક જવું હોય તો બેંક ક્યારે બંધ થશે તે જાણવું જરૂરી છે. આરબીઆઈ કેલેન્ડર મુજબ, તમામ ખાનગી અને જાહેર ક્ષેત્રની બેંકો એપ્રિલ 2023 માં 15 દિવસ માટે ચોક્કસ રાજ્યના આધારે કેટલીક પ્રાદેશિક રજાઓ સાથે તમામ જાહેર રજાઓ પર બંધ રહેશે.
અહીં એપ્રિલ 2023 માં પ્રદેશ અને રાષ્ટ્ર વિશિષ્ટ રજાઓની સૂચિ છે. જાણો કયા દિવસે બેંકોમાં રજા રહેશે...
1લી એપ્રિલે બેંકોના વાર્ષિક ખાતા બંધ થવાને કારણે આઈઝોલ, શિમલા, ચંદીગઢ અને શિલોંગ સિવાય સમગ્ર ભારતમાં બેંકો બંધ રહેશે.
2 એપ્રિલ, રવિવારના રોજ સમગ્ર ભારતમાં બેંકો બંધ રહેશે.
4 એપ્રિલે મહાવીર જયંતિ નિમિત્તે ઘણા રાજ્યોમાં બેંકો બંધ રહેશે.
5 એપ્રિલે તેલંગાણામાં બાબુ જગજીવન રામની જન્મજયંતિની બેંકોમાં રજા છે.
7 એપ્રિલે ગુડ ફ્રાઈડેના દિવસે દેશના ઘણા રાજ્યોમાં બેંકો બંધ રહેશે.
8મી એપ્રિલ, બીજા શનિવારના રોજ સમગ્ર ભારતમાં બેંક રજા.
9 એપ્રિલ રવિવારના રોજ સમગ્ર ભારતમાં બેંક બંધ છે.
14મી એપ્રિલ ડૉ. બાબાસાહેબ આંબેડકર જયંતિ પર ઘણા રાજ્યોમાં રજા.
15 એપ્રિલ ઘણા રાજ્યોમાં વિશુ, બોહાગ બિહુ, હિમાચલ દિવસ, બંગાળી નવા વર્ષના દિવસે રજા.
16 એપ્રિલ, રવિવારના રોજ સમગ્ર ભારતમાં બેંક બંધ છે.
18 એપ્રિલે શબ-એ-કદરને કારણે જમ્મુ અને શ્રીનગરમાં બેંકો બંધ રહેશે.
21 એપ્રિલે ઈદ-ઉલ-ફિત્ર પર ઘણી જગ્યાએ બેંકો બંધ રહેશે.
22 એપ્રિલ ઈદ-ઉલ-ફિત્ર, ચોથા શનિવારના રોજ સમગ્ર ભારતમાં બેંક રજા રહેશે.
23 એપ્રિલ રવિવારના રોજ સમગ્ર ભારતમાં બેંક બંધ.
30 એપ્રિલ, રવિવારના રોજ સમગ્ર ભારતમાં બેંક બંધ છે
જો કે, એ નોંધવું અગત્યનું છે કે દરેક રાજ્યમાં રજાઓ અલગ-અલગ હોય છે અને એપ્રિલ 2023માં તમામ રાજ્યોમાં 15 દિવસ ન પણ હોય.