(Source: ECI/ABP News/ABP Majha)
ભારતીય સેનામાં ફરજ બજાવતા ખંભાળિયાના યુવાન થયા શહિદ
દ્વારકા: ખંભાળિયાના વતની અને ભારતીય સેનામાં ફરજ બજાવતા સતવારા હરેશભાઈ હડીયલ શહિદ થયા છે. ફરજ દરમિયાન જબલપુર ખાતે બેઈન હેમરેજ થતા તેઓ શહિદ થયા છે. જેને લઈને સમગ્ર સતવારા સમાજમાં શોકનો માહોલ છવાયો છે.
દ્વારકા: ખંભાળિયાના વતની અને ભારતીય સેનામાં ફરજ બજાવતા સતવારા હરેશભાઈ સવજીભાઈ હડીયલ શહિદ થયા છે. ફરજ દરમિયાન જબલપુર ખાતે બેઈન હેમરેજ થતા તેઓ શહિદ થયા છે. જેને લઈને સમગ્ર સતવારા સમાજમાં શોકનો માહોલ છવાયો છે. આજે સવારે ખંભાળિયા ખાતે શહીદ યુવાનની તિરંગા સાથે નિકળેલી અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. ભીની આંખોએ બધા લોકોએ શહીદ જવાનને અંતિમ વિદાઈ આપી હતી. મૃતકના ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
ગુજરાતમાં બેરોજગારીએ માજા મુકી! 3400 તલાટીની જગ્યા માટે 17 લાખ ફોર્મ ભરાયા
અમદાવાદ: રાજ્યમાં બેરોજગારીનો આંકડો ચિંતાજનક સ્થિતિએ પહોંચ્યો છે. જેનો જીવતો જાગતો દાખલો છે તલાટીની ભરતીમાં ભરવામાં આવેલે ફોર્મ. તલાટી મંત્રીની 3 હજાર 400 જગ્યા સામે 17 લાખ ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. જે એ વાતની સાબિતી આપે છે કે ગુજરાતમાં કેટલી હદે બેરોજગારી વધી ગઈ છે. સરકારી જગ્યા માટે નિયમિત ભરતી ન થતાં આંકડો ચિંતાજનક સ્થિતિએ પહોંચ્યો છે. તલાટીની એક જગ્યા માટે 500 ફોર્મ ભરાયા છે. 3400 જગ્યા માટે 17 લાખ ફોર્મ ભરાયા છે. ગુજરાતમાં તલાટીની નોકરી મેળવવા જાણે કે શિક્ષિત બેરોજગારોનું ઘોડાપુર ઉમટ્યું છે. નોંધનીય છે કે, રાજ્યમાં શિક્ષિત બેરોજગારોની સમસ્યા સતત વધતી જાય છે. સરકારી નોકરી મેળવવા માટે યુવાનોમાં જાણે કે હોડ જામી છે. ગુજરાત સરકારે રાજ્યમાં ફરીથી તલાટીની ભરતીની જાહેરાત બહાર પાડી છે. જેના પગલે ખૂબ મોટી સંખ્યામાં યુવકોએ ઉમેદવારી નોંધાવી છે.
તલાટીની એક જગ્યા માટે 500 ઉમેદવારો વચ્ચે સ્પર્ધા
રાજ્યભરમાંથી અધધધ કહી શકાય એટલાં 17 લાખ જેટલા ફોર્મ ભરાયા છે. આ આંકડાઓ રાજ્યમાં બેરોજગારીની વાસ્તવિકતા દર્શાવે છે અને યુવાનોને પૂરતી રોજગારી મળી રહે છે એવાં સરકારના પોકળ દાવાને પણ ખુલ્લા પાડી રહી છે. તલાટીની એક જગ્યા માટે 500 ઉમેદવારો વચ્ચે સ્પર્ધા જામશે. એ પરથી અંદાજ મેળવી શકાય છે કે, ગુજરાતમાં બેકારીનું પ્રમાણ કેટલી હદે પહોંચ્યું છે.