શોધખોળ કરો

LPG Price Hike: ચૂંટણી પૂરી થતાં જ ફરી ગેસ સિલિન્ડર મોંઘું થયું, જાણો કેટલા વધ્યા ભાવ

LPG Cylinder Price: કોમર્શિયલ સિલિન્ડરના નવા દર 1 ડિસેમ્બરથી લાગુ કરવામાં આવ્યા છે. 19 કિલોના સિલિન્ડર માટે તમારે આજથી દિલ્હીમાં 1796.50 રૂપિયા ચૂકવવા પડશે.

LPG Cylinder Price: પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા 30 નવેમ્બરની સાંજે પૂર્ણ થઈ હતી. આ સાથે 1 ડિસેમ્બરથી એલપીજી ગેસ સિલિન્ડર મોંઘું થઈ ગયું છે. ભાવમાં આ વધારો આજથી કોમર્શિયલ સિલિન્ડરના દરમાં કરવામાં આવ્યો છે. ઓઈલ કંપનીઓએ નવેમ્બર બાદ ફરી એકવાર ગેસ સિલિન્ડરની કિંમતમાં વધારો કર્યો છે. રાજધાની દિલ્હીમાં ગેસ સિલિન્ડરના ભાવમાં 21 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આ સાથે અહીં સિલિન્ડરનો ભાવ વધીને 1796.50 રૂપિયા થઈ ગયો છે. 30 નવેમ્બર સુધી 19 કિલોનું સિલિન્ડર 1775 રૂપિયામાં મળતું હતું.

કોમર્શિયલ સિલિન્ડરના નવા દર 1 ડિસેમ્બરથી લાગુ કરવામાં આવ્યા છે. 19 કિલોના સિલિન્ડર માટે તમારે આજથી દિલ્હીમાં 1796.50 રૂપિયા ચૂકવવા પડશે. એ જ રીતે, કોલકાતામાં તમારે 1885.50 રૂપિયાના બદલે 1908 રૂપિયા ચૂકવવા પડશે, મુંબઈમાં તમારે 1728 રૂપિયાને બદલે 1749 રૂપિયા ચૂકવવા પડશે. ચેન્નાઈમાં આ કિંમત વધીને 1968.50 રૂપિયા થઈ ગઈ છે. જ્યારે પહેલા અહીં સિલિન્ડર 1942 રૂપિયામાં મળતું હતું. તમને જણાવી દઈએ કે ઓઈલ કંપનીઓ દ્વારા દર મહિનાની પહેલી તારીખે નવા સિલિન્ડરના દર જારી કરવામાં આવે છે.

રાજસ્થાનના જયપુરમાં સિલિન્ડર 1819 રૂપિયા મોંઘો થયો છે. તેવી જ રીતે, એમપીના ભોપાલમાં આજથી 1804.5 રૂપિયા ચૂકવવા પડશે. હૈદરાબાદ, તેલંગાણામાં 19 કિલોના ગેસ સિલિન્ડરની કિંમત વધીને 2024.5 રૂપિયા થઈ ગઈ છે. છત્તીસગઢની રાજધાની રાયપુરમાં તમારે આ માટે 2004 રૂપિયા ચૂકવવા પડશે. કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં જ ભાવ વધારો થયો છે. ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. સરકારે તાજેતરમાં આ અંગે ફેરફારો કર્યા છે.

1લી ડિસેમ્બરથી દરો લાગુ

દિલ્હી-1796.50

કોલકાતા-1908

મુંબઈ-1749

ચેન્નાઈ-1968.50

કોમર્શિયલ ગેસ સિલિન્ડર ગયા મહિને 100 રૂપિયા મોંઘા થયા છે

ગયા મહિનાની પહેલી તારીખ એટલે કે 1લી નવેમ્બરે પણ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 100 રૂપિયાથી વધુનો વધારો કરવામાં આવ્યો હતો. LPGના આ ભાવ 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડર પર વધારવામાં આવ્યા છે. દેશમાં 1 નવેમ્બરના રોજ કરવા ચોથનો તહેવાર ઉજવવામાં આવ્યો હતો અને આ તહેવારના દિવસે લોકો મોંઘવારીથી હેરાન થઈ ગયા હતા.

કોમર્શિયલ ગેસ સિલિન્ડર મોંઘા થવાની શું અસર થશે?

આ ખાસ કરીને ખાદ્ય ઉદ્યોગ અને રેસ્ટોરન્ટના વ્યવસાયને અસર કરશે, જ્યારે સામાન્ય લોકો માટે બહાર ખાવું વધુ મોંઘું બનશે. જાણો ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ LPG સિલિન્ડરની કિંમતમાં કેટલો વધારો કર્યો છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ખાખીને સલામ,  સમૂહ લગ્નના આયોજકો ફરાર, રાજકોટ પોલીસે દીકરીઓના કરાવ્યા લગ્ન 

Ideas of India Summit: ' આજનો યુવા જાગશે, દાંત સાફ કરશે, 1.5 GB ડેટા ખર્ચ કરશે અને સૂઈ જશે', ખાન સરે નવી પેઢીને માર્યો ટોણો

Rajkot: ભારે કરી! વર તૈયાર, વધુ તૈયાર, જાનૈયા તૈયાર પરંતુ આયોજકો ફરાર, રાજકોટ સમૂહ લગ્નમાં વરઘોડીયા રઝડી પડ્યા

Ideas of India Summit 2025: 'પોતાની જાત પર કેવી રીતે કરવો કંટ્રોલ?' મોટિવેશનલ સ્પીકર ગૌર ગોપાલ દાસે આપી ટિપ્સ

ABP Premium

વિડિઓઝ

Ambalal Patel : ફેબ્રુઆરીના અંતમાં ગુજરાતમાં માવઠાની અંબાલાલ પટેલની આગાહીHun To Bolish : હું તો બોલીશ : ભાષા જાય તો સંસ્કૃતિ જાયHun To Bolish : હું તો બોલીશ : દાનવRajkot Hospital Viral CCTV Video: મહિલાઓની તપાસના સીસીટીવી વાયરલ કરનાર 3 આરોપી 7 દિવસના રિમાન્ડ પર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ખાખીને સલામ,  સમૂહ લગ્નના આયોજકો ફરાર, રાજકોટ પોલીસે દીકરીઓના કરાવ્યા લગ્ન 
ખાખીને સલામ,  સમૂહ લગ્નના આયોજકો ફરાર, રાજકોટ પોલીસે દીકરીઓના કરાવ્યા લગ્ન 
Ideas of India Summit: ' આજનો યુવા જાગશે, દાંત સાફ કરશે, 1.5 GB ડેટા ખર્ચ કરશે અને સૂઈ જશે', ખાન સરે નવી પેઢીને માર્યો ટોણો
Ideas of India Summit: ' આજનો યુવા જાગશે, દાંત સાફ કરશે, 1.5 GB ડેટા ખર્ચ કરશે અને સૂઈ જશે', ખાન સરે નવી પેઢીને માર્યો ટોણો
Rajkot: ભારે કરી! વર તૈયાર, વધુ તૈયાર, જાનૈયા તૈયાર પરંતુ આયોજકો ફરાર, રાજકોટ સમૂહ લગ્નમાં વરઘોડીયા રઝડી પડ્યા
Rajkot: ભારે કરી! વર તૈયાર, વધુ તૈયાર, જાનૈયા તૈયાર પરંતુ આયોજકો ફરાર, રાજકોટ સમૂહ લગ્નમાં વરઘોડીયા રઝડી પડ્યા
Ideas of India Summit 2025: 'પોતાની જાત પર કેવી રીતે કરવો કંટ્રોલ?' મોટિવેશનલ સ્પીકર ગૌર ગોપાલ દાસે આપી ટિપ્સ
Ideas of India Summit 2025: 'પોતાની જાત પર કેવી રીતે કરવો કંટ્રોલ?' મોટિવેશનલ સ્પીકર ગૌર ગોપાલ દાસે આપી ટિપ્સ
Gujarat Rain: રાજ્યમાં કમોસમી વરસાદ અને માવઠાને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી

Maha shivratri: આજથી ભવનાથ ખાતે મહા શિવરાત્રિના મેળાનો પ્રારંભ, પ્લાસ્ટિક મુક્ત મેળો બનાવવા સંતોનું આહવાન

Rajkot: રાજકોટમાં ઇન્સ્ટાગ્રામ ક્વિન તરીકે જાણીતી યુવતીએ કરી આત્મહત્યા,મોત પહેલા પિતાને ફોન કરીને કહ્યું....

Health Tips: આ લોકોએ ખાલી પેટે જરુર પીવું જોઈએ કિસમિસનું પાણી, જાણો તેના ફાયદા

Embed widget