શોધખોળ કરો
Advertisement
કોરોનાગ્રસ્ત વ્યક્તિના સંપર્કમાં આવતાં રૂપાણી સરકારના કયા મંત્રી થયા હોમ ક્વોરેન્ટાઇન? જાણો વિગત
કેબિનેટ મંત્રી જવાહર ચાવડા પણ હોમ કવોરેન્ટાઇન થયા છે. જવાહર ચાવડાની સાથેની એક વ્યક્તિને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેઓ હોમ કવોરેન્ટાઇન થઈ ગયા છે.
ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. ત્યારે ભાજપ અને કોંગ્રેસના કેટલાય નેતાઓ કોરોનાની ચપેટમાં આવી રહ્યા છે. હવે કેબિનેટ મંત્રી જવાહર ચાવડા પણ હોમ કવોરેન્ટાઇન થયા છે. જવાહર ચાવડાની સાથેની એક વ્યક્તિને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેઓ હોમ કવોરેન્ટાઇન થઈ ગયા છે.
હોમ કવોરન્ટાઇન થતા કેબિનેટમાં પણ તેઓ ગેરહાજર રહ્યા હતા. ધર્મેન્દ્રસિંહ જાડેજા પણ કોરોનાની સારવારના કારણે ગેરહાજર રહ્યા હતા. નોંધનીય છે કે, રૂપાણી સરકારના બે મંત્રીઓ રમણ પાટકર અને ધર્મેન્દ્રસિંહ જાડેજા કોરોનાની ચપેટમાં આવી ચૂક્યા છે. જ્યારે ગુજરાત ભાજપના ચાર સાંસદો રમેશ ધડૂક, કિરીટ સોલંકી, રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજ તેમજ ગાંધીનગરના સાંસદ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પણ કોરોના થઈ ચૂક્યો છે.
આ સિવાય ભાજપ અને કોંગ્રેસના કેટલાય ધારાસભ્યો અને કોર્પોરેટરો પણ કોરોનાની ચપેટમાં આવી ચૂક્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
રાજકોટ
Advertisement