શોધખોળ કરો

Gandhinagar: PLI સ્કીમને લઈને મોટા સમાચાર,સોલાર પીવી સેક્ટરમાં ગુજરાતનો વાગ્યો ડંકો

ગાંધીનગર: દેશમાં સ્થાનિક સ્તરે મેન્યુફેક્ચરિંગને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે શરૂ કરવામાં આવેલી PLI (પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ) યોજના સંબંધિત એક રિસર્ચ રિપોર્ટમાં ઘણી મહત્વપૂર્ણ બાબતો પ્રકાશમાં આવી છે.

ગાંધીનગર: દેશમાં સ્થાનિક સ્તરે મેન્યુફેક્ચરિંગને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે શરૂ કરવામાં આવેલી PLI (પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ) યોજના સંબંધિત એક રિસર્ચ રિપોર્ટમાં ઘણી મહત્વપૂર્ણ બાબતો પ્રકાશમાં આવી છે. CRISIL માર્કેટ ઇન્ટેલિજન્સ એન્ડ એનાલિસિસ (MI&A) દ્વારા બહાર પાડવામાં આવેલા તાજેતરના એક અહેવાલ પ્રમાણે PLI (પ્રોડક્શન લિન્ક્ડ ઇન્સેન્ટિવ) યોજના હેઠળ ગુજરાત, તમિલનાડુ અને કર્ણાટક CAPEXના સૌથી મોટા હિસ્સેદાર હશે.

CRISIL એ પોતાના આ રિપોર્ટમાં 14 મુખ્ય ક્ષેત્રોમાંથી 9નું વિશ્લેષણ કર્યું છે. આ નવ મુખ્ય ક્ષેત્રોમાં ACC બેટરી, સોલાર પીવી, ટેક્સટાઈલ સેક્ટર, મોબાઈલ, ફૂડ પ્રોસેસિંગ, ટેલિકોમ્યુનિકેશન, ગુડ્સ, આઈટી હાર્ડવેર અને મેડિકલ ડિવાઈસ સેક્ટરનો સમાવેશ થાય છે. આ ક્ષેત્રોમાં PLI (પ્રોડક્શન લિન્ક્ડ ઇન્સેન્ટિવ) યોજના હેઠળ સમગ્ર દેશમાં ₹2.8 લાખ કરોડનું રોકાણ આકર્ષિત થવાનો અંદાજ છે.

ગુજરાત ભારતમાં અત્યારસુધીમાં થયેલા અંદાજિત PLI CAPEX ના 28% આકર્ષિત કરશે

CRISILના સંશોધન મુજબ, ભારતમાં અત્યારસુધીમાં થયેલા અંદાજિત PLI CAPEX ₹2.8 લાખ કરોડના 28% એટલે કે ₹36,000 કરોડથી વધુનું રોકાણ એકલા ગુજરાતમાં આકર્ષિત થવાનો અંદાજ છે. ગુજરાતમાં થનારા આ PLI રોકાણમાંથી ₹9,000 કરોડ એડવાન્સ્ડ કેમિસ્ટ્રી સેલ (ACC) બેટરી સેક્ટર, ₹24,000 કરોડ સોલર PV સેક્ટર, ₹3,000 કરોડ ટેક્સટાઈલ સેક્ટર અને ₹500 કરોડ ફૂડ પ્રોસેસિંગ સેક્ટરમાં વર્ગીકૃત કરવામાં આવ્યા છે.

જોકે, તમિલનાડુ આ કેટેગરીમાં પ્રથમ સ્થાને છે, જ્યાં કુલ PLI CAPEX ના એક તૃતીયાંશ એટલે કે ₹42,000 કરોડથી વધુ રોકાણ થવાનો અંદાજ છે. ગુજરાત 28% એટલે કે ₹36,000 કરોડથી વધુ અંદાજિત રોકાણ સાથે બીજા સ્થાને છે અને 11 ટકા એટલે કે ₹14,000 કરોડના અંદાજિત રોકાણ સાથે આ શ્રેણીમાં કર્ણાટક ત્રીજા સ્થાને છે. અન્ય તમામ ભારતીય રાજ્યો, એટલે કે કુલ 25 રાજ્યોની વાત કરવામાં આવે તો, આ રાજ્યોને આ 9 ક્ષેત્રોમાં PLI તરફથી ફક્ત 28 ટકા અથવા ₹36,000 કરોડનું અંદાજિત રોકાણ મળશે.

સોલાર પીવી ક્ષેત્રમાં અંદાજિત PLI CAPEXમાં ગુજરાતનો હિસ્સો 76% રહેવાનો અંદાજ 

દેશમાં સોલાર પીવી સેક્ટરમાં થયેલા અંદાજિત PLI CAPEXમાં ગુજરાતનો હિસ્સો 76% એટલે કે ₹24,000 કરોડથી વધુ રહેવાનો અંદાજ છે, જ્યારે બાકીના 24 ટકા આંધ્ર પ્રદેશને મળવાનો અંદાજ છે. આ નવ ક્ષેત્રોમાં, ACC બેટરીમાં રોકાણ ક્ષમતાનો અંદાજ સૌથી વધુ છે, જે ₹52,000 કરોડ છે. આ અંદાજિત રોકાણ ક્ષમતાનો સૌથી વધુ લાભ તમિલનાડુને થઈ શકે છે, જે 67 ટકા એટલે કે ₹35,000 કરોડ છે, જ્યારે ગુજરાત અને કર્ણાટકને ACC બેટરી સેક્ટરમાં 17 ટકા એટલે કે લગભગ ₹9,000 કરોડ મળવાનો અંદાજ છે. 

CRISIL MI&Aના ડાયરેક્ટર-રિસર્ચ હેતલ ગાંધીએ PLI યોજના પરના એમના રિસર્ચ રિપોર્ટમાં ગુજરાતના આંકડાઓ વિશે જણાવ્યું હતું કે, “અમારો અંદાજ છે કે ભારતમાં PLI યોજના અંતર્ગત CAPEX હાલમાં ₹2.8 લાખ કરોડ છે. તેમાંથી ₹1.4 લાખ કરોડ માટે લોકેશન પણ ફાઇનલ થઈ ચૂક્યા છે. તેમાંથી લગભગ 30% રોકાણ ગુજરાતમાં થવાની અપેક્ષા છે, અને ત્યારબાદ તમિલનાડુ અને કર્ણાટકમાં રોકાણ થવાની અપેક્ષા છે. મોટાભાગના PLI ક્ષેત્રોને વીજળીની વધુ આવશ્યકતા હશે, અને ગુજરાત છેલ્લા બે દાયકાઓથી એક એનર્જી સરપ્લસ રાજ્ય તરીકે પોતાની ઓળખ ધરાવે છે, એટલે ગુજરાત PLI ક્ષેત્રોના ઝડપી વિકાસમાં ખૂબ મદદરૂપ સાબિત થઈ શકે છે. આ ઉપરાંત, ઓછો વીજળી ખર્ચ, શ્રેષ્ઠ ઇન્ફ્રા લોજિસ્ટિક્સ અને ઝડપી મંજૂરી પ્રક્રિયા, વગેરે કેટલાક મુખ્ય કારણો છે જેના લીધે PLI ક્ષેત્રોના લીડર્સે ગુજરાતને પસંદ કરવાનો નિર્ણય કર્યો છે. CRISIL ના આ રિપોર્ટ મુજબ કેન્દ્રની PLI યોજના હેઠળ રોકાણ હાંસલ કરવામાં ગુજરાત દેશના બાકી રાજ્યોની તુલનામાં ઘણું આગળ નીકળી શકે છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

અમેરિકાએ TRFને જાહેર કર્યું આતંકવાદી સંગઠન, પહલગામ હુમલાની લીધી હતી જવાબદારી
અમેરિકાએ TRFને જાહેર કર્યું આતંકવાદી સંગઠન, પહલગામ હુમલાની લીધી હતી જવાબદારી
INd vs ENG 4th test: ટીમ ઈન્ડિયામાં એક સાથે રમશે ત્રણ વિકેટકીપર? માન્ચેસ્ટર ટેસ્ટમાં લેવાશે આવો નિર્ણય !
INd vs ENG 4th test: ટીમ ઈન્ડિયામાં એક સાથે રમશે ત્રણ વિકેટકીપર? માન્ચેસ્ટર ટેસ્ટમાં લેવાશે આવો નિર્ણય !
ભારતની તાકાતમાં થયો વધારો, પૃથ્વી-II અને અગ્નિ-I બેલેસ્ટિક મિસાઈલોનું સફળ પરીક્ષણ
ભારતની તાકાતમાં થયો વધારો, પૃથ્વી-II અને અગ્નિ-I બેલેસ્ટિક મિસાઈલોનું સફળ પરીક્ષણ
ગુજરાત કોંગ્રેસમાં મોટો ફેરફાર! અમિત ચાવડા ફરી પ્રમુખ, તુષાર ચૌધરીને નવી જવાબદારી
ગુજરાત કોંગ્રેસમાં મોટો ફેરફાર! અમિત ચાવડા ફરી પ્રમુખ, તુષાર ચૌધરીને નવી જવાબદારી
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સુકાની બદલાયા મળશે સફળતા?
Hun To Bolish : હું તો બોલીશ : ફૂડ કે પોઈઝન?
Hun To Bolish : હું તો બોલીશ : જીવનું જોખમ તમારૂ!
BIG News on Gujarat Congress: ગુજરાત કોંગ્રેસમાં મોટો ફેરફારઃ આ ઓબીસી નેતાને બનાવાયા પ્રમુખ
Ahmedabad Police: અમદાવાદમાં શાહીબાગ પોલીસ સ્ટેશનના PSI વિવાદમાં
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમેરિકાએ TRFને જાહેર કર્યું આતંકવાદી સંગઠન, પહલગામ હુમલાની લીધી હતી જવાબદારી
અમેરિકાએ TRFને જાહેર કર્યું આતંકવાદી સંગઠન, પહલગામ હુમલાની લીધી હતી જવાબદારી
INd vs ENG 4th test: ટીમ ઈન્ડિયામાં એક સાથે રમશે ત્રણ વિકેટકીપર? માન્ચેસ્ટર ટેસ્ટમાં લેવાશે આવો નિર્ણય !
INd vs ENG 4th test: ટીમ ઈન્ડિયામાં એક સાથે રમશે ત્રણ વિકેટકીપર? માન્ચેસ્ટર ટેસ્ટમાં લેવાશે આવો નિર્ણય !
ભારતની તાકાતમાં થયો વધારો, પૃથ્વી-II અને અગ્નિ-I બેલેસ્ટિક મિસાઈલોનું સફળ પરીક્ષણ
ભારતની તાકાતમાં થયો વધારો, પૃથ્વી-II અને અગ્નિ-I બેલેસ્ટિક મિસાઈલોનું સફળ પરીક્ષણ
ગુજરાત કોંગ્રેસમાં મોટો ફેરફાર! અમિત ચાવડા ફરી પ્રમુખ, તુષાર ચૌધરીને નવી જવાબદારી
ગુજરાત કોંગ્રેસમાં મોટો ફેરફાર! અમિત ચાવડા ફરી પ્રમુખ, તુષાર ચૌધરીને નવી જવાબદારી
Health Tips: દરરોજ પીવો મધ-તજનું પાણી,શરદી-ઉધરસ સહિત ઘણી સમસ્યાઓથી મળશે રાહત
Health Tips: દરરોજ પીવો મધ-તજનું પાણી,શરદી-ઉધરસ સહિત ઘણી સમસ્યાઓથી મળશે રાહત
'બીજા લગ્નમાં પણ પત્નીને મળશે ભરણ પોષણ, જવાબદારીથી બચી શકે નહીં પતિ'
'બીજા લગ્નમાં પણ પત્નીને મળશે ભરણ પોષણ, જવાબદારીથી બચી શકે નહીં પતિ'
અનિલ અંબાણીના આ શેરે રોકાણકારોને કરી દીધા માલામાલ, સ્ટોકમાં આવ્યો 5616 ટકાનો ઉછાળો
અનિલ અંબાણીના આ શેરે રોકાણકારોને કરી દીધા માલામાલ, સ્ટોકમાં આવ્યો 5616 ટકાનો ઉછાળો
સમોસા અને જલેબી કરતાં પેકેજ્ડ પ્રોસેસ્ડ ફૂડ કેટલા ખતરનાક? જાણીને ચોંકી ઉઠશો
સમોસા અને જલેબી કરતાં પેકેજ્ડ પ્રોસેસ્ડ ફૂડ કેટલા ખતરનાક? જાણીને ચોંકી ઉઠશો
Embed widget