શોધખોળ કરો

હવે ઘરે બેઠે કરો KYC, આ સરકારી બેંકે કહ્યું- Video કોલથી થઈ જશે કામ

ગ્રાહકો કોઈપણ કામકાજના દિવસે સવારે 10 થી સાંજના 6 વાગ્યાની વચ્ચે વીડિયો KYC કોલ દ્વારા KYC પ્રક્રિયા પૂર્ણ કરી શકે છે. વીડિયો કૉલ પૂરો થયા પછી ગ્રાહકની વિગતો બેંક રેકોર્ડમાં અપડેટ કરવામાં આવશે

છેલ્લા કેટલાક દિવસોથી બેંક ઓફ બરોડાનું નામ સતત ચર્ચામાં છે. બોક્સ ઓફિસ પર શાનદાર કમાણી કરી રહેલા ગદર-2 એક્ટર સની દેઓલના મુંબઈ સ્થિત બંગલાની હરાજીના સમાચાર હેડલાઈન્સમાં છે. પરંતુ હવે બેંક ગ્રાહકોને નવી સુવિધા આપવાને લઈને ચર્ચામાં આવી ગઈ છે. વાસ્તવમાં, સાર્વજનિક ક્ષેત્રની બેંક BoBએ ગ્રાહકો માટે 'વીડિયો રી-કેવાયસી' સેવા શરૂ કરી, જેમાં ગ્રાહકો સરળતાથી તેમની બેંક શાખાની મુલાકાત લીધા વિના 'તમારા ગ્રાહકને જાણો' એટલે કે KYC પૂર્ણ કરી શકે છે.

કેવાયસી વીડિયો કોલ દ્વારા થશે બેંક ઓફ બરોડા દ્વારા શરૂ કરાયેલ 'વીડિયો રી-કેવાયસી' એ KYC કરવાની ડિજિટલ રીત છે. અગાઉ ગ્રાહકે KYC કરવા માટે બેંકમાં જવું પડતું હતું અથવા તો આ પ્રક્રિયા નેટ બેંકિંગ દ્વારા પૂરી કરવામાં આવતી હતી. પરંતુ બેંક દ્વારા શરૂ કરવામાં આવેલ વિડિયો રી-કેવાયસી સેવા દ્વારા, તે માત્ર વિડીયો કોલ દ્વારા જ સરળતાથી પૂર્ણ કરી શકાય છે. આ વિડિયો KYC સુવિધાનો ઉપયોગ BoBના આવા વ્યક્તિગત ખાતાધારકો જ કરી શકશે, જેઓ 18 વર્ષથી વધુ ઉંમરના ભારતીય નાગરિકો છે અને તેમનો આધાર નંબર અને PAN કાર્ડ છે.

સવારે 10 થી સાંજના 6 વાગ્યા સુધીની સુવિધા બેંક ઓફ બરોડાએ વર્ષ 2021 માં જ ડિજિટલ બચત ખાતાઓ માટે વિડિયો કેવાયસી સુવિધા શરૂ કરી હતી, પરંતુ હવે તે બેંકના પરંપરાગત ગ્રાહકો માટે પણ વિસ્તૃત કરવામાં આવી છે. આ સેવા શરૂ કર્યા પછી, બેંક દ્વારા એક નિવેદન જારી કરવામાં આવ્યું છે જેમાં કહેવામાં આવ્યું છે કે ગ્રાહકો કોઈપણ કામકાજના દિવસે સવારે 10 થી સાંજે 6 વાગ્યાની વચ્ચે વીડિયો KYC કૉલ દ્વારા KYC પ્રક્રિયા પૂર્ણ કરી શકે છે. વિડિયો કોલ પૂરો થયા પછી, ગ્રાહક સંબંધિત વિગતો બેંકના રેકોર્ડમાં અપડેટ કરવામાં આવશે અને બેંક દ્વારા ગ્રાહકના રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર મેસેજ દ્વારા જાણ કરવામાં આવશે.

નોંધનીય છે કે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ તમામ બેંકોને ગ્રાહકના KYC કરાવવાની સૂચના આપી છે. વીડિયો રિ-કેવાયસી સેવા દ્વારા તેને રોલઆઉટ કરવાની પ્રક્રિયા ખૂબ જ સરળ બની ગઈ છે. વાસ્તવમાં, આ સેવા ગ્રાહકો માટે પેપરલેસ, ટચલેસ અને કોન્ટેક્ટલેસ છે અને ગ્રાહકને તેના મહત્વપૂર્ણ કામ માટે બેંકમાં જવાની જરૂર નથી. એટલે કે ઘરે બેસીને તમે થોડા સમયમાં આ કામ પૂર્ણ કરી શકો છો.

આ રીતે, પ્રક્રિયા મિનિટોમાં પૂર્ણ થઈ જશે. પ્રથમ પગલામાં, ગ્રાહકોએ BoBની વેબસાઇટ પર જઈને ફરીથી KYC માટે અરજી કરવી પડશે. ઓનલાઈન અરજી કર્યાના થોડા સમય બાદ બેંક દ્વારા તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર વીડિયો કોલ કરવામાં આવશે. આ વીડિયો કૉલ દ્વારા, બેંક કર્મચારી તમારી પાસેથી ઓનલાઈન KYC પ્રક્રિયા પૂર્ણ કરશે અને તેને બેંક ડેટામાં અપડેટ કરશે. ધ્યાનમાં રાખો કે વીડિયો KYC દરમિયાન ગ્રાહકે પોતાની સાથે એક PAN કાર્ડ, એક સફેદ કાગળ અને વાદળી અથવા કાળા રંગની પેન રાખવાની રહેશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

હરિયાણાના પૂર્વ CM ઓમપ્રકાશ ચૌટાલાનું નિધન, 89 વર્ષની વયે ગુરુગ્રામમાં લીધા અંતિમ શ્વાસ
હરિયાણાના પૂર્વ CM ઓમપ્રકાશ ચૌટાલાનું નિધન, 89 વર્ષની વયે ગુરુગ્રામમાં લીધા અંતિમ શ્વાસ
Parliament Winter Session: લોકસભાની કાર્યવાહી અનિશ્વિતકાળ માટે સ્થગિત, રાજ્યસભામાં પણ હોબાળો
Parliament Winter Session: લોકસભાની કાર્યવાહી અનિશ્વિતકાળ માટે સ્થગિત, રાજ્યસભામાં પણ હોબાળો
India-Bangladesh: ભારતનો એક નિર્ણય બાંગ્લાદેશને બરબાદ કરી દેશે,94% ભારત પર નિર્ભર છે યુનુસનો દેશ,જોઈ લો આંકડા
India-Bangladesh: ભારતનો એક નિર્ણય બાંગ્લાદેશને બરબાદ કરી દેશે,94% ભારત પર નિર્ભર છે યુનુસનો દેશ,જોઈ લો આંકડા
IND vs AUS: મેલબોર્ન ટેસ્ટ માટે ઓસ્ટ્રેલિયન ટીમ જાહેર, 19 વર્ષના ખેલાડીને મળી તક
IND vs AUS: મેલબોર્ન ટેસ્ટ માટે ઓસ્ટ્રેલિયન ટીમ જાહેર, 19 વર્ષના ખેલાડીને મળી તક
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surendranagar:લીલા ગાંજાના છોડ સાથે SOGએ એકની કરી ધરપકડ, જુઓ ક્રાઈમ ન્યૂઝ | Abp AsmitaSurat Flight News: હવે બેંગકોકની ફ્લાઈટ આજથી શરૂ, પહેલા દિવસથી જ ફ્લાઈટ થઈ ગઈ ફુલJaipur Blast News: સ્કુલ પાસે જ કેમિકલ ટેન્કરમાં ભયાનક બ્લાસ્ટ, પાંચ લોકો બળીને ખાખ| Abp AsmitaGir Somnath News : ગીર સોમનાથના વેરાવળમાં નિવૃત્ત રેલવે સફાઇ કર્મચારી સાથે છેતરપીંડી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હરિયાણાના પૂર્વ CM ઓમપ્રકાશ ચૌટાલાનું નિધન, 89 વર્ષની વયે ગુરુગ્રામમાં લીધા અંતિમ શ્વાસ
હરિયાણાના પૂર્વ CM ઓમપ્રકાશ ચૌટાલાનું નિધન, 89 વર્ષની વયે ગુરુગ્રામમાં લીધા અંતિમ શ્વાસ
Parliament Winter Session: લોકસભાની કાર્યવાહી અનિશ્વિતકાળ માટે સ્થગિત, રાજ્યસભામાં પણ હોબાળો
Parliament Winter Session: લોકસભાની કાર્યવાહી અનિશ્વિતકાળ માટે સ્થગિત, રાજ્યસભામાં પણ હોબાળો
India-Bangladesh: ભારતનો એક નિર્ણય બાંગ્લાદેશને બરબાદ કરી દેશે,94% ભારત પર નિર્ભર છે યુનુસનો દેશ,જોઈ લો આંકડા
India-Bangladesh: ભારતનો એક નિર્ણય બાંગ્લાદેશને બરબાદ કરી દેશે,94% ભારત પર નિર્ભર છે યુનુસનો દેશ,જોઈ લો આંકડા
IND vs AUS: મેલબોર્ન ટેસ્ટ માટે ઓસ્ટ્રેલિયન ટીમ જાહેર, 19 વર્ષના ખેલાડીને મળી તક
IND vs AUS: મેલબોર્ન ટેસ્ટ માટે ઓસ્ટ્રેલિયન ટીમ જાહેર, 19 વર્ષના ખેલાડીને મળી તક
Jaipur CNG Truck Blast: જયપુરમાં CNG ટ્રકમાં થયો બ્લાસ્ટ,5ના મોત,અનેક લોકો દાઝી ગયા
Jaipur CNG Truck Blast: જયપુરમાં CNG ટ્રકમાં થયો બ્લાસ્ટ,5ના મોત,અનેક લોકો દાઝી ગયા
RBI Rule: જો કોઈ બેંક ડૂબી જાય તો તમને કેટલા પૈસા મળશે, જાણી લો RBIના નિયમો
RBI Rule: જો કોઈ બેંક ડૂબી જાય તો તમને કેટલા પૈસા મળશે, જાણી લો RBIના નિયમો
ઇ-વૉલેટ્સ મારફતે ઉપયોગ કરી શકાશે પીએફ ક્લેમના રૂપિયા, જાણો ક્યારથી મળશે સુવિધા?
ઇ-વૉલેટ્સ મારફતે ઉપયોગ કરી શકાશે પીએફ ક્લેમના રૂપિયા, જાણો ક્યારથી મળશે સુવિધા?
અમદાવાદમાં ગુંડાતત્વોએ જાહેર રસ્તા પર હથિયાર લઈ મચાવ્યો આતંક, બે પોલીસકર્મી સસ્પેન્ડ
અમદાવાદમાં ગુંડાતત્વોએ જાહેર રસ્તા પર હથિયાર લઈ મચાવ્યો આતંક, બે પોલીસકર્મી સસ્પેન્ડ
Embed widget