GST Rates Hike: આજથી સામાન્ય જનતાને મોંઘવારીનો વધુ એક માર! GSTના દરમાં ફેરફાર, જાણો કઇ વસ્તુની વધી કિંમત ?
GST કાઉન્સિલે (GST Council) જીવન જરૂરિયાતની કેટલીક વસ્તુઓ પર ટેક્સ રેટ વધારવાનો નિર્ણય લીધો છે. જાણીએ કઇ વસ્તુ વધુ મોંઘી થઇ
GST Rates Hike: GST કાઉન્સિલે (GST Council) જીવન જરૂરિયાતની કેટલીક વસ્તુઓ પર ટેક્સ રેટ વધારવાનો નિર્ણય લીધો છે. જાણીએ કઇ વસ્તુ વધુ મોંઘી થઇ
આજથી સામાન્ય જનતા પર મોંઘવારીનો બોજ વધી ગયો છે. GST કાઉન્સિલની બેઠક બાદ સરકારે ઘણા ઉત્પાદનો અને સેવાઓ પર ટેક્સના દરમાં ફેરફાર કર્યો છે, જેના કારણે આજથી તમારે ઘણી વસ્તુઓ પર વધુ GST ચૂકવવો પડશે. જો GST કાઉન્સિલે જીવન જરૂરિયાતની ઉપયોગમાં લેવાતી ઘણી વસ્તુઓ પર ટેક્સ રેટ વધારવાનો નિર્ણય લીધો છે, તો તેણે ઘણી વસ્તુઓ માટે ઉપલબ્ધ GST છૂટને ખતમ કરવાનો નિર્ણય લીધો છે.
આજથી લાગૂ નવા રેટસ
પેકેટબંધ સામાન પર 18 ટકા જીએસટી
આજથી, પેકેજ્ડ અને લેવલ કરેલ ઉત્પાદનો પર 18 ટકાના દરે GST વસૂલવામાં આવશે. અગાઉ ફક્ત 5 ટકાના દરે ટેક્સ લાગતો હતો. આ સિવાય નાળિયેર પાણી પર 12 ટકા અને ફૂટવેરના કાચા માલ પર 12 ટકા જીએસટીના નવા દરો લાગુ થશે.
આ પ્રોડક્ટ પર લાગશે 5 ટકા જીએસટી
માછલી, દહીં, પનીર, લસ્સી, મધ, સૂકા મખાના, સૂકા સોયાબીન, વટાણા, ઘઉં અને અન્ય અનાજ અને પેક્ડ ફૂડ ચોખા જેવી પ્રોડક્ટ્સ પર હવે 5% GST લાગશે. તમને જણાવી દઈએ કે અત્યાર સુધી આ વસ્તુઓને GSTમાંથી મુક્તિ આપવામાં આવી હતી.
ક્યો સામાન રહેશે જીએસટી મુક્ત
એટલાસ સહિતના નકશા અને ચાર્ટ પર 12 ટકા શુલ્ક લાગશે. આ સિવાય અનપેક્ડ, લેબલ વગેરના અને બ્રાન્ડ વગરના સામાનને GSTમાંથી મુક્તિ મળશે.
હોટેલના રૂમ પર કેટલો લાગશે ટેક્સ
આ સિવાય 1000 રૂપિયા પ્રતિ દિવસથી ઓછી કિંમતની હોટેલ રૂમ પર 12 ટકા ટેક્સ લાગશે. આ સિવાય 5,000 રૂપિયા પ્રતિ દિવસ (ICU સિવાય) હોસ્પિટલના રૂમના ભાડા પર 5 ટકા GST વસૂલવામાં આવશે. સોલાર વોટર હીટર પર હવે 12 ટકા જીએસટી લાગશે જે અગાઉ 5 ટકા હતી.
અહીં સંપૂર્ણ યાદી કરો ચેક
આ સિવાય, 'પ્રિન્ટિંગ/ડ્રોઈંગ શાહી', તીક્ષ્ણ છરીઓ, કાગળ કાપવા માટેના છરીઓ અને 'પેન્સિલ શાર્પનર્સ', એલઈડી લેમ્પ્સ, ડ્રોઈંગ અને માર્કિંગ માટે વપરાતા ઉત્પાદનો પર 18 ટકાના દરે ટેક્સ લાગશે. સોલાર વોટર હીટર પર હવે 12 ટકા જીએસટી લાગશે જે અગાઉ પાંચ ટકા ટેક્સ હતો.રોડ, બ્રિજ, રેલ્વે, મેટ્રો, વેસ્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને સ્મશાનગૃહ માટેના વર્ક કોન્ટ્રાક્ટ પર હવે 18 ટકા જીએસટી લાગશે, જે અત્યાર સુધી 12 ટકા હતો. જો કે, રોપવે અને ચોક્કસ સર્જીકલ સાધનો દ્વારા માલસામાન અને મુસાફરોના પરિવહન પર ટેક્સનો દર ઘટાડીને પાંચ ટકા કરવામાં આવ્યો છે. અગાઉ તેમના પર 12 ટકા ટેક્સ લાગતો હતો. ઇંધણ ખર્ચ સહિત માલસામાનના પરિવહન માટે વપરાતા ટ્રક, વાહનો પર હવે 12 ટકા જીએસટી લાગશે જે હાલમાં 18 ટકા હતો.