1લી ઓગસ્ટથી બદલાઈ જશે આ 5 નિયમો, જાણો તમારા ખિસ્સા પર કેટલી અસર થશે
અન્ય બેંકના ગ્રાહકો એટીએમમાંથી ફ્રી મર્યાદા બાદ વધારે ટ્રાન્ઝેકશન કરવા પર ગ્રાહકો પાસેથી ફી લેવામાં આવે છે. તેને ઇન્ટરચેન્જ ફી કહે છ .
એક ઓગસ્ટથી દેશભરમાં અનેક ફેરફાર થવા જઈ રહ્યા છે. તેની સીધી અસર તમારા ખિસ્સા પર પડવાની છે. માટે જરૂરી છે કે આ ફેરફારની જાણકારી તમે પહેલા જ જાણી લો. 1લી ઓગસ્ટથી બેંકમાં લેવડ દેવડ રવિવાર અને રજાના દિવસે પણ થઈ શકશે. ઉપરાંત એટીએમમાંથી રૂપિયા ઉપાડવા પર વધારે ચાર્જ ચૂકવવો પડશે. આવો જાણીએ ક્યાં પાંચ ફેરફાર થવા જઈ રહ્યા છે.
બેંક હોલિડે અને રજાના દિવસે મળશે પગાર અને પેંશન
બેંક દ્વારા થનાર લેવડ દેવડ રવિવારે અને રજાના દિવસે પણ થઈ શકશે. RBIએ નેશનલ ઓટોમેટેડ ક્લિયટરિંગ હાઉસ (NACH) સિસ્ટમને સાતેય દિવસ ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે. એટલે કે હવે તમારો પગાર અને પેંશન શનિવાર અને રવિવાર એટલે વીકેન્ડ જવાની રાહ નહીં જોવી પડે. ઉપરાંત રજાના દિવસે પણ તમારો લોનનો હપ્તો હશે તો એ કપાશે. એટલે કે 1 ઓગસ્ટથી પગાલ, પેંશન અને ઈએમઆઈ પેમેન્ટ જેવા જરૂરી ટ્રાન્ઝેક્શન માટે હવે વર્કિંગ દિવસની રાહ નહીં જોવી પડે.
ICICI બેંકના ગ્રાહકોએ વધારે ચાર્જ ચૂકવવો પડશે
ICICI બેંક રૂપિયા ઉપાડવા, જમા કરવા અને ચેક બુકના ચાર્જ સહિત અનેક નિયમોમાં ફેરફાર કરવા જઈ રહી છે. તમે બેંકની બ્રાન્ચમાં ચેકથી માત્ર 4 વખત જ ફ્રીમાં લેવડ દેવડ કરી શકશો. તેનાથી વધારે વખત ટ્રાન્ઝેક્શન કરવા પર દર વખતે 150 રૂપિયા ચાર્જ ચૂકવવો પડશે.
ATM દ્વારા તમે 6 મેટ્રો શહેરમાં મહિનામાં 3 વખત જ ફ્રી ટ્રાન્ઝેક્શન કરી શકશો. ઉપરાંત અન્ય શહેરમાં 5 ફ્રી ટ્રાન્ઝેક્શન કરી શકાશે. તેનાથી વધારે ટ્રાન્ઝેક્શન કરવા પર મેટ્રો શહેરમાં 20 રૂપિયા અને અન્ય શહેરમાં 8.50 રૂપિયા પ્રતિ ટ્રાન્ઝેક્શન ચાર્જ ચૂકવવો પડશે.
ATMમાં રૂપિયા ઉપાડવા મોંઘા પડશે
1લી ઓગસ્ટથી ATMની ઇન્ટરચેન્જ ફી 15 રૂપિયાથી વધીને 17 રૂપિયા થઈ જશે. જ્યારે બિન નાણાંકીય ટ્રાન્ઝેક્શન પર ચાર્જ 5 રૂપિયાથી વધીને 6 રૂપિયા થઈ જશે. અન્ય બેંકના ગ્રાહકો એટીએમમાંથી ફ્રી મર્યાદા બાદ વધારે ટ્રાન્ઝેકશન કરવા પર ગ્રાહકો પાસેથી ફી લેવામાં આવે છે. તેને ઇન્ટરચેન્જ ફી કહે છ .
IPPBનું ડોર સ્ટેપ બેન્કિંગ માટે ચાર્જ આપવો પડશે
1 ઓગસ્ટથી ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંક (IPPB)ની ડોર સ્ટેપ બેન્કિંગ સુવિધા માટે ચાર્જ ચૂકવવો પડશે. IPPB અનુસાર હવે દરક વખતે ડોર સ્ટેપ બેન્કિંગ સુવિધા માટે 20 રૂપિયા પ્લસ જીએસટી આપવો પડશે. અત્યાર સુધી ડોર સ્ટેપ બેન્કિંગ માટે કોઈ ચાર્જ ચૂકવવો પડશે નહીં. ઉપરાંત ગ્રાહકોએ રૂપિયા ટ્રાન્સફર કરવા અને મોબાઈલ પેમેન્ટ વગેરે માટે 20 રૂપિયા પ્લસ જીએસટી આપવો પડશે. IPPBના ખાતા કે કોઈ અન્ય બેંકના ગ્રાહકના ખાતામાં રૂપિયા ટ્રાન્સફર કરવા માટે પણ ચાર્જ ચૂકવવો પડશે.
LPG સિલિન્ડરની કિંમતાં થઈ શકે છે ફેરફાર
દર મહિનાની પહેલી તારીખે કેન્દ્ર સરકાર LPG સિલિન્ડરની નવી કિંમતની જાહેરાત કરે છે. વિતેલા મહિને સરકારે 14.2 કિલોના ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમતમાં 25.50 રૂપિયાનો વધારો કર્યો હતો.