Gandhinagar Municipal Elections : ગાંધીનગર મનપામાં 56 ટકા જેટલુ મતદાન, વૉર્ડ 7માં સૌથી વધુ 67 ટકા, 5 ઓક્ટોબરના પરિણામ
Gandhinagar Elections 2021: કોરોના કાળ પછી યોજાઈ રહેલી આ ચુંટણીમાં રાજકીય પક્ષો મતદારોને બહાર કાઢવામાં સફળ થાય છે કે નહીં તે પણ જોવું રહ્યુું.
LIVE
Background
Gandhinagar Municipal Corporation Elections LIVE: ગાંધીનગર મહાનગરપાલિકાની નવા સીમાંકન સાથે 11 વોર્ડની 44 બેઠકો માટે સવારે સાત વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે.ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી તેમજ અન્ય પક્ષ, અપક્ષો મળી 16ર જેટલા ઉમેદવારો ચૂંટણીજંગમાં ઉતર્યા છે ત્યારે ર.82 લાખ મતદારોના હાથમાં આ ઉમેદવારોનું ભાવી છે.
ગાંધીનગર મનપા માટે 57 ટકાથી વધુ મતદાન
ગાંધીનગર મનપા માટે 57 ટકાથી વધુ મતદાન થયું છે. વૉર્ડ 7માં સૌથી વધુ 67 ટકા તો વૉર્ડ 5માં સૌથી ઓછુ 36 ટકા મતદાન. 5 ઓક્ટોબરના પરિણામ આવશે.
મતદાન પૂર્ણ
ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી મતદાન શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયું હતું. પાંચ ઓક્ટોબરે મતગણતરી યોજાશે. ચૂંટણીમાં સરેરાશ 55 ટકા કરતા વધુ મતદાન થયું હોવાના સંકેત મળી રહ્યા છે.
આપ પાર્ટીએ નોંધાવી ફરિયાદ
ગાંધીનગરમાં વોર્ડ નંબર 9માં થયેલી માથાકૂટ અંગે AAPએ ફરિયાદ નોંધાવી છે. ભાજપ કાર્યકરોએ ટેબલ અને ખુરશીઓ ઉથલાવી દીધી હોવાનો આરોપ લગાવ્યો હતો.
મતદાન મથકની બહાર દારૂની બોટલ જોવા મળી
ગાંધીનગરના સેક્ટર 22 ના મતદાન મથકની બહાર દારૂની બોટલ જોવા મળી હતી. મતદાન મથકની બહાર પડેલી દારૂની બોટલ વિવાદનું કેન્દ્ર બની છે.
ગાંધીનગર સેક્ટર 22માં મતદાન મથક પર હોબાળો
ગાંધીનગરમાં સેક્ટર 22 માં પોદાર ઈન્ટરનેશનલ સ્કુલની બાજુના મતદાન મથક પર હોબાળો થયો હતો. આપ પાર્ટીએ આરોપ લગાવ્યો હતો કે અચાનક કેટલાક લોકો ગાડીમાં આવ્યા હતા અને ટેબલ ખુરશી લઇ તોડફોડ કરી હતી. બૂથ સેન્સેટિવ હોવા છતા પણ પોલીસનો કોઈ પૂરતો બંદોબસ્ત નહોતો. હાલ આપ પાર્ટી દ્વારા પોલીસને કોઈ લેખિત ફરિયાદ કે રજૂઆત કરવામાં આવી નથી.