શોધખોળ કરો

Retail Inflation Data: 15 મહિનાની ટોચે પહોંચ્યો ફુગાવો, જુલાઈમાં 7.44 ટકા  

ટામેટાં સહિતની ખાદ્ય ચીજવસ્તુઓના ભાવમાં તીવ્ર વધારાને કારણે જુલાઈ 2023માં છૂટક ફુગાવાનો દર ફરી એક લાંબી છલાંગ મારી અને 7 ટકાને પાર કરી ગયો.

Retail Inflation Data For July 2023: ટામેટાં સહિતની ખાદ્ય ચીજવસ્તુઓના ભાવમાં તીવ્ર વધારાને કારણે જુલાઈ 2023માં છૂટક ફુગાવાનો દર ફરી એક લાંબી છલાંગ મારી અને 7 ટકાને પાર કરી ગયો. CPI ફુગાવો જુલાઈમાં વધીને 7.44 ટકા થયો છે, જે જૂન 2023માં 4.81 ટકા હતો. જુલાઈમાં રિટેલ ફુગાવાનો દર આરબીઆઈના 6 ટકાના ટોલરેન્સ  બેન્ડના ઉપલા સ્લેબને વટાવી ગયો હતો. ડેટા અનુસાર શહેરી વિસ્તારોમાં છૂટક મોંઘવારી દર 7.63 ટકા જ્યારે ગ્રામીણ વિસ્તારોમાં 7.20 ટકા રહ્યો છે.

મોંઘી ખાદ્ય વસ્તુઓ
 
રિટેલ મોંઘવારી દરને લઈને આંકડા મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર જુલાઈમાં ખાદ્ય ચીજવસ્તુઓના ફુગાવાના દરમાં મોટો વધારો થયો છે. જુલાઈમાં ખાદ્ય ફુગાવાનો દર 11.51 ટકા હતો જે જૂનમાં 4.49 ટકા હતો. એટલે કે એક જ મહિનામાં ખાદ્ય ચીજવસ્તુઓના મોંઘવારી દરમાં બમણાથી વધુ ઉછાળો જોવા મળ્યો છે. 

શાકભાજીના ભાવમાં મોટો ઉછાળો

જુલાઈ મહિનામાં શાકભાજીનો મોંઘવારી દર 37.34 ટકા હતો, જે જૂન 2023માં -0.93 ટકા હતો. એટલે કે એક મહિનામાં લીલોતરી અને શાકભાજીના ફુગાવાના દરમાં 38 ટકાથી વધુનો ઉછાળો આવ્યો છે. કઠોળનો મોંઘવારી દર 13.27 ટકા રહ્યો છે, જે જૂનમાં 10.53 ટકા હતો. મસાલાનો મોંઘવારી દર 21.53 ટકા રહ્યો છે જે જૂનમાં 19.19 ટકા હતો. દૂધ અને તેનાથી સંબંધિત ઉત્પાદનોના ભાવ હજુ પણ 8.34 ટકા પર છે, જે જૂનમાં 8.56 ટકા હતા. ખાદ્ય  અને સંબંધિત ઉત્પાદનોનો ફુગાવાનો દર 13.04 ટકા રહ્યો છે, જે જૂનમાં 12.71 ટકા હતો. ખાદ્ય તેલના ભાવમાં ઘટાડો થવાને કારણે તેલ અને  ફેટ્સનો ફુગાવો જૂનમાં -18.12 ટકાની સરખામણીએ -16.80 ટકા રહ્યો છે. 

મોંઘી EMIમાંથી રાહત પર પાણી ફરી વળ્યું!

ગયા વર્ષે મે 2022માં છૂટક મોંઘવારી દર 7 ટકાને વટાવ્યા પછી જ આરબીઆઈએ પોલિસી રેટ એટલે કે રેપો રેટમાં વધારો કરવાનું શરૂ કર્યું. રેપો રેટ 4 ટકાથી વધારીને 6.50 ટકા કરવામાં આવ્યો હતો. મે 2023 માં જ્યારે છૂટક ફુગાવાનો દર ઘટીને 4.25 ટકા થયો, ત્યારે મોંઘા EMIમાંથી રાહતની આશા હતી. પરંતુ ફરીથી છૂટક મોંઘવારી દર 7 ટકાને પાર કરી ગયા બાદ મોંઘી EMIમાંથી રાહત મળવાની આશા હાલ પુરતી પુરી થઈ રહી છે. કારણ કે મોંઘવારી દર RBIના ટોલરન્સ બેન્ડથી ઉપર પહોંચી ગયો છે.

 

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Russia cancer Vaccine: રશિયાએ આખરે બનાવી લીધી કેન્સરની વેક્સિન, કેન્સરના દર્દી માટે મફતમાં આપવાની જાહેરાત
Russia cancer Vaccine: રશિયાએ આખરે બનાવી લીધી કેન્સરની વેક્સિન, કેન્સરના દર્દી માટે મફતમાં આપવાની જાહેરાત
Ahmedabad News: ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં મોટો ખુલાસો, PMJAY કાર્ડ બનાવતી કંપની સાથે સાંઠગાંઠનો પર્દાફાશ
Ahmedabad News: ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં મોટો ખુલાસો, PMJAY કાર્ડ બનાવતી કંપની સાથે સાંઠગાંઠનો પર્દાફાશ
ટ્રમ્પે ભારત માટે આ ચૌંકાવનારો નિર્ણય લેવાની કરી જાહેરાત, જો બાઇડને અયોગ્ય ઠેરાવ્યો
ટ્રમ્પે ભારત માટે આ ચૌંકાવનારો નિર્ણય લેવાની કરી જાહેરાત, જો બાઇડને અયોગ્ય ઠેરાવ્યો
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જમીનના જીવલેણ ઝઘડા !Hun To Bolish : હું તો બોલીશ : દર્દીઓને ચીરવાનો અને સરકારને ચૂનો લગાડવાનો પર્દાફાશAhmedabad Crime : ભુવાલડીમાં જમીન વિવાદમાં હથિયારો સાથે આતંક મચાવનાર 10 આરોપીઓની ધરપકડSurat Accident CCTV : સુરતમાં રોડની સાઇડમાં સાયકલ લઈ જતી વિદ્યાર્થિનીને ટ્રકે અડફેટે લેતા મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Russia cancer Vaccine: રશિયાએ આખરે બનાવી લીધી કેન્સરની વેક્સિન, કેન્સરના દર્દી માટે મફતમાં આપવાની જાહેરાત
Russia cancer Vaccine: રશિયાએ આખરે બનાવી લીધી કેન્સરની વેક્સિન, કેન્સરના દર્દી માટે મફતમાં આપવાની જાહેરાત
Ahmedabad News: ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં મોટો ખુલાસો, PMJAY કાર્ડ બનાવતી કંપની સાથે સાંઠગાંઠનો પર્દાફાશ
Ahmedabad News: ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં મોટો ખુલાસો, PMJAY કાર્ડ બનાવતી કંપની સાથે સાંઠગાંઠનો પર્દાફાશ
ટ્રમ્પે ભારત માટે આ ચૌંકાવનારો નિર્ણય લેવાની કરી જાહેરાત, જો બાઇડને અયોગ્ય ઠેરાવ્યો
ટ્રમ્પે ભારત માટે આ ચૌંકાવનારો નિર્ણય લેવાની કરી જાહેરાત, જો બાઇડને અયોગ્ય ઠેરાવ્યો
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
વજન ઘટાડવામાં મદદ કરશે જામફળ, જાણો અન્ય ફાયદાઓ  વિશે
વજન ઘટાડવામાં મદદ કરશે જામફળ, જાણો અન્ય ફાયદાઓ વિશે
Embed widget