Fuel Price Today: આજે ફરી પેટ્રોલ-ડીઝલનાં ભાવ વધ્યા, અમદાવાદમાં પેટ્રોલ 100 રૂપિયાને પાર
ગાંધીનગર પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 100.22 રૂપિયા, તો ડિઝલની કિંમત 99.08 રૂપિયા પર પહોંચી ગઈ છે.
![Fuel Price Today: આજે ફરી પેટ્રોલ-ડીઝલનાં ભાવ વધ્યા, અમદાવાદમાં પેટ્રોલ 100 રૂપિયાને પાર petrol price today on 07 october 2021 hiked in delhi mumbai chennai and kolkata check you city latest price Fuel Price Today: આજે ફરી પેટ્રોલ-ડીઝલનાં ભાવ વધ્યા, અમદાવાદમાં પેટ્રોલ 100 રૂપિયાને પાર](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/10/07/b1176c0c3d85fa4ee7b9658da9c09bda_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
પેટ્રોલ ડિઝલની કિંમતમાં આજે ફરી ભાવ વધારો થયો છે. નવા ભાવ વધારા સાથે પેટ્રોલે હવે સદી લગાવી દીધી છે. પેટ્રોલમાં આજે પ્રતિ લિટરે 29 પૈસાનો, જ્યારે ડિઝલમાં આજે પ્રતિ લિટરે 38 પૈસાનો ભાવ વધારો થયો છે. નવા ભાવ વધારા સાથે રાજ્યના લગભગ તમામ મોટા શહેરોમાં પેટ્રોલના ભાવ 100 રૂપિયાને પાર પહોંચી ગયા છે.
રાજ્યના આઠ મહાનગરોની વાત કરીએ તો નવા ભાવ વધારા સાથે અમદાવાદમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 100 રૂપિયા પર પહોંચી ગઈ છે. તો ડિઝલની કિંમત પ્રતિ લિટરે 98.87 પર પહોંચી છે.
ગાંધીનગર પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 100.22 રૂપિયા, તો ડિઝલની કિંમત 99.08 રૂપિયા પર પહોંચી ગઈ છે.
ભાવનગરમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 101. 73 રૂપિયા પર પહોંચી ગઈ છે. તો ડિઝલની કિંમત પ્રતિ લિટરે 100.58 રૂપિયા પર પહોંચી ગઈ છે.
જૂનાગઢમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 100.67 રૂપિયા, તો ડિઝલની કિંમત પ્રતિ લિટરે 99.55 રૂપિયા પર પહોંચી ગઈ છે.
રાજકોટમાં પેટ્રોલની કિેંમત પ્રતિ લિટરે 99.76 રૂપિયા પર પહોંચી ગઈ છે. તો ડિઝલની કિંમત પ્રતિ લિટરે 98.64 રૂપિયા પર પહોંચી છે.
વડોદરામાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 99.65 રૂપિયા, તો ડિઝલની કિંમત પ્રતિ લિટરે 98.52 રૂપિયા પર પહોંચી છે.
જામનગરમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 99.93 રૂપિયા, તો ડિઝલની કિંમત પ્રતિ લિટરે 98.80 રૂપિયા પર પહોંચી ગઈ છે.
સુરતમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 99.87 રૂપિયા, તો ડિઝલની કિંમત પ્રતિ લિટરે 98.76 રૂપિયા પર પહોંચી ગઈ છે .
રાજ્યના અન્ય શહેરોની વાત કરીએ તો અમરેલીમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 100.82 રૂપિયા તો ડિઝલની કિંમત પ્રતિ લિટરે 99.70 રૂપિયા પર પહોંચી ગઈ છે.
ભૂજમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 100.29 રૂપિયા તો ડિઝલની કિંમત પ્રતિ લિટરે 99.15 રૂપિયા પર પહોંચી છે.
ભરૂચમાં પેટ્રોલની કિંમત 100.50 રૂપિયા, તો ડિઝલની કિંમત 99.37 રૂપિયા પર પહોંચી ગઈ છે.
મહેસાણામાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 100.06 રૂપિયા, તો ડિઝલની કિંમત પ્રતિ લિટરે 98.95 રૂપિયા પર પહોંચી ગઈ છે.
નવસારીમાં પેટ્રોલની કિંમત 100.13 રૂપિયા અને ડિઝલની કિંમત પ્રતિ લિટરે 99.02 રૂપિયા પર પહોંચી છે.
પાટણમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 100.04 રૂપિયા તો ડિઝલની કિંમત પ્રતિ લિટરે 98.92 રૂપિયા પર પહોંચી છે.
સુરેંદ્રનગરમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 101.07 રૂપિયા પર પહોંચી છે. તો ડિઝલની કિંમત 99.93 રૂપિયા પર પહોંચી છે.
ગોધરામાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 100.47 રૂપિયા, તો ડિઝલની કિંમત પ્રતિ લિટરે 99.34 રૂપિયા પર પહોંચી.
આણંદમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 99.80 રૂપિયા, તો ડિઝલની કિંમત પ્રતિ લિટરે 98.67 રૂપિયા પર પહોંચી છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)