Services Industry: ખુશ ખબર!!! દુનિયા આખીમાં મંદી પણ ભારતમાં થશે નોકરીઓનો વરસાદ
વિશ્વના ઘણા દેશોમાં છટણીના તબક્કા વચ્ચે ભારતમાં મજબૂત બિઝનેસ સેન્ટિમેન્ટને કારણે સેવા ઉદ્યોગ સાથે સંકળાયેલી કંપનીઓ જબરદસ્ત હાયરિંગ કરવા જઈ રહી છે.
Hiring In Services Industry: છેલ્લા કેટલાક સમયથી ટ્વિટર, માઈક્રોસોફ્ટ સહિતની દિગ્ગજ કંપનીઓ તેના હજારો કર્મચારીઓને નોકરીમાંથી બહાર કરી રહી છે. જેને લઈને વૈશ્વિક મંદીના વર્તારા તરીકે જોવામાં આવી રહ્યું છે. લોકોમાં રોજગારીને લઈને ચિંતા બેઠી છે ત્યારે સર્વિસિંગ સેક્ટર માટે એક મોટી અને રાહતભર્યા સમાચાર આવ્યા છે. વર્ષ 2023માં દેશમાં સર્વિસ ઈન્ડસ્ટ્રીમાં નોકરી શોધી રહેલા લોકોને મોટી રાહત થશે. ભારતમાં નવા વર્ષે નોકરીઓનો વરસાદ થશે.
વિશ્વના ઘણા દેશોમાં છટણીના તબક્કા વચ્ચે ભારતમાં મજબૂત બિઝનેસ સેન્ટિમેન્ટને કારણે સેવા ઉદ્યોગ સાથે સંકળાયેલી કંપનીઓ જબરદસ્ત હાયરિંગ કરવા જઈ રહી છે. એક રિપોર્ટ અનુસાર સર્વિસ ઈન્ડસ્ટ્રીમાં 77 ટકા એમ્પ્લોયર્સ 2022-23ના ચોથા ક્વાર્ટરમાં જાન્યુઆરી અને માર્ચ વચ્ચે નવી ભરતી કરવાનું આયોજન કરી રહ્યા છે.
એચઆર ફર્મ ટીમલીઝના એમ્પ્લોયમેન્ટ આઉટલુક રિપોર્ટ અનુસાર ત્રીજા ક્વાર્ટરમાં પણ 73 ટકા એમ્પ્લોયર્સે આમ કહ્યું હતું. રિપોર્ટમાં 14 શહેરોમાં 14 પ્રકારના સેવા ઉદ્યોગોમાં 573 નાની, મધ્યમ અને મોટી કંપનીઓને આવરી લેવામાં આવી છે. આ ભરતી એન્ટ્રી, જુનિયર, મિડ અને સિનિયર તમામ સ્તરે હશે. આ સાથે આ ભરતી મેટ્રો, ટિયર-1, ટિયર-2 અને ટિયર-3 શહેરો તેમજ ગ્રામીણ વિસ્તારો માટે કરવામાં આવશે.
સેવાઓ અને ઉત્પાદન ક્ષેત્રે 68% નોકરીદાતાઓએ સકારાત્મક હાયરિંગ સેન્ટિમેન્ટ વ્યક્ત કર્યું છે. મુખ્ય બજારમાં ભારતીય સેવા ઉદ્યોગમાં 68 ટકા ભરતીનું આયોજન કરવામાં આવ્યું છે. આ સંખ્યા એશિયા પેસિફિકમાં 48 ટકા અને અમેરિકામાં 48 ટકા છે.
ભારતમાં ઈ-કોમર્સ એમ્પ્લોયર્સનો 98 ટકા હિસ્સો સર્વિસ સેક્ટરનો છે. જે પછી ટેલિકોમ્યુનિકેશન 94 ટકા, શૈક્ષણિક સેવાઓ 93 ટકા, નાણાકીય સેવાઓ 88 ટકા, રિટેલ 85 ટકા અને લોજિસ્ટિક્સ 81 ટકા છે.
રિપોર્ટ અનુસાર, 82 ટકા મોટી કંપનીઓ, 61 ટકા નાની કંપનીઓ અને 50 ટકા મધ્યમ કંપનીઓએ નોકરી પર રાખવાની તૈયારી દર્શાવી છે. ટીમલીઝ સર્વિસીસના ચીફ બિઝનેસ ઓફિસર મયુર તાડેએ જણાવ્યું હતું કે, વિશ્વના અન્ય દેશોમાં ભરતી અથવા છટણી પર સ્થિરતા છે, પરંતુ ભારતમાં સેન્ટિમેન્ટમાં સતત સુધારો જોવા મળી રહ્યો છે.
PIB Fact Check: કેન્દ્ર સરકાર દરેક પરિવારના એક સભ્યને નોકરી આપી રહી છે, જાણો વાયરલ મેસેજનું સત્ય
હાલ સોશિયલ મીડિયા પર સરકારી નોકરીઓને લઈને અનેક પ્રકારની માહિતી બહાર આવી રહી છે. આ દરમિયાન એક મેસેજે લોકોમાં ઉત્સુકતા વધારી દીધી છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે કેન્દ્ર સરકારની વન ફેમિલી વન જોબ સ્કીમ હેઠળ દરેક પરિવારના એક સભ્યને સરકારી નોકરી આપવામાં આવશે. આ માહિતી સાથે સંબંધિત એક YouTube વીડિયો #YouTube વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે કેન્દ્ર સરકારની "એક પરિવાર એક નોકરી યોજના" હેઠળ દરેક પરિવારના એક સભ્યને સરકારી નોકરી આપવામાં આવશે.