મોંઘા પેટ્રોલ-ડીઝલમાં કોઈ રાહત નહીં મળે ! જાણો ખાડી દેશોમાં અચાનક શું થયું.....
ક્રૂડ ઓઈલની કિંમત વધીને 70 ડોલર પ્રતિ બેરલને પાર કરી ગઈ છે જે વિતેલા વીસ મહિનામાં સૌથી વધારે છે. ચાર દિવસમાં ક્રૂડ ઓઈલની કિંમતમાં 6 ડોલર પ્રતિ બેરલ વધારો થયો છે.
નવી દિલ્હીઃ પેટ્રોલ ડીઝલના ભડકે બળતા ભાવથી લોકો પરેશાન છે પરંતુ આ પરેશાની હાલમાં ઓછી થવાની કોઈ જ શક્યતા નથી. પેટ્રોલ ડીઝળની વધતી કિંમત નીચે દબાયેલ આમ આદમી પર મોંઘવારીનો માર દિવસને દિવસે વધી રહ્યો છે. ક્રૂડ ઓઈલની કિંમતમાં સતત વધારો થઈ રહ્યો છે જેની અસર આદ આદમીના બજેટ પર પડી રહી છે. પેટ્રોલ ડીઝલની ભાવ વધવાનું કારણ ભારતથી અંદાજે 3500 કિલોમીટર દૂર થયેલ હલચલને કારણે છે.
વાત એમ છે કે, સાઉદી અરબની આગેવાનીમાં સેનાએ વીરે યમનની રાજધાની સનામાં હુમલો કર્યો છે. રવિવારે ઈરાન સમર્થિત હૂતી વિદ્રોહીઓ પર સાઉદી અરબના ઓઈલના કૂવા પર હુમલાના આરોપ છે, જેના જવાબમાં સાઉદી અરબે પણ કાર્રવાઈ કરી છે. જેના કારણે ક્રૂડના ભાવમાં ભડકો થયો છે.
ક્રૂડ ઓઈલની કિંમત વધીને 70 ડોલર પ્રતિ બેરલને પાર કરી ગઈ છે જે વિતેલા વીસ મહિનામાં સૌથી વધારે છે. ચાર દિવસમાં ક્રૂડ ઓઈલની કિંમતમાં 6 ડોલર પ્રતિ બેરલ વધારો થયો છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમત વધી રહી છે માટે દેશમાં પેટ્રોલ ડીઝલની કિંમતમાં વધારો થઈ રહ્યો છે. દેશમાં પેટ્રોલની કિંમત કેટલીક જગ્યાએ 100 રૂપિયાને પાર કરી ગઈ છે. સાઉદી અરબ ક્રૂડ ઉત્પાદનમાં કોઈ ઘટાડો ન આવાવની વાત કરી રહ્યું છે પરંતુ તણાવ વધવાથી ક્રૂડ મોંઘું થયું છે અને દેશમાં પણ પેટ્રોલ ડીઝલ મોંઘા થઈ શકે છે.