શોધખોળ કરો

Sahara Refund Portal: CRCS સહારા રિફંડ પોર્ટલ પર ક્લેમ કરવાની અંતિમ તારીખ કઇ છે? જાણો ક્યાં સુધીમાં મળશે પૈસા?

સહારા સોસાયટીમાં ફસાયેલા નાણાંની રિકવરી માટે સરકારે 18 જુલાઈના રોજ CRCS સહારા રિફંડ પોર્ટલ શરૂ કર્યું છે

Sahara Refund Portal: સહારા સોસાયટીમાં ફસાયેલા નાણાંની રિકવરી માટે સરકારે 18 જુલાઈના રોજ CRCS સહારા રિફંડ પોર્ટલ શરૂ કર્યું છે. સહારા સોસાયટીમાં વર્ષોથી જેમના નાણા અટવાયેલા છે તેવા તમામ થાપણદારો આ પોર્ટલ દ્વારા દાવો કરી શકે છે. જો તમે પણ તેના ડિપોઝીટર્સ છો તો તમે આ પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરીને તમારી રકમ મેળવી શકો છો. નોંધનીય છે કે ચાર સોસાયટીના ડિપોઝીટર્સ આ પોર્ટલ પર ક્લેમ કરી શકે છે.

કોણ ક્લેમ કરી શકે છે?

સહારા ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી લિમિટેડ લખનઉ, હમારા ઈન્ડિયા ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી લિમિટેડ કોલકાતા, સહારાયન યુનિવર્સલ મલ્ટિપર્પઝ સોસાયટી લિમિટેડ ભોપાલ અને સ્ટાર્સ મલ્ટીપર્પઝ કોઓપરેટિવ સોસાયટી લિમિટેડ હૈદરાબાદના ડિપોઝીટર્સ આ પોર્ટલ દ્વારા રિફંડ માટે ક્લેમ કરી શકે છે

કેવી રીતે ક્લેમ કરી શકો છો

રિફંડ મેળવવા માટે થાપણદારોએ પહેલા CRCS સહારાના રિફંડ પોર્ટલ પર જઈને પોતાનું રજીસ્ટ્રેશન કરાવવું પડશે. આગળ તમારે Depositor Login પર ક્લિક કરવાનું રહેશે અને પછી તમારા આધાર કાર્ડ અને આધાર લિંક્ડ મોબાઈલ નંબરના છેલ્લા ચાર અંકો દાખલ કરવા પડશે. આ પછી ગેટ OTP પર ક્લિક કરીને તમારે અહીં OTP દાખલ કરવો પડશે. આગળ તમારે તમારો OTP વેરીફાઇ કરવો પડશે.

રિફંડ ક્લેમ કરવાની ડેડલાઇન શું છે ?

જો આપણે વર્તમાન વિશે વાત કરીએ તો સરકારે CRCS સહારાના રિફંડ પોર્ટલ પર થાપણદારો માટે ક્લેમ કરવા માટે કોઈ ડેડલાઇન નક્કી કરી નથી. તમે ઇચ્છો ત્યાં સુધી આ પોર્ટલ પર તમારા રિફંડનો દાવો કરી શકો છો. જો તમારી દાવાની રકમ 50,000 રૂપિયાથી વધુ છે તો તમારે પાન કાર્ડ સબમિટ કરવું જરૂરી છે. આ સાથે આધાર લિંક મોબાઈલ નંબર અને બેન્ક એકાઉન્ટ હોવું પણ જરૂરી છે. આ વિના તમે પોર્ટલ પર રિફંડ માટે દાવો કરી શકતા નથી.

ક્યાં સુધી મળશે પૈસા ?

નોંધનીય છે કે રિફંડ ક્લેમ કર્યા બાદ તમારી બધી માહિતીની ચકાસણી કરવામાં આવશે. સહારા સોસાયટી આ દાવાની પ્રક્રિયાને 30 દિવસમાં માન્ય કરશે. આ પછી અધિકૃત CRCS 15 દિવસની અંદર તેની પ્રક્રિયા કરશે અને આધાર સાથે જોડાયેલા બેન્ક ખાતામાં પૈસા ટ્રાન્સફર કરશે. આ સમગ્ર પ્રક્રિયામાં કુલ 45 દિવસનો સમય લાગી શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast:  રાજ્યમાં ભારે વરસાદનો વધુ એક રાઉન્ડ, જાણો કઇ તારીખ સુધી ક્યાં વરસશે ધોધમાર
Gujarat Rain Forecast: રાજ્યમાં ભારે વરસાદનો વધુ એક રાઉન્ડ, જાણો કઇ તારીખ સુધી ક્યાં વરસશે ધોધમાર
Gujarat Rain  Forecast: આગામી 24 કલાક આ જિલ્લામાં ભારે વરસાદનું અનુમાન, યલો એલર્ટ જાહેર
Gujarat Rain Forecast: આગામી 24 કલાક આ જિલ્લામાં ભારે વરસાદનું અનુમાન, યલો એલર્ટ જાહેર
Gujarat Rain: વરસાદી સિસ્ટમ મજબૂત બની, અનેક જિલ્લામાં અનરાધાર વરસાદ તૂટી પડશે 
Gujarat Rain: વરસાદી સિસ્ટમ મજબૂત બની, અનેક જિલ્લામાં અનરાધાર વરસાદ તૂટી પડશે 
Ahmedabad Rain: આગામી ત્રણ કલાક અમદાવાદ માટે ભારે, હવામાન વિભાગે આપ્યું રેડ એલર્ટ 
Ahmedabad Rain: આગામી ત્રણ કલાક અમદાવાદ માટે ભારે, હવામાન વિભાગે આપ્યું રેડ એલર્ટ 
Advertisement

વિડિઓઝ

PSI Transfer : પોલીસ બેડામાં મોટા ફેરબદલ,  ગુજરાતના 118 PSIની થઈ બદલી
Hun To Bolish: હું તો બોલીશ : દમણમાં પણ ગુજરાતીઓનો તોડ
Hun To Bolish: હું તો બોલીશ : હાઈવે પર હેરાનગતિ
Hun To Bolish: હું તો બોલીશ : ગુજરાતમાં ફિલ્મફેર
Surat Rain : સુરતના ઉમરપાડામાં 2 કલાકમાં 5 ઇંચ વરસાદ, વીરા નદી પરનો કોઝવે પાણીમાં ગરકાવ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast:  રાજ્યમાં ભારે વરસાદનો વધુ એક રાઉન્ડ, જાણો કઇ તારીખ સુધી ક્યાં વરસશે ધોધમાર
Gujarat Rain Forecast: રાજ્યમાં ભારે વરસાદનો વધુ એક રાઉન્ડ, જાણો કઇ તારીખ સુધી ક્યાં વરસશે ધોધમાર
Gujarat Rain  Forecast: આગામી 24 કલાક આ જિલ્લામાં ભારે વરસાદનું અનુમાન, યલો એલર્ટ જાહેર
Gujarat Rain Forecast: આગામી 24 કલાક આ જિલ્લામાં ભારે વરસાદનું અનુમાન, યલો એલર્ટ જાહેર
Gujarat Rain: વરસાદી સિસ્ટમ મજબૂત બની, અનેક જિલ્લામાં અનરાધાર વરસાદ તૂટી પડશે 
Gujarat Rain: વરસાદી સિસ્ટમ મજબૂત બની, અનેક જિલ્લામાં અનરાધાર વરસાદ તૂટી પડશે 
Ahmedabad Rain: આગામી ત્રણ કલાક અમદાવાદ માટે ભારે, હવામાન વિભાગે આપ્યું રેડ એલર્ટ 
Ahmedabad Rain: આગામી ત્રણ કલાક અમદાવાદ માટે ભારે, હવામાન વિભાગે આપ્યું રેડ એલર્ટ 
PSI Transfer : રાજ્યના 118 PSIની કરવામાં આવી બદલી, જાણો કોને ક્યાં મૂકાયા ?
PSI Transfer : રાજ્યના 118 PSIની કરવામાં આવી બદલી, જાણો કોને ક્યાં મૂકાયા ?
Gujart Rain: આજે મધ્ય-દક્ષિણ ગુજરાતમાં વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ આગાહી
Gujart Rain: આજે મધ્ય-દક્ષિણ ગુજરાતમાં વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ આગાહી
75 વર્ષે નિવૃત થઈ જવા પર RSS ચીફ મોહન ભાગવતનું મોટું નિવેદન, જાણો શું કહ્યું ?
75 વર્ષે નિવૃત થઈ જવા પર RSS ચીફ મોહન ભાગવતનું મોટું નિવેદન, જાણો શું કહ્યું ?
અશોક ગેહલોત કરતા ઘણા આગળ નિકળ્યા સચિન પાયલટ ? આ સર્વેના આંકડાએ ચોંકાવ્યા 
અશોક ગેહલોત કરતા ઘણા આગળ નિકળ્યા સચિન પાયલટ ? આ સર્વેના આંકડાએ ચોંકાવ્યા 
Embed widget