શોધખોળ કરો

કોરોના કાળમાં આ વસ્તુની માંગમાં થયો જોરદાર વધારો, જાણીને રહી જશો દંગ

સમ એસ્યોર્ડની પસંદગીની વાત આવે ત્યારે 60 ટકા ભારતીયોએ રૂ. 50 લાખથી રૂ. 1 કરોડ વચ્ચે અને 25 ટકા લોકોએ રૂ. 1 કરોડથી ઉપરના કવરની પસંદગી કરતા ટર્મ પ્લાન ખરીદ્યા છે.

નવી દિલ્હીઃ પોતાની નાણાકીય સલામતી અને માનસિક શાંતિ માટે હેલ્થ અને ટર્મ ઈન્સ્યોરન્સ અત્યંત મહત્વના છે તેમ 90 ટકાથી વધુ ભારતીયોનું માનવું છે. વિશેષરૂપે કોરોના મહામારીના ભય સામે સુરક્ષિત રહેવું ખૂબ જ જરૂરી છે તેમ તેમનું માનવું છે. આ સંશોધન નેશનલ ઈન્સ્યોરન્સ અવેરનેસ ડે : 2021ની ઊજવણી માટે પોલિસીબજાર.કોમ દ્વારા 6000 લોકો પર કરવામાં આવ્યું હતું. આ સરવે 18મી જૂનથી 21મી જૂન 2021 વચ્ચે હાથ ધરાયો હતો.

સ્વાસ્થ્ય વીમો

સરવેમાં 61 ટકા પ્રતિવાદીઓએ કોવિડ-19 બીમારીની ઝપેટમાં આવવાના ભયથી વ્યાપક હેલ્થ પ્લાનમાં રોકાણ કર્યું હોવાનું જણાવ્યું હતું. ત્યાર બાદ 10 ટકા પ્રતિવાદીઓએ કોવિડ-સ્પેસિફિક પોલિસી ખરીદી હોવાનું જણાવ્યું હતું. સરવેના સંશોધનો મુજબ લોકો દ્વારા હેલ્થ કવરની ખરીદી માટે ઊંચો મેડિકલ ખર્ચ (40 ટકા), કોવિડ-19ના ભય અને કર બચતના લાભ પ્રાથમિક કારણ છે. અંદાજે એક ચતુર્થાંશ પ્રતિવાદીઓએ ઘરમાં સારવાર મેળવવા માટે કોવિડ ક્લેમ મેળવ્યો હતો, જ્યારે હોસ્પિટલમાં સારવાર મેળવવા બદલ 77 ટકા લોકોના ક્લેમ મંજૂર થયા હતા. સરવેના સંશોધનોએ દર્શાવ્યું છે કે પ્રત્યેક 10માંથી 7 લોકો તેમની વીમા પોલિસી હાયર સમ ઈન્સ્યોર્ડ અને ઝીરો કો-પેમેન્ટ, નો રૂમ રેન્ટ કેપિંગ અને નીચા વેઈટિંગ પિરિયડ જેવા વધુ સારા ફીચર્સ માટે વિવિધ વીમા કંપનીઓમાં પોર્ટ કરવા માગે છે.

ટર્મ ઈન્સ્યોરન્સ

જીવન વીમાની વાત આવે ત્યારે સંશોધનો દર્શાવે છે કે ત્રણ ચતુર્થાંશ પ્રતિવાદીઓએ કોવિડના ભયના કારણે છેલ્લા બે વર્ષમાં ટર્મ ઈન્સ્યોરન્સ ખરીદ્યો હતો. પ્રત્યેક 10માંથી 9 પ્રતિવાદીઓએ માત્ર કર બચતના સાધન (2 ટકા) તરીકે જ નહીં પરંતુ પરિવારના નાણાકીય ભાવીના રક્ષણ માટે ટર્મ પ્લાન ખરીદ્યો હતો. સરવે સંશાધનો સંકેત આપે છે કે 72 ટકા પ્રતિવાદીઓએ તેમનો સૌપ્રથમ ટર્મ પ્લાન પોલિસીબજારમાંથી ઓનલાઈન ખરીદ્યો હતો. સમ એસ્યોર્ડની પસંદગીની વાત આવે ત્યારે 60 ટકા ભારતીયોએ રૂ. 50 લાખથી રૂ. 1 કરોડ વચ્ચે અને 25 ટકા લોકોએ રૂ. 1 કરોડથી ઉપરના કવરની પસંદગી કરતા ટર્મ પ્લાન ખરીદ્યા છે.

 ‘કોવિડ-19ની વર્તમાન સ્થિતિ જેવા અસાધારણ સમય દરમિયાન વીમા ઉત્પાદનો તરફ અમારા ગ્રાહકોનો દૃષ્ટિકોણ સમજવો અને તેમની જરૂરિયાતો મુજબ યોગ્ય ઉકેલો સાથે તેમની સેવા કરવી તે ખૂબ જ મહત્વનું છે. વીમાથી સારી રીતે સજ્જ રાષ્ટ્ર આર્થિક અનિશ્ચિતતાઓનો હંમેશા સારી રીતે સામનો કરી શકે છે. એ બાબત સ્પષ્ટ છે કે વિશેષરૂપે કોવિડ-19ની અસરને ધ્યાનમાં રાખતાં સંરક્ષણ ઉત્પાદનો નાણાકીય આયોજનોનો પાયો બન્યા છે. કોરોના મહામારીએ નિશ્ચિતપણે લોકોમાં વીમા અંગે જાગૃતિ અને યોગ્ય વીમાની ખરીદી માટેની ઈચ્છા વધારી છે,’ તેમ પોલિસીબજાર.કોમના સીઈઓ સર્બવીર સિંહે જણાવ્યું હતું.

મોટર ઈન્સ્યોરન્સ

કોવિડ-19 મહામારીએ ગ્રાહકોની ખરીદીની વર્તણૂક પર અસર કરી છે. 95 ટકા લોકો હવે તેમનો કાર વીમો ઓનલાઈન રીન્યુ કરવાનું પસંદ કરે છે જ્યારે માત્ર પાંચ ટકા લોકો જ ઓફલાઈન મોડ પસંદ કરે છે. છેલ્લા 15 મહિનામાં 80 ટકાથી વધુ પ્રતિવાદીઓએ તેમનો મોટર વીમો રીન્યુ કરાવ્યો હતો જ્યારે બાકીના 20 ટકા લોકોએ રીન્યુઅલ ટાળવાનું પસંદ કર્યું. પરીણામે તેઓ નો-ક્લેમ બોનસ અને નીચા પ્રીમિયમ જેવા રીન્યુઅલ લાભ લેવાનું ચૂકી ગયા.

રાષ્ટ્રવ્યાપી લૉકડાઉનને ધ્યાનમાં રાખીને પોલિસીબજાર અફોર્ડેબલ પ્રીમિયમમાં વાહનોના કવરેજને આવરી લેવા થર્ડ પાર્ટી + આગ + ચોરી જેવી મોટર વીમા પોલિસી સાથે આગળ આવી છે. પ્રત્યેક 10માંથી 6 લોકોએ આ પ્લાનના બે મહત્વના ફીચર્સ એવા સસ્તા પ્રીમિયમ અને ઓછા વપરાશ માટે આ પ્લાન ખરીદ્યો હતો. આ સરવે મુજબ અંદાજે 70 ટકા ભારતીયોએ તેમના વાહન માટે માત્ર ફરજિયાત થર્ડ-પાર્ટી કવર જ નહીં પરંતુ વ્યાપક કવરની પસંદગી કરી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Rajkot Cold:  રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Rajkot Cold: રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Crime : ભુવાલડીમાં જમીન વિવાદમાં હથિયારો સાથે આતંક મચાવનાર 10 આરોપીઓની ધરપકડSurat Accident CCTV : સુરતમાં રોડની સાઇડમાં સાયકલ લઈ જતી વિદ્યાર્થિનીને ટ્રકે અડફેટે લેતા મોતPatan University Scuffle : NSUIના 5 કાર્યકરની અટકાયત,  Congress MLA કરીટ પટેલના ઘરે પહોંચી પોલીસMLA Chaitar Vasava Detain : ચૈતરે પોલીસને કેમ કહી દીધું, ‘કપડા લઈને આવ્યો છું, જેલમાં પૂરી દો’

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Rajkot Cold:  રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Rajkot Cold: રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
WTC: ગાબા ટેસ્ટ ડ્રો થાય તો પણ ટીમ ઈન્ડિયા રમી શકશે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ, આ છે સમીકરણ 
WTC: ગાબા ટેસ્ટ ડ્રો થાય તો પણ ટીમ ઈન્ડિયા રમી શકશે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ, આ છે સમીકરણ 
Vi એ આ શહેરોમાં લોન્ચ કરી 5G સર્વિસ, લિસ્ટમાં તમારુ શહેર પણ છે સામેલ ? 
Vi એ આ શહેરોમાં લોન્ચ કરી 5G સર્વિસ, લિસ્ટમાં તમારુ શહેર પણ છે સામેલ ? 
આજે શેરબજારમાં થયો મોટો ઘટાડો, સેન્સેક્સ 1,064 પોઈન્ટના કડાકા સાથે બંધ
આજે શેરબજારમાં થયો મોટો ઘટાડો, સેન્સેક્સ 1,064 પોઈન્ટના કડાકા સાથે બંધ
Embed widget