શોધખોળ કરો
Advertisement
ભારતનું આ શહેર પેટ્રોલનો ભાવ 100 રૂપિયા હોય એવું પહેલું શહેર બનવાના આરે, જાણો અત્યારે કેટલો છે ભાવ ?
આજે ચેન્નઈમાં પેટ્રોલની કિંમત 87.18 રૂપિયા પ્રતિ લિટર પહોંચી ગઈ છે અને ડીઝળની કિંમત 79.95 રૂપિયા પ્રતિ લિટર થઈ ગઈ છે.
નવી દિલ્હીઃ આજે ફરીતી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો જોવા મળ્યો છે. વિતેલા કેટલાક દિવસથી પેટ્રોલ અને ડીઝળની કિંમત સ્થિર હતી. જોકે આ કિંમતમાં આજે ફરી ફેરફાર થયો છે. વિતેલા ભાવની તુલનામાં હવે પેટ્રોલ અને ડીઝલની કિંમત વધી ગઈ છે. મુંબઈમાં પેટ્રોલની કિંમત વધીને એક વખત ફીથી 91 રૂપિયાને પાર કરી ગઈ છે.
વિતેલા પાંચ દિવસ સુધી પેટ્રોલ અને ડીઝળની કિંમત સ્થિર હતી. જોકે આજે સરકારી ઓઈલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો કર્યો છે. તે અંતર્ગત પેટ્રોલની કિંમતમાં 20 પૈસાથી વધારેનો વધારો જોવા મળ્યો છે. દિલ્હીમાં બુધવારે પેટ્રોલની કિંમત પ્રતિ લિટર 84.45 રૂપિયા થઈ ગઈ છે. ઉપરાંત ડીઝલની કિંમત પ્રતિ લિટર 74.63 રૂપિયા થઈ ગઈ છે. જ્યારે મુંબઈમાં પેટ્રોલની કિંમત 91.07 રૂપિયા પ્રતિ લિટર થઈ ગઈ છે અને ડીઝલની કિંમત 81.34 રૂપિયા પ્રતિ લિટર થઈ છે. નોંધનીય છે કે, ભારતમાં એક શહેર એવું પણ છે જ્યાં પેટ્રોલની કિંમત 96.14 રૂપિયા એટલે કે 100 રૂપિયાની આસપાસ પહોંચી ગઈ છે. રાજસ્થાનના ગંગાનગરમાં પેટ્રોલની કિંમતાં 26 પૈસા પ્રતિ લિટરના વધારા સાથે 96.14 રૂપિયા પ્રતિ લિટરે પહોંચી ગઈ છે. જ્યારે ડીઝલ 28 પૈસા પ્રતિ લિટરના વધારા સાથે 87.82 પ્રતિ લિટર પહોંચી ગયું છે. આમ ગંગાનગરમાં ડીઝલ કરતાં પેટ્રોલ 8 રૂપિયા જેટલું મોઘું મળે છે.
આ જગ્યાએ છે આ ભાવ
આજે ચેન્નઈમાં પેટ્રોલની કિંમત 87.18 રૂપિયા પ્રતિ લિટર પહોંચી ગઈ છે અને ડીઝળની કિંમત 79.95 રૂપિયા પ્રતિ લિટર થઈ ગઈ છે. ઉપરાંત કોલકાતામાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટર 85.92 રૂપિયા થઈ ગઈ છે. જ્યારે ડીઝલની કિંમત 78.22 રૂપિયા પ્રતિ લિટર થઈ ગઈ છે. આજે થયેલ ફેરફાર પહેલા દિલ્હીમાં પેટ્રોલ 84.20 રૂપિયા અને ડીઝલ 74.38 રૂપિયા પ્રતિ લિટર હતી. જ્યારે મુંબઈમાં પેટ્રોલ 90.38 રૂપિયા અને ડીઝલ 81.07 રૂપિયા પ્રતિ લિટર હતી. ઉપરાંત કોલકાતામાં પેટ્રોલ 85.68 રૂપિયા અને ડીઝલ 77.97 રૂપિયા પ્રતિ લિટર હતી અને ચેન્નઈમાં પેટ્રોલ 86.96 રૂપિયા અને ડીઝલ 79.72 રૂપિયા પ્રતિ લિટર હતી.
નોંધનીય છે કે, વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલમાં ઉછાળો જોવા મળ્યો છે. જેના કારણે દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં તેજી જોવા મળી છે. ક્રૂડ 53.50 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી ગઈ છે. જ્યારે બ્રેન્ટ ક્રૂડ પ્રતિ બેરલ 56.58 ડોલર પ્રતિ બેરલ પર કારોબાર કરતું જોવા મળ્યું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion