શોધખોળ કરો
Advertisement
રાજકોટઃ સિંગતેલ-કપાસિયાાના ભડકે બળતા ભાવથી મધ્યમ વર્ગની હાલત ખરાબ, જાણો ડબ્બાના ભાવ ક્યાં પહોંચ્યા ?
ચાલુ વર્ષે કમોસમી વરસાદને લઈ મગફળીના ઉત્પાદનમાં પણ ઘટાડો થતા ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે.
રાજકોટઃ તેલના ભાવમાં ભડકો યથાવત રહ્યો છે. કપાસિયા તેલનો ભાવ તો ઓલ ટાઈમ હાઈ બોલાયો છે તો કપાસમાં ગુલાબી ઈયળ આવતા ઉત્પાદનમાં ઘટાડો થવાથી અને ઓછા માલને લઈને ઓછુ પિલાણ થતા કપાસિયા તેલના ડબ્બાનો ભાવ 1790 રૂપિયા પર પહોંચી ગયો છે. કપાસિયા તેલના ભાવમાં છેલ્લા પાંચ દિવસમાં 30થી 40 રૂપિયાનો વધારો થયો છે.
તો બીજી બાજુ સિંગતેલના ડબ્બાનો ભાવ 2330થી 2350 રૂપિયા પર પહોંચી ગયો છે. ચાલુ વર્ષે કમોસમી વરસાદને લઈ મગફળીના ઉત્પાદનમાં પણ ઘટાડો થતા ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. તો સિંગતેલ અને સીંગદાણાની ચીનમાં માંગ વધતા ભાવમાં ભડકો થયો છે.
જ્યારે પામોલિન તેલના ભાવમાં 50થી 60 રૂપિયાનો વધારો થયો છે. આયાતી તેલના ભાવોમાં તેજીથી પામોલિન તેલના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement