EDની તપાસ વચ્ચે Paytm Payments Bankની સ્પષ્ટતા, ક્યારેય વિદેશમાં નથી મોકલ્યા રૂપિયા
અનેક મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો હતો કે Paytm Payments Bank સામેના આરોપોની EDની તપાસ શરૂ થઈ ગઈ છે
ED Probe Against Paytm Payments Bank: સંકટમાં ફસાયેલી પેટીએમ પેમેન્ટ્સ બેન્ક વિરુદ્ધ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) એ તપાસ શરૂ કરી હોવાના અનેક મીડિયા રિપોર્ટમાં દાવા વચ્ચે સ્પષ્ટતા કરતા કંપનીએ બુધવારે સાંજે કહ્યું કે Paytmની પેરન્ટ કંપની One 97 Communicationsએ હંમેશા તપાસમાં અધિકારીઓને સહકાર આપ્યો છે. અમે સ્પષ્ટ કરવા માંગીએ છીએ કે પેટીએમ પેમેન્ટ્સ બેન્કે ક્યારેય વિદેશમાં પૈસા મોકલવાનું કામ કર્યું નથી.
અમારી નહીં પણ વેપારીઓ સામે તપાસ ચાલી રહી છે
કંપનીએ એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે વન 97 કોમ્યુનિકેશન્સ અને તેની સહયોગી કંપનીઓએ ED સહિત તમામ એજન્સીઓને માહિતી, દસ્તાવેજો અને નિવેદનો આપ્યા છે. અમારી ભાગીદાર કંપનીઓ તમામ પ્રકારના પ્રશ્નોના જવાબ આપી રહી છે. Paytm Payments Bank આઉટવર્ડ ફોરેન રેમિટન્સ કરતી નથી. અમે 5 ફેબ્રુઆરીએ સ્પષ્ટતા કરી હતી કે ED દ્વારા અમારી વિરુદ્ધ કોઈ તપાસ કરવામાં આવી રહી નથી. થોડા સમય પહેલા અમારા પ્લેટફોર્મ પર હાજર કેટલાક વેપારીઓ સામે તપાસ શરૂ કરવામાં આવી હતી. Paytm Payments Bank આ તપાસમાં સંપૂર્ણ સહયોગ કરી રહ્યું છે. અમે સેબીને દરેક માહિતી આપતા રહીએ છીએ.
કંપનીના શેરમાં ફરી લોઅર સર્કિટ લાગી
આ પહેલા બુધવારે સવારે અનેક મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો હતો કે પેટીએમ પેમેન્ટ્સ બેન્ક સામેના આરોપોની EDની તપાસ શરૂ થઈ ગઈ છે. આ સમાચાર પછી કંપનીના શેર લોઅર સર્કિટને સ્પર્શ કરીને 342.15 રૂપિયા પર બંધ થયો હતો. આ તેનું ઓલટાઇમ લો લેવલ છે. કંપનીના શેર 52 સપ્તાહની નીચી સપાટીએ પહોંચી ગયા છે. One97 કોમ્યુનિકેશનના શેર બંને મુખ્ય સ્ટોક એક્સચેન્જમાં પ્રથમ વખત રૂ. 350થી નીચે ગયા છે.
આરબીઆઈએ સમીક્ષા કરવાનો ઇનકાર કર્યો હતો
આ પહેલા આરબીઆઈએ પેટીએમ પેમેન્ટ્સ બેન્કને ઝટકો આપ્યો હતો અને કહ્યું હતું કે તે તેના નિર્ણયની સમીક્ષા કરશે નહીં. આ સાથે બેન્કના સ્વતંત્ર નિર્દેશક મંજુ અગ્રવાલે પણ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. પેટીએમને આશા હતી કે આરબીઆઈ તેના નિર્ણય પર પુનર્વિચાર કરશે અને ફિનટેક કંપનીને થોડી રાહત મળશે.
ડિપોઝીટ લેવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે
31 જાન્યુઆરીની સાંજ પેટીએમ માટે દુઃસ્વપ્ન બની ગઈ જ્યારે ભારતીય રિઝર્વ બેન્કે 29 ફેબ્રુઆરીથી Paytm Payments Bankની મોટાભાગની સેવાઓ બંધ કરવાનો આદેશ આપ્યો. આ હેઠળ આરબીઆઈએ પેટીએમ પેમેન્ટ્સ બેન્ક લિમિટેડ (પીપીબીએલ) ને 29 ફેબ્રુઆરી 2024 પછી કોઈપણ કસ્ટમર એકાઉન્ટ, પ્રીપેડ પ્રોડક્ટ, વોલેટ અને ફાસ્ટેગમાં ડિપોઝીટ અથવા ટોપ-અપ ન સ્વીકારવાનો નિર્દેશ આપ્યો હતો.