શોધખોળ કરો
Advertisement
ગુજરાતમાં કોરોનાના કેસો વધતાં અમદાવાદ સહિત ચાર મોટાં શહેરોમાં શનિ-રવિ બે દિવસ માટે કરફ્યુ લદાશે ? નીતિન પટેલે શું કહ્યું ?
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સ્પષ્ટતા કરી છે કે, રાજ્યમાં હાલ વીકેન્ડ કરફ્યૂનો કોઈ પ્લાન નથી પરંતુ રાત્રી કરર્ફ્યૂ હાલ યથાવત રહશે.
ગાંધીનગર: ગુજરાતમાં કોરોના વાયરસના વધી રહેલા કેસોના કારણે લઈને અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં નાઈટ કરફ્યૂ લગાવવામાં આવ્યો છે. વિજય રૂપાણી સરકાર ગુજરાતનાં ચાર મોટાં શહેરોમાં વીક-એન્ડમાં એટલે ક શનિવાર અને રવિવાર એ બે દિવસો માટે કરફ્યુ લગાવવાની છે એવા મેસેજ સોશિયલ મીડિયા પર વહેતા થયા છે. આ અંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સ્પષ્ટતા કરી છે કે, રાજ્યમાં હાલ વીકેન્ડ કરફ્યૂનો કોઈ પ્લાન નથી પરંતુ રાત્રી કરર્ફ્યૂ હાલ યથાવત રહશે.
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે રાજ્યમાં વધારાનો કરર્ફ્યૂ લાદવવાની હાલ કોઈ વિચારણા નથી પરંતુ અમદાવાદ, વડદોરા, સુરત અને રાજકોટમાં નાઈટ કરફર્યૂ યથાવત રહેશે.
ગુજરાતનાં ચાર મહાનગરમાં હાલ રાત્રિ કરર્ફ્યૂ છે જેને યથાવત રાખવાનો નિર્ણય કરાયો છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પત્રકાર પરિષદ યોજીને જાહેરાત કરી હતી કે, રાજ્યમાં ગરીબો અને મધ્યમ વર્ગનું પણ વિચારવું પડે. નાના લોકોના ધંધાનું પણ વિચારવાનું હોય છે માટે આવી કોઇ અફવામાં તમારે ના આવવું જોઇએ.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
બિઝનેસ
ગુજરાત
ક્રિકેટ
Advertisement