શોધખોળ કરો

Market Outlook: 22150 અંકને પાર કરી શકે છે નિફ્ટી50, આ સપ્તાહે બજાર પર જોવા મળશે આ વાતોની અસર

Market Outlook:  નિક શેરબજાર માટે છેલ્લું સપ્તાહ સારું રહ્યું હતું. સપ્તાહ દરમિયાન, બંને મુખ્ય સૂચકાંકો BSE સેન્સેક્સ અને NSE નિફ્ટીમાં 1 ટકાથી વધુનો વધારો નોંધાયો હતો. આ રીતે બજાર એક સપ્તાહ પહેલા કરેક્શનનો ભોગ બન્યા બાદ રિકવર કરવામાં સફળ રહ્યું છે.

Market Outlook: સ્થાનિક શેરબજાર માટે છેલ્લું સપ્તાહ સારું રહ્યું હતું. સપ્તાહ દરમિયાન, બંને મુખ્ય સૂચકાંકો BSE સેન્સેક્સ અને NSE નિફ્ટીમાં 1 ટકાથી વધુનો વધારો નોંધાયો હતો. આ રીતે બજાર એક સપ્તાહ પહેલા કરેક્શનનો ભોગ બન્યા બાદ રિકવર કરવામાં સફળ રહ્યું છે.

ગયા અઠવાડિયે બજારની આવી રહી ચાલ
શુક્રવાર, 16 ફેબ્રુઆરી, ગયા સપ્તાહના છેલ્લા દિવસે, સેન્સેક્સ 376.76 પોઈન્ટ (0.52 ટકા) મજબૂત થયો અને 72,426.64 પોઈન્ટ પર બંધ થયો. નિફ્ટી 129.95 પોઈન્ટ (0.59 ટકા)ના વધારા સાથે 22,040.70 પોઈન્ટ પર રહ્યો. સમગ્ર સપ્તાહ દરમિયાન સેન્સેક્સ 831.15 પોઈન્ટ અથવા 1.16 ટકા મજબૂત થયો હતો. નિફ્ટીમાં પણ 1.15 ટકાથી વધુનો વધારો નોંધાયો છે. તે પહેલાં, 9 ફેબ્રુઆરીએ પૂરા થયેલા સપ્તાહ દરમિયાન, સેન્સેક્સ 490.14 પોઈન્ટ અથવા 0.67 ટકા ઘટ્યો હતો, જ્યારે નિફ્ટી 50 ઈન્ડેક્સ 71.3 પોઈન્ટ અથવા 0.32 ટકા ઘટીને બંધ થયો હતો.

આ સેક્ટરે રેલીનું નેતૃત્વ કર્યું
છેલ્લા સપ્તાહ દરમિયાન બજારમાં વ્યાપક રેલી જોવા મળી હતી. મુખ્ય સૂચકાંકો ઉપરાંત મિડકેપ્સ પણ ઉછાળા સાથે બંધ થયા છે. BSE મિડકેપ ઈન્ડેક્સ લગભગ 1 ટકા વધ્યો છે. જ્યારે સ્મોલકેપ ઇન્ડેક્સ લગભગ સ્થિર રહ્યો હતો. સપ્તાહ દરમિયાન ઓટો, આઈટી, એનર્જી અને બેન્કિંગ સેક્ટરે બજારની આગેવાની લીધી હતી.

આવું રહ્યું રોકાણકારોનું વલણ 
નવા સપ્તાહની વાત કરીએ તો ઘણા પરિબળો બજારને અસર કરી શકે છે. આવતા અઠવાડિયે, 2 મેઇનબોર્ડ અને 3 SME IPO લોન્ચ થવા જઈ રહ્યા છે, જ્યારે 7 નવા શેર માર્કેટમાં લિસ્ટ થવા જઈ રહ્યા છે. કંપનીઓના ત્રિમાસિક પરિણામોની સિઝન ધીમી થવા લાગી છે કારણ કે મોટાભાગની કંપનીઓએ તેમના પરિણામો જાહેર કર્યા છે. રોકાણકારો FPIs પર પણ નજર રાખશે, જેઓ ગયા સપ્તાહે 5માંથી 3 સેશનમાં ખરીદદારો હતા. તેણે રૂ. 6000 કરોડથી વધુની ખરીદી કરી હતી. DII એ પણ રૂ. 8,700 કરોડની ખરીદી કરી હતી.

આ બાહ્ય પરિબળોની અસર થઈ શકે છે
સપ્તાહ દરમિયાન કેટલાક વિદેશી પરિબળો પણ બજારને અસર કરી શકે છે. અમેરિકામાં સેન્ટ્રલ બેંક ફેડરલ રિઝર્વની ઓપન માર્કેટ કમિટીની તાજેતરની બેઠકની મિનટ્સ બહાર પાડવામાં આવશે. નવા વર્ષની રજાઓ પછી, ચીન સહિત ઘણા એશિયન બજારો ફરી ખુલશે. ડૉલર, રૂપિયો અને ક્રૂડ ઓઈલના ભાવ શેરબજાર પર પણ અસર કરશે.

Disclaimer: અહીં આપેલી જાણકારી ફક્ત માહિતી માટે આપવામાં આવી રહી છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ એ બજારના જોખમોને આધીન છે. રોકાણકાર તરીકે, પૈસાનું રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો. ABPLive.com ક્યારેય કોઈને પણ પૈસાનું રોકાણ કરવાની સલાહ આપતું નથી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Rajkot Cold:  રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Rajkot Cold: રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
WTC: ગાબા ટેસ્ટ ડ્રો થાય તો પણ ટીમ ઈન્ડિયા રમી શકશે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ, આ છે સમીકરણ 
WTC: ગાબા ટેસ્ટ ડ્રો થાય તો પણ ટીમ ઈન્ડિયા રમી શકશે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ, આ છે સમીકરણ 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat Accident CCTV : સુરતમાં રોડની સાઇડમાં સાયકલ લઈ જતી વિદ્યાર્થિનીને ટ્રકે અડફેટે લેતા મોતPatan University Scuffle : NSUIના 5 કાર્યકરની અટકાયત,  Congress MLA કરીટ પટેલના ઘરે પહોંચી પોલીસMLA Chaitar Vasava Detain : ચૈતરે પોલીસને કેમ કહી દીધું, ‘કપડા લઈને આવ્યો છું, જેલમાં પૂરી દો’Vadodara News:  વડોદરામાં અસામાજિક તત્વોનો આતંક, માંજલપુરમાં ઝપાઝપીનો વીડિયો વાયરલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Rajkot Cold:  રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Rajkot Cold: રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
WTC: ગાબા ટેસ્ટ ડ્રો થાય તો પણ ટીમ ઈન્ડિયા રમી શકશે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ, આ છે સમીકરણ 
WTC: ગાબા ટેસ્ટ ડ્રો થાય તો પણ ટીમ ઈન્ડિયા રમી શકશે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ, આ છે સમીકરણ 
Vi એ આ શહેરોમાં લોન્ચ કરી 5G સર્વિસ, લિસ્ટમાં તમારુ શહેર પણ છે સામેલ ? 
Vi એ આ શહેરોમાં લોન્ચ કરી 5G સર્વિસ, લિસ્ટમાં તમારુ શહેર પણ છે સામેલ ? 
આજે શેરબજારમાં થયો મોટો ઘટાડો, સેન્સેક્સ 1,064 પોઈન્ટના કડાકા સાથે બંધ
આજે શેરબજારમાં થયો મોટો ઘટાડો, સેન્સેક્સ 1,064 પોઈન્ટના કડાકા સાથે બંધ
GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ
GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
Embed widget