શોધખોળ કરો

Delhi Crime News: દિલ્લી લાલ કિલ્લા પાસે આવી નજીવી વાતમાં થઇ ફાયરિંગ, ત્રણ લોકો ઘાયલ

દિલ્હીમાં લાલ કિલ્લા પાસે રોડરેજને કારણે ચારથી પાંચ રાઉન્ડ ફાયરિંગ થયું હતું. આ ફાયરિંગમાં ત્રણ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. નજીવી ૂબાબતે ફાયરિંગ થયાનો ખુલાસો થયો છે

નવી દિલ્લી:દિલ્હીમાં લાલ કિલ્લા પાસે રોડરેજને કારણે ચારથી પાંચ રાઉન્ડ ફાયરિંગ થયું હતું. આ ફાયરિંગમાં ત્રણ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. આ ઘટના દિલ્હીના લાલ કિલ્લા પાસે અંગૂરી બાગ વિસ્તારમાં બની હતી, જ્યાં બે જૂથો વચ્ચેની લડાઈ બાદ ફાયરિંગ થયું હતું.

આ કેસ હતો

હકીકતમાં, મોહમ્મદ શાહિદ નામનો વ્યક્તિ અંગૂરી બાગ વિસ્તારમાંથી તેની પત્ની સાથે સ્કૂટી પર જઈ રહ્યો હતો, તે દરમિયાન રોંગ સાઇડથી આવી રહેલા સ્કૂટી સવારે તેની સ્કૂટીને ટક્કર મારી. જે બાદ બંને પક્ષો વચ્ચે ઝઘડો શરૂ થયો હતો. શાહિદનો આરોપ છે કે, સ્કૂટી ડ્રાઈવરે તેના કેટલાક સાથીઓને સ્થળ પર બોલાવ્યા અને ફાયરિંગ શરૂ કર્યું.

ત્રણ લોકો થયા ઘાયલ

શાહિદનો ભાઈ આબિદ પણ ઘટનાસ્થળે પહોંચી ગયો, ત્યારબાદ આરોપીઓએ લગભગ ચારથી પાંચ રાઉન્ડ ફાયરિંગ કર્યું, જેમાં તેના ભાઈ આબિદ સહિત બે રાહદારીઓને ગોળી વાગી. આ સમગ્ર ઘટનામાં ઘાયલ ત્રણમાંથી બે પીડિતોને એલએનજેપી હોસ્પિટલમાં અને એક પીડિતને ટ્રોમા સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા છે.

આરોપીને શોધવા પોલીસની કવાયત

આ ઘટનાની માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી. આ સાથે ઘટના અંગેના સીસીટીવી ફૂટેજની પણ તપાસ કરવામાં આવી રહી છે. પોલીસે આ મામલે એફઆઈઆર નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી છે અને વધુ તપાસ શરૂ કરી છે.

સગીર વયના પુત્રે પિતાની કરી  હત્યા

નસવાડીઃ  નજીવી બાબતે તકરાર થતાં સગીર વયના પુત્રે પિતાની કરપીણ હત્યા કરવાની ઘટના સામે આવી છે. છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં બની છે. પુત્રે જ પોતાના પિતાની હત્યા કરી છે. આ પરિવારમાં કુલ 10 જેટલા સભ્યો હતા. ખેતી અને મજૂરી કરીને ઘર ગુજરાન ચલાવતા હતા.  પરિજનોનું માનીએ તો આ પરિવારનો એક 15 વર્ષનો પુત્રને ગામની એક દુકાનમાં 40 રૂપિયા ચૂકવવાના બાકી હતા તે ચૂકવવા માટે પુત્રે ઘરમાંથી ખેતીમાં પાકેલ તુવેર વેચવા માટે લઈને જતા હતો.

દરમિયાન પિતાએ પુત્રને અટકાવયો, જેને લઇ 15 વર્ષનો પુત્ર આક્રોશમાં આવી પિતાને લોખંડની પરાઈથી પિતાના માથાના અને પીઠના ભાગમાં માર મારતા ઘટના સ્થળે જ પિતાનું મોત નિપજાવ્યું છે. ઘટનાને લઈ આરોપીના ના જ મોટાભાઈએ નસવાડી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા મારનાર કિશોર કાયદાના સંઘર્ષમાં આવ્યો છે.

પોલીસે જણાવ્યું હતું કે, ગઈ કાલે સગા પુત્રે પિતાની હત્યા કરી નાંખી હતી. તુવેર વેચવા બાબતે પિતાએ ટોકતાં ઉશ્કેરાયેલા પુત્રે લોખંડનો દસ્તો મારીને હત્યા કરી નાંખી હતી. આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
Embed widget