શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
રિઝર્વ બેન્કે કેન્દ્ર સરકારને કેટલા હજાર કરોડ રૂપિયા ડિવિડન્ડ આપવાની આપી મંજૂરી ? જાણો
ભારતીય રિઝર્વ બેન્કના બોર્ડે કેન્દ્ર સરકારને સરપ્લસ ટ્રાન્સફર કરવાની મંજૂરી આપી દીધી છે. રિઝર્વ બેન્ક વર્ષ 2019-20 માટે કેન્દ્ર સરકારને 57,128 કરોડ રૂપિયા ડિવિડેંડ ટ્રાન્સફર કરશે.
નવી દિલ્હી: ભારતીય રિઝર્વ બેન્કના બોર્ડે કેન્દ્ર સરકારને સરપ્લસ ટ્રાન્સફર કરવાની મંજૂરી આપી દીધી છે. રિઝર્વ બેન્ક વર્ષ 2019-20 માટે સરકારને 57,128 કરોડ રૂપિયા ડિવિડેંડ ટ્રાન્સફર કરશે. જ્યારે બોર્ડે કન્ટિન્જન્સિ રિસ્ક બફર(Contingency Risk Buffer) 5.5 ટકા રાખવાનો નિર્ણય કર્યો છે. રિઝર્વ બેન્કે જાહેર કરેલા નિવેદન અનુસાર ગવર્નર શક્તિકાંત દાસના નેતૃત્વમાં શુક્રવારે મળેવી બોર્ડની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. બેઠક વીડિયો કોન્ફ્રન્સથી થઈ હતી.
બોર્ડની બેઠકમાં વર્તમાન આર્થિક સ્થિતિ, વૈશ્વિક અને ઘરેલુ પડકારો તથા કેન્દ્રીય બેન્ક દ્વારા કોવિડ-19ના આર્થિક પ્રભાવથી ઉગારવા માટે નાણાકીય, નિયમનકારી અને અન્ય પગલાની સમીક્ષા કરવામાં આવી.
આ બેઠકમાં રિઝર્વ બેન્કના ડેપ્યૂટી ગવર્નર બી પી કાનુનગો, મહેસ કુમાર જૈન, ડૉ. માઈકલ દેવબ્રત પાત્રા તથા કેન્દ્રીય બોર્ડના અન્ય નિદેશક સામેલ થયા હતા. બેઠકમાં આર્થિક મામલાના વિભાગના સચિવ તરુણ બજાજ તથા નાણાકિય સેવા વિભાગના સચિવ દેવાશીષ પાંડાએ પણ ભાગ લીધો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion