Rupee Vs Dollar: શરૂઆતના ટ્રેડમાં ડોલર સામે રૂપિયા આજે પણ તૂટ્યો, જાણો એક ડોલર સામે રૂપિયાનું મૂલ્ય કેટલું થયુ
ડોલર ઇન્ડેક્સ જે છ મુખ્ય કરન્સી સામે યુએસ ડોલરની સ્થિતિ દર્શાવે છે, તે 0.05 ટકા ઘટીને 107.07 પર હતો.
Rupee Vs Dollar: યુએસ ચલણની મજબૂતાઈ અને વિદેશી ભંડોળના સતત ઉપાડને કારણે, શુક્રવારે શરૂઆતના વેપારમાં યુએસ ડૉલર સામે રૂપિયો 12 પૈસા ઘટીને 79.25 થયો હતો. ગઈ કાલે અમેરિકી ડૉલર સામે રૂપિયો 79.13 ના સ્તર પર બંધ થયો હતો.
શરૂઆતના ટ્રેડમાં રૂપિયાનું સ્તર શું હતા?
ઇન્ટરબેંક ફોરેન કરન્સી એક્સચેન્જ માર્કેટમાં, યુએસ ડોલર સામે રૂપિયો 79.20 પર ખૂલ્યો હતો, અને પછી ઘટીને 79.25 થયો હતો, જે અગાઉના બંધ ભાવની સામે 12 પૈસાનો ઘટાડો દર્શાવે છે.
ડૉલર ઇન્ડેક્સ, ક્રૂડ અને FII ડેટા
ઉલ્લેખનીય છે કે, ડોલર ઇન્ડેક્સ જે છ મુખ્ય કરન્સી સામે યુએસ ડોલરની સ્થિતિ દર્શાવે છે, તે 0.05 ટકા ઘટીને 107.07 પર હતો. ગ્લોબલ ઓઇલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ફ્યુચર્સ 0.17 ટકા વધીને બેરલ દીઠ $104.83 થયો હતો. શેરબજારના કામચલાઉ ડેટા અનુસાર, ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ રૂ. 925.22 કરોડના શેરનું વેચાણ કર્યું હતું.
નિષ્ણાતો શું કહે છે
મોતીલાલ ઓસ્વાલ ફાઇનાન્શિયલ સર્વિસિસના ફોરેક્સ અને બુલિયન એનાલિસ્ટ ગૌરાંગ સોમૈયાએ જણાવ્યું હતું કે, "રૂપિયો સપાટ વલણ સાથે ખુલ્યો હતો, પરંતુ રિઝર્વ બેંક દ્વારા જાહેર કરાયેલા પગલાં છતાં દબાણ હેઠળ આવવાનું શરૂ થયું હતું."
શા માટે રૂપિયા પર દબાણ છે
ફોરેક્સ ટ્રેડર્સે જણાવ્યું હતું કે ગયા મહિને યોજાયેલી યુએસ ફેડરલ રિઝર્વની બેઠકની વિગતો, જે બુધવારે જાહેર કરવામાં આવી હતી, તે આક્રમક વલણ સૂચવે છે અને જુલાઈમાં વ્યાજદરમાં 0.75 ટકાનો વધારો થવાની ધારણા છે. આ અસરને કારણે રૂપિયો વધુ તૂટવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.