શોધખોળ કરો

Gujarat Election 2022: બાયડમાં ભાજપના આગેવાનો કોંગ્રેસમાં જોડાયા, કઈ વાતને લઈને ભાવુક થયા જગદીશ ઠાકોર

Gujarat Assembly Election 2022: પ્રથમ તબક્કાની બેઠકો પર પ્રચારના પડઘમ શાંત થયા બાદ બાદ બીજા તબક્કાની બેઠકો ઉપર પ્રચાર પુરજોશમાં ચાલી રહ્યો છે. બાયડ બેઠક પર જગદીશ ઠાકોરની સભાનું આયોજન કરવામાં આવ્યું.

Gujarat Assembly Election 2022: પ્રથમ તબક્કાની બેઠકો પર પ્રચારના પડઘમ શાંત થયા બાદ બાદ બીજા તબક્કાની બેઠકો ઉપર પ્રચાર પુરજોશમાં ચાલી રહ્યો છે. બાયડ વિધાનસભા બેઠક પર કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરની સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. બાયડ બેઠકના બોરડી ગામે વિજય વિશ્વાસ સંમેલનનું આયોજન કરાયું હતું. કોંગ્રેસના ઉમેદવાર મહેન્દ્રસિંહ વાઘેલા માટે કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે સભા ગજવી હતી.

બોરડી ગામ સહિત આસપાસના વિસ્તારના મોટી સંખ્યામાં લોકો સભામાં હાજર રહ્યા હતા. અગાઉ મહેન્દ્રસિંહ વાઘેલા બાયડ બેઠક પરથી ધારાસભ્ય રહી ચૂક્યા છે. વિજય વિશ્વાસ સંમેલનમાં ભાજપના કેટલાક આગેવાનો કોંગ્રેસમાં જોડાયા હતા. આ અવસરે મહેન્દ્રસિહ વાઘેલાએ કહ્યું કે, આ સરકાર ઉખેડીને ફેંકી દેવાની તૈયારી બાયડના લોકો કરી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. ગઈ ચૂંટણીમાં જેટલા મતોથી જીતાડ્યો હતો તેનાથી ડબલ મતોથી વિજેતા બનાવશો એવી અપેક્ષા છે. કોંગ્રેસને મત આપવા અપીલ કરું છું.

જગદીશ ઠાકોરે પણ બીજેપી પર પ્રહાર કર્યા

તો બીજી તરફ જગદીશ ઠાકોરે પણ બીજેપી પર પ્રહાર કર્યા હતા. છેલ્લા 27 વર્ષથી શાસનમાં રહેલી ભાજપ કોંગ્રેસના કાર્યકરોને ધમકાવે છે છતાં કોંગ્રેસ સાથે રહેલા કર્મનિષ્ઠ કાર્યકરોને નમન છે. 125 બેઠકો સાથે સરકારમાં કોંગ્રેસ આવશે વાતને કોઈ માનતું નહોતું. છેલ્લા 15 દિવસથી દેખાઈ રહ્યું છે. ભાજપના દિલ્હીના મુખ્યા સહિત મંત્રી મંડળ સાથે ગુજરાતમાં ધામા નાખવા પડ્યા છે. તેઓ ગભરાઈ ગયા છે. અમારી સરકારની પ્રથમ કેબિનેટ બેઠકમાં ખેડૂતોના 3 લાખ સુધીના દેવા માફીનો નિર્ણય લેવામાં આવશે. કોરોનામાં જીવ ગુમાવનારને 4 લાખ સહાય આપવામાં આવશે. અંગ્રેજી માધ્યમની 3 હજાર શાળાઓ ખોલવાનો કોંગ્રેસ વાયદો આપે છે. રાંધણ ગેસના બાટલાના ભાવ 500 રૂપિયાથી વધુ ભાવ કોંગ્રેસ નહિ થવા દે.

કોંગ્રેસના ઉમેદવારોને મળી રહેલા જન પ્રતિસાદને જોતા ભાજપના બાદશાહ અને વઝીરની ઊંઘ હરામ થઈ ગઈ છે. બાયડ વિધાનસભામાં સરકાર આવતાં પરીક્ષાની તૈયારી કરતા બાળકો માટે મેદાન, લાઇબ્રેરી, શિક્ષકોની વ્યવસ્થા કરવામાં આવશે.એમને જેટલા રોકશો એટલા જ લોકો 5 તારીખે ભુક્કા બોવવશે. બાયડના ભાઈ તરીકે ખોળો પાથરીને મત માટે ભીખ માંગુ છું. તમારો પ્રમુખ નહિ તમારા દીકરા તરીકે અહી આવ્યો છું. કોંગ્રેસ સરકાર લાવો 27 વર્ષની ભૂખ ભાંગી નાખીશું. ભાજપ સરકારના મૂળિયા ઉખાડી મીઠું ભભરાવવું છે. સરપંચની ચૂંટણીની જેમ કોંગ્રેસે આ વિધાનસભા ચૂંટણી લડવાની છે. જગદીશ ઠાકોર પણ કીધેલું ના કરે તો એના મૂળિયા પણ ઉખાડીને ફેંકી દેજો. બાયડ બેઠક 50 હજાર મતોથી મહેન્દ્રસિંહ જીતે છે પણ 90 ટકા મતદાન થવું જોઈએ.

જગદીશ ઠાકોર ભાવુક થયા

મે ક્યારેય વિચાર્યું નહોતું કે હું આ પદે હોઇશ. મારા માતા કંતાન બાંધીને કાલુપુરમાં મજૂરી કરતી હતી ત્યારે જ નિર્ણય કર્યો હતો. મારી માની પરિસ્થિતિ જોઈ નિર્ણય કર્યો હતો સામાન્ય લોકો માટે કોઈ પદ પર આવીને કામ કરીશ. આ વખતે કોંગ્રેસની સરકાર લાવીને જોઈ લો કામ કરીશ.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
Rain: વલસાડમાં ભારે વરસાદથી લોકોના ઘરમાં ઘૂસ્યા પાણી, પાણીમાં રહેવા મજબૂર લોકો
Rain: વલસાડમાં ભારે વરસાદથી લોકોના ઘરમાં ઘૂસ્યા પાણી, પાણીમાં રહેવા મજબૂર લોકો
વિશ્વભરમાં દર વર્ષે 26 લાખ લોકોના મૃત્યુનું કારણ બની રહ્યું છે દારૂ, આખરે તેની લત કેવી રીતે લાગે છે?
વિશ્વભરમાં દર વર્ષે 26 લાખ લોકોના મૃત્યુનું કારણ બની રહ્યું છે દારૂ, આખરે તેની લત કેવી રીતે લાગે છે?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Junagadh Rain Data | જૂનાગઢમાં આભ ફાટ્યું, 10થી 15 ઇંચ વરસાદ ખાબકતાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીGhed Flood Ground Report | ઘેડમાં જળપ્રલય | બાલાગામથી કેશોદ જતો રસ્તો બંધRajkot Game Zone Fire Case | સાગઠિયાની કાળી કમાણીનો પર્દાફાશ | 15 કિલો સોનું, 5 કરોડ રોકડા મળ્યાSurat Flood Drone Video | સુરતની ખાડીમાં આવ્યું પૂર | આખુંં બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
Rain: વલસાડમાં ભારે વરસાદથી લોકોના ઘરમાં ઘૂસ્યા પાણી, પાણીમાં રહેવા મજબૂર લોકો
Rain: વલસાડમાં ભારે વરસાદથી લોકોના ઘરમાં ઘૂસ્યા પાણી, પાણીમાં રહેવા મજબૂર લોકો
વિશ્વભરમાં દર વર્ષે 26 લાખ લોકોના મૃત્યુનું કારણ બની રહ્યું છે દારૂ, આખરે તેની લત કેવી રીતે લાગે છે?
વિશ્વભરમાં દર વર્ષે 26 લાખ લોકોના મૃત્યુનું કારણ બની રહ્યું છે દારૂ, આખરે તેની લત કેવી રીતે લાગે છે?
T20 World Cup 2024: બાર્બાડોસની પીચની માટી ખાવાના નિર્ણય પર રોહિત શર્માએ તોડ્યું મૌન, જાણો શું કહ્યું?
T20 World Cup 2024: બાર્બાડોસની પીચની માટી ખાવાના નિર્ણય પર રોહિત શર્માએ તોડ્યું મૌન, જાણો શું કહ્યું?
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Embed widget