(Source: ECI/ABP News/ABP Majha)
Student Molestation: વિદ્યાર્થિનીની છેડતીના મામલે પોલીસની તાબડતોબ કાર્યવાહી, ત્રણની ધરપકડ, હજું એક ફરાર
છોટાઉદેપુરમાં વિદ્યાર્થિનીની છેડતીના મામલે મુખ્ય 6 આરોપીમાંથી 5ની ધરપકડ થઇ ચૂકી છે. વિદ્યાર્થિનીની છેડતીના મામલે પોલીસે વધુ ત્રણ આરોપીની ધરપકડ કરી છે.
Student Molestation: છોટાઉદેપુરમાં વિદ્યાર્થિનીની છેડતીના મામલે મુખ્ય 6 આરોપીમાંથી 5ની ધરપકડ થઇ ચૂકી છે. વિદ્યાર્થિનીની છેડતીના મામલે પોલીસે વધુ ત્રણ આરોપીની ધરપકડ કરી છે.
છોટાઉદેપુરમાં વિદ્યાર્થિનીઓથી ભરેલી જીપમાં છેડતીની ઘટના બનતા વિદ્યાર્થિનીઓ ચાલુ જિપે નીચે કુદી ગઇ હતી અને વિદ્યાર્થિનીઓને ઇજા પણ પહોંચી હતી આ ઘટનાના બહુ ઘેરા પ્રત્યાધાત પડ્યાં છે. વાલીમાં પણ ખૂબ જ રોષ જોવા મળી રહ્યાં છો. આ મામલ પોલીસે 5 આરોપીની ધરપકડ કરી છે. જેમાં હજુ પણ એક ફરાર છે.
વિદ્યાર્થિનીની છેડતીના મામલે પોલીસે વધુ ત્રણ આરોપીની ધરપકડ કરી છે.સુરેશ કાળુ ભીલ, સુનિલ કોયાજી ભીલ, શૈલેષ રમેશ ભીલની અટકાયત કરવામાં આવી છે. અગાઉ સ્થળ પરથી અશ્વિન ભીલ અને ગઈકાલ અર્જુન ભીલ ઝડપાયો હતો. કુલ 6 આરોપીમાંથી પૈકી પાંચ આરોપીઓ પોલીસ ગિરફતમાં છે.
ઉલ્લેખનિય છે કે, છોટાઉદેપુરનું કોસીન્દ્રામાં મંગળવારના રોજ સ્કૂલમાંથી ઘરે પરત આવતી વખતે પીકઅપ વાનમાં જતી વિદ્યાર્થિનીઓની છેડતી થઇ હતી. વિદ્યાર્થીનીઓએ પીકઅપ વાનમાંથી કૂદીને પોતાને બચાવી હતી. પીક અપ વાનના ડ્રાઈવર અશ્વિન ભીલ બાદ બુધવારના સાંજના સંખેડા તાલુકાના વાસણા ગામના અર્જુન ભીલની પણ ધરપકડ કરાઇ હતી. પોલીસે માહિતીના આધારે અર્જુન ભીલની ભાવનગરના સિહોરથી ધરપકડ કરી હતી. હજુ આ કેસમાં કુલ પાંચ લોકોની ધરપકડ કરી છે.
નોંધનીય છે કે છોટાઉદેપુરમાં ચાલુ જીપમાં વિદ્યાર્થિનીઓની છેડતી કરવામાં આવતા તેમણે ચાલુ જીપમાંથી છલાંગ લગાવી હતી. જીપમાંથી છલાંગ મારતા બે બાળકીઓને ઈજા પહોંચી હોવાના સમાચાર સામે આવ્યા છે. વધુ ઈજાગ્રસ્ત હોવાથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જીપમાંથી કૂદીને છલાંગ લગાવનારી વિદ્યાર્થિનીઓ ઘાયલ થતાં સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. છેડતીની આ ઘટાનાને લઈ વાલીઓમાં પણ રોષ વ્યાપી ગયો હતો.