Stock Market Closing: બે દિવસમાં રોકાણકારોની સંપત્તિમાં 2 લાખ કરોડનો વધારો, આજે પણ શાનદાર તેજી સાથે બંધ થયું શેરબજાર
Closing Bell: ભારતીય શેરબજારમાં સતત બીજા દિવસે તેજી જોવા મળી. આજે તમામ સેક્ટર લીલી નિશાનમાં બંધ થયા
Stock Market Closing, 18th January, 2023: ભારતીય શેરબજારમાં સતત બીજા દિવસે તેજી જોવા મળી. આજે તમામ સેક્ટર લીલી નિશાનમાં બંધ થયા. બે દિવસમાં સેન્સેક્સમાં 950થી વધુ પોઇન્ટનો ઉછાળો આવ્યો છે. બેંકિંગ અને આઈટી શેર્સમાં ખરીદીના કારણે આ તેજી જોવા મળી.
આજે કેટલો આવ્યો ઉછાળો
ભારતીય શેરબજારનો સૂચકાંક સેન્સેક્સ આજે 390.2 પોઇન્ટના વધારા સાથે 61,045.74 પર, નિફ્ટી 112.05 પોઇન્ટના વધારા સાથે 18,165.35 પોઇન્ટ પર બંધ રહ્યા. આજે રોકાણકારોની સંપત્તિ 282.68 લાખ કરોડ થઈ છે. મંગળવારના ઉછાળા બાદ માર્કેટ કેપ વધીને 281.93 લાખ કરોડ રૂપિયા થઈ હતી. જે સોમવારે 280.71 લાખ કરોડ રૂપિયા હતી.
સેક્ટરની સ્થિતિ
બેન્કિંગ, આઈટી, ફાર્મા, એફએમસીજી, મેટલ્સ, રિયલ એસ્ટેટ, ઈન્ફ્રા, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને હેલ્થકેર સેક્ટરમાં બજારમાં તેજી જોવા મળી હતી. જ્યારે ઓઈલ એન્ડ ગેસ, એનર્જી, સરકારી બેંક અને ઓટો સેક્ટરના શેરમાં વેચવાલી જોવા મળી હતી. જો કે મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં ખરીદારી જોવા મળી રહી છે. નિફ્ટીના 50 શેરોમાંથી 38 શેરો ઉછાળા સાથે જ્યારે 12 નુકસાન સાથે બંધ થયા હતા. જ્યારે સેન્સેક્સના 30 શેરોમાંથી 23 શેર ઉછાળા સાથે બંધ થયા હતા અને 7 શેરો ઘટ્યા હતા.