Gandhinagar: ગુજરાત ભાજપની કારોબારીમાં ભાગ લેવા આવતા હોદ્દેદારો હોટલ કે ફાર્મ હાઉસમાં નહીં રોકાઈ શકે, જાણો ક્યાં કરશે રાત્રિ રોકાણ
ગાંધીનગર: ગુજરાત ભાજપની કારોબારી અંગે મોટા સમાચાર સામે આવ્યા છે. કારોબારીની બેઠક અંગે ભાજપે મહત્વનો નિર્ણય લીધો છે. કારોબારી બેઠકમાં આવનાર આગેવાનોએ કાર્યકરોના ઘરે રોકાણ કરવાનું રહેશે.
ગાંધીનગર: ગુજરાત ભાજપની કારોબારી અંગે મોટા સમાચાર સામે આવ્યા છે. કારોબારીની બેઠક અંગે ભાજપે મહત્વનો નિર્ણય લીધો છે. કારોબારી બેઠકમાં આવનાર આગેવાનોએ કાર્યકરોના ઘરે રોકાણ કરવાનું રહેશે. કોઈ હોટલ, ફાર્મ હાઉસમાં રોકવાના બદલે કાર્યકરોના ઘરે રોકાવાનું નક્કી કરવામાં આવ્યું છે. કાર્યકરો સાથે આત્મીયતા વધે અને કાર્યકરોનું માનસન્માન વધે તે માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે. 700 હોદ્દેદારો ભાજપની કારોબારીમાં સામેલ થશે. તેમને જણાવી દઈએ કે, કારોબારીની બેઠ આગામી 23 અને 24મી જાન્યુઆરીએ સુરેન્દ્રનગર ખાતે યોજાશે.
ગુજરાતના આ શહેરમાં કેમ બનાવાઈ પીએમ મોદીની સોનાની મૂર્તિ ?
કઈંક નવું કરવા દેશભરમાં જાણીતા સુરતે આ વખતે કોઈએ વિચાર્યું પણ ન હોય તેવું કર્યુ છે. ડાયમંડ નગરી તરીકે ઓળખાતા સુરતમાં 156 ગ્રામ સોનામાંથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મૂર્તિ બનાવાઇ છે. ગુજરાતમાં 156 સીટ જીત બદલ આ મૂર્તિ બનાવવામાં આવી છે. મૂર્તિને બનાવવામાં 7 મહિના લાગ્યા છે. 15 થી 20 કારીગરોએ આ મૂર્તિ બનાવવા મહેનત કરી છે. આ મૂર્તિની અંદાજીત કિંમત રૂપિયા 11 લાખ છે. રાધિકા ચેન્સ કંપનીમાં મૂર્તિ બનાવવામાં આવી છે.
ગુજરાત વિધાનસભામાં શું આવ્યું પરિણામ
ડિસેમ્બર 2022માં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે 182માંથી રેકોર્ડ બ્રેક 156 સીટ જીતી હતી. ગુજરાતના ઈતિહાસમાં કોઈપણ રાજકીય પક્ષને આજદિન સુધી આટલી સીટ મળી નથી. કોંગ્રેસને 17, રાજ્યમાં પ્રથમ વખત વિધાનસભા ચૂંટણી લડતી આમ આદમી પાર્ટીને 5 અને અન્યને 4 બેઠક મળી હતી.
સ્કૂટી પર કપલે કર્યો રોમાંસ, લખનઉનો વીડિયો થયો વાયરલ
આધુનિક સમય સાથે, ઘણા લોકો ઝડપથી બદલાતા જોવા મળે છે. હાલમાં જ ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં આવું જ એક કપલ રોમેન્ટિક અંદાજમાં જોવા મળ્યું છે. જેને લઈને હાલમાં લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે. મોટાભાગના યુઝર્સનું કહેવું છે કે લખનઉમાં આવું કરવું બેદરકારી અને બેશરમીથી ઓછું નથી. લખનૌના હઝરતગંજનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. હઝરતગંજના એક વ્યસ્ત રોડ પર સ્કૂટી પર સવાર એક યુવક-યુવતી પોતાનો જીવ જોખમમાં મુકીને અશ્લીલ હરકતો કરતું જોવા મળ્યું હતું. વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ પોલીસ એક્શનમાં આવી ગઈ હતી વીડિયોમાં જોઈ શકાય છે કે એક કપલ ચાલતી સ્કૂટી પર એકબીજાને કિસ કરી રહ્યું છે. યુવતી યુવકના ખોળામાં બેઠી હતી. આ કેસમાં યુવકની ધરપકડ કરવામાં આવી છે.
મોટર વ્હીકલ એક્ટ અને અશ્લીલતા ફેલાવવાનો આરોપ
મોટર વ્હીકલ એક્ટ અને અશ્લીલતા ફેલાવવાના આરોપમાં યુવક વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. આ કપલનો વીડિયો તેમને ફોલો કરતા લોકોએ બનાવ્યો હતો અને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો. વીડિયો વાયરલ થયા બાદ પોલીસ એક્શનમાં આવી ગઈ હતી અને સીસીટીવી કેમેરાની મદદથી યુવકને શોધી કાઢવામાં સફળ રહી હતી. હઝરતગંજ ઈન્ટરસેક્શન પાસે એક યુવક અને યુવતી સ્કૂટી પર ટ્રાફિકના નિયમોનો ભંગ કરી રહ્યાં છે. સ્કૂટી ચલાવતા યુવકના ખોળામાં બેઠેલી યુવતી યુવકને કિસ કરતી જોવા મળે છે. મંગળવારે મોડી સાંજે વીડિયો વાયરલ થયા બાદ યુપી પોલીસના ટ્વિટર હેન્ડલ પરથી સ્કૂટી સવાર યુવકો સામે કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી.