શોધખોળ કરો
આ વ્યક્તિએ બનાવી સોશિયલ ડિસ્ટેંસિંગવાળી ઈ-રિક્ષા, આનંદ મહિન્દ્રાએ ખુશ થઈ આપી જોબની ઓફર, જાણો વિગતે
એક વ્યક્તિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેણે ઈ-રિક્ષાને સોશિયલ ડિસ્ટેસિંગને ધ્યાનમાં રાખીને બનાવી છે.
![આ વ્યક્તિએ બનાવી સોશિયલ ડિસ્ટેંસિંગવાળી ઈ-રિક્ષા, આનંદ મહિન્દ્રાએ ખુશ થઈ આપી જોબની ઓફર, જાણો વિગતે Businessman Anand Mahindra offers job to a person made e rickshaw with social distancing આ વ્યક્તિએ બનાવી સોશિયલ ડિસ્ટેંસિંગવાળી ઈ-રિક્ષા, આનંદ મહિન્દ્રાએ ખુશ થઈ આપી જોબની ઓફર, જાણો વિગતે](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/04/25211317/ananad-mahindra-.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃ કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે દેશભરમાં ત્રણ મે સુધી લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. લોકોને સતત સોશિયલ ડિસ્ટેંસ જાળવી રાખવાની અપીલ કરવામાં આવી રહી છે. લોકો પણ સોશિયલ ડિસ્ટેંસિગનું પાલન કરવા નવી નવી રીતો અપનાવી રહ્યા છે.
આવા જ એક વ્યક્તિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેણે ઈ-રિક્ષાને સોશિયલ ડિસ્ટેસિંગને ધ્યાનમાં રાખીને બનાવી છે. ઈ-રિક્ષામાં ડ્રાઈવરે મુસાફરોને બેસવા માટે અલગ અલગ સેકશન બનાવ્યા છે. ડ્રાઇવરની આ રીત લોકોને ખૂબ પસંદ પડી રહી છે.
સોશિયલ મીડિયા પર ફરતો આ વીડિયો દેશના જાણીતા ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રા પાસે પહોંચ્યો તો તેમને ડ્રાઇવરનો આઈડિયા ઘણો પસંદ આવ્યો. તેમણે ટ્વિટર વીડિયો શેર કર્યો અને લખ્યું, દેશના લોકોમાં પરિસ્થિતિ મુજબ ઢળી જવાની અદભુત ક્ષમતા છે. તેમની આ ક્ષમતા જોઈ હું હંમેશા હેરાન રહી જાઉ છું.
આનંદ મહિન્દ્રાએ આ ડ્રાઈવરને જોબ પણ ઓફર કરી. તેમણે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા લિમિટેડમાં ઓટો એન્ડ ફાર્મ સેક્ટર્સના એક્ઝીક્યુટિવ ડાયરેક્ટર રાજેશ જેજુરીકરને આ ડ્રાઇવરને એડવાઇઝર તરીકે અપોઇન્ટ કરવાની સલાહ પણ આપી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)