શોધખોળ કરો

Govt Job : જૂનિયર ક્લાર્કની જગ્યામાં વધારો, હવે 4304ના બદલે આટલા પદો માટે થશે ભરતી

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે જૂનિયર ક્લાર્કની ભરતી માટેની જગ્યામાં વધારો કરવાની જાહેરાત કરી છે

Govt Job :  સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારો માટે મોટી રાહતના સમાચાર આવ્યા છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે જૂનિયર ક્લાર્કની ભરતી માટેની જગ્યામાં વધારો કરવાની જાહેરાત કરી છે. જૂનિયર ક્લાર્કની ભરતી માટે 898 જગ્યા વધારવામાં આવી હતી.  હવે કુલ 5,202 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. અગાઉ 4304 જગ્યા માટે ભરતી કરવામાં આવવાની હતી. આ ભરતી માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 31 જાન્યુઆરી છે.

આટલી જગ્યા પર થશે ભરતી

ગૌણ સેવા પસંદગી મંડળ જૂનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ, સિનિયર ક્લાર્ક, બિન સચિવાલય ક્લાર્ક સહિત અંદાજે 22 કેડર માટે 5202 જગ્યાઓ માટે ભરતી કરાશે.

31 જાન્યુઆરી સુધી ફોર્મ ભરી શકાશે

4 જાન્યુઆરીએ બપોરે 2:00 વાગ્યાથી ઓનલાઇન ફોર્મ ભરવાના શરૂ થયા હતા. ફોર્મ 31 જાન્યુઆરી સુધી રાત્રે 23:59 સુધી ભરી શકાશે. ઉમેદવારે ફોર્મ સાથે રૂ.500 પરીક્ષા ફી ભરવી પડશે. જોકે, પાસ થયેલા ઉમેદવારો મંડળ દ્વારા ફી પરત અપાશે.

ઉમેદવારે કોઈપણ એક પરીક્ષા ગ્રુપની પસંદગી કરવું પડશે. જેમાં બિન અનામત વર્ગ માટે 500 રૂપિયાની પરીક્ષા ફી રાખવામાં આવી છે. અને અન્ય ઉમેદવારોએ 400 રૂપિયા પરીક્ષા ફી ભરવી પડશે. આ પરીક્ષા ફી માત્ર ઓનલાઈન જ સ્વીકારવામાં આવશે.

ગ્રુપ A અને B માટે અલગ અલગ યાદી બનાવવામાં આવશે

CBRT પદ્ધતિથી ગ્રુપ-એ અને બી માટે પ્રિલીમ પરીક્ષા લેવામાં આવશે. પ્રિલીમ બાદ ગ્રુપ -એ અને બી માટે અલગ અલગ યાદી બનાવવામાં આવશે. અને આ ઉમેદવારને કેટેગરીવાઈઝ 7 ગણા મુખ્ય પરીક્ષા માટે લાયક ગણવામાં આવશે. વિવિધ પોસ્ટ માટે ભરતી બહાર પાડવામાં આવી છે. જેમાં ગ્રુપ Aમાં હેડ ક્લાર્ક, સિનિયર ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ માટેની ભરતીની જાહેરાત કરવામાં આવી છે. જ્યારે ગ્રુપ Bમાં જુનિયર ક્લાર્ક અને આસિસ્ટન્ટ/ આસિસ્ટન્ટ ડેપો મેનેજર પોસ્ટ માટેની ભરતીની જાહેરાત કરવામાં આવી છે.

નોંધનીય છે કે હાલમાં જ રાજ્ય સરકાર દ્વારા ભરતીની જાહેરાત કરવામાં આવી છે. ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આંકડા મદદનીશની ભરતી જાહેર કરવામાં આવી છે. જે મુજબ સંશોધન મદદનીશ વર્ગ 3 ની 99 અને આંકડા મદદનીશ વર્ગ 3 ની 89 પોસ્ટની ભરતી કરવામાં આવશે. આકંડા મદદનીશની કુલ 188 પોસ્ટ માટે ભરતી કરવામાં આવશે. જે માટે  2 જાન્યુઆરીથી ઓનલાઇન ફોર્મ ભરી શકાશે અને 16 મી જાન્યુઆરી સુધી ફોર્મ ભરી શકાશે. લાંબા સમયથી ઉમેદવારો બંને પરીક્ષાની રાહ જોઈ રહ્યા હતા.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Bhavnagar: ભાવનગરના સિહોર તાલુકાના ગામોમાં કરા સાથે વરસ્યો વરસાદ, પાકને નુકસાન થવાની ભીતી
Bhavnagar: ભાવનગરના સિહોર તાલુકાના ગામોમાં કરા સાથે વરસ્યો વરસાદ, પાકને નુકસાન થવાની ભીતી
કાળઝાળ ગરમી વચ્ચે વલસાડ જિલ્લાનાં વાતાવરણમાં પલટો, ભારે વરસાદને કારણે પતરાના શેડ ઉડ્યા
કાળઝાળ ગરમી વચ્ચે વલસાડ જિલ્લાનાં વાતાવરણમાં પલટો, ભારે વરસાદને કારણે પતરાના શેડ ઉડ્યા
CBSE Board 10th Result Declared: CBSE બોર્ડનું ધોરણ 10નું પરિણામ જાહેર, આ લિંક ક્લિક કરીને જોઇ શકશો
CBSE Board 10th Result Declared: CBSE બોર્ડનું ધોરણ 10નું પરિણામ જાહેર, આ લિંક ક્લિક કરીને જોઇ શકશો
મોંઘવારી વિરુદ્ધ POKમાં પ્રદર્શન યથાવત, એક પોલીસ અધિકારીનું મોત, 100 ઘાયલ
મોંઘવારી વિરુદ્ધ POKમાં પ્રદર્શન યથાવત, એક પોલીસ અધિકારીનું મોત, 100 ઘાયલ
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Surat: હિન્દુવાદી નેતા અને નુપૂર શર્માને ધમકી આપવાના કેસમાં મૌલાના બાદ વધુ એક આરોપીની  ધરપકડAmreli: જન્મ દિવસ નિમિત્તે ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીનું શક્તિ પ્રદર્શનWeather Update: ડાંગ જીલ્લાના વાતાવરણ આવ્યો પલટો, બરફના કરા સાથે વરસાદ વરસતા ખેડૂતોની ચિંતામાં વધારોWeather Update:  હવામાન વિભાગની આગાહીની લઈને દાહોદના જિલ્લામાં કમોસમી વરસાદી માવઠુ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bhavnagar: ભાવનગરના સિહોર તાલુકાના ગામોમાં કરા સાથે વરસ્યો વરસાદ, પાકને નુકસાન થવાની ભીતી
Bhavnagar: ભાવનગરના સિહોર તાલુકાના ગામોમાં કરા સાથે વરસ્યો વરસાદ, પાકને નુકસાન થવાની ભીતી
કાળઝાળ ગરમી વચ્ચે વલસાડ જિલ્લાનાં વાતાવરણમાં પલટો, ભારે વરસાદને કારણે પતરાના શેડ ઉડ્યા
કાળઝાળ ગરમી વચ્ચે વલસાડ જિલ્લાનાં વાતાવરણમાં પલટો, ભારે વરસાદને કારણે પતરાના શેડ ઉડ્યા
CBSE Board 10th Result Declared: CBSE બોર્ડનું ધોરણ 10નું પરિણામ જાહેર, આ લિંક ક્લિક કરીને જોઇ શકશો
CBSE Board 10th Result Declared: CBSE બોર્ડનું ધોરણ 10નું પરિણામ જાહેર, આ લિંક ક્લિક કરીને જોઇ શકશો
મોંઘવારી વિરુદ્ધ POKમાં પ્રદર્શન યથાવત, એક પોલીસ અધિકારીનું મોત, 100 ઘાયલ
મોંઘવારી વિરુદ્ધ POKમાં પ્રદર્શન યથાવત, એક પોલીસ અધિકારીનું મોત, 100 ઘાયલ
LRD, PSIની ભરતીમાં શારીરિક કસોટી અંગે હસમુખ પટેલે કરી મોટી જાહેરાત, જાણો ક્યારે લેવાશે પરીક્ષા
LRD, PSIની ભરતીમાં શારીરિક કસોટી અંગે હસમુખ પટેલે કરી મોટી જાહેરાત, જાણો ક્યારે લેવાશે પરીક્ષા
CBSE 12th Result 2024: સીબીએસઈ ધોરણ-12નું પરિણામ થયું જાહેર, 87.98 ટકા વિદ્યાર્થીઓ થયા પાસ
CBSE 12th Result 2024: સીબીએસઈ ધોરણ-12નું પરિણામ થયું જાહેર, 87.98 ટકા વિદ્યાર્થીઓ થયા પાસ
પાન કાર્ડને આધાર સાથે હજુ સુધી લિંક નથી કર્યું તો થઇ જાવ સાવધાન, થશે આ નુકસાન
પાન કાર્ડને આધાર સાથે હજુ સુધી લિંક નથી કર્યું તો થઇ જાવ સાવધાન, થશે આ નુકસાન
Stress Buster Foods: ડાયટમાં સામેલ કરો આ ફૂડ, તણાવમાં મળશે રાહત
Stress Buster Foods: ડાયટમાં સામેલ કરો આ ફૂડ, તણાવમાં મળશે રાહત
Embed widget