શોધખોળ કરો

Accident: પહેલા જ નોરતે રાજ્યમાં બે ગમખ્વાર અકસ્માત, 50થી વધુ લોકોને પહોંચી ઇજા, જાણો

રાજ્યમાં ગઇકાલથી પવિત્ર તહેવાર નવરાત્રિની શરૂઆત થઇ ચૂકી છે, એકબાજુ નવરાત્રિની ધૂમ છે તો બીજીબાજુ રાજ્યમાં ગમખ્વાર અકસ્માતના સમાચાર સામે આવ્યા છે

Accident News in Gujarat: રાજ્યમાં ગઇકાલથી પવિત્ર તહેવાર નવરાત્રિની શરૂઆત થઇ ચૂકી છે, એકબાજુ નવરાત્રિની ધૂમ છે તો બીજીબાજુ રાજ્યમાં ગમખ્વાર અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં બે ઠેકાણે બે અકસ્માતમાં 50થી વધુ લોકોને નાની મોટી ઇજાઓ પહોંચી છે. એક અકસ્માત સુરેન્દ્રનગર જિલ્લામાં થયો છે, તો બીજો અકસ્માત પાટણ જિલ્લામાં સર્જાયો છે. 

સુરેન્દ્રનગરમાં એસટી બસ પલટી - 
સુરેન્દ્રનગર જિલ્લામાં ગઇકાલે પ્રથમ નોરતે બસનો ભયંકર અકસ્માત સર્જાયાની ઘટના ઘટી છે. ગઇ મોડી રાત્રે લખતર તાલુકાના વણા ગામ પાસે આ ઘટના સર્જાઇ હતી, અહીં દિયોદર-જૂનાગઢ રૂટની એસ. ટી. બસના ચાલકે સ્ટેયરિંગ પરનો કાબુ ગુમાવતા બસ પલટી ખાઇ ગઈ હતી, જેમાં બસમાં સવાર 40 મુસાફરોને નાની-મોટી ઇજા પહોંચી હતી. આ અકસ્માતમાં બે લોકોને ગંભીર ઈજા થયા હતા જેઓને અમદાવાદ અને રાજકોટની હૉસ્પીટલમાં રીફર કરવામાં આવ્યા હતા. જેમાં બસ કન્ડકટરને રાજકોટની હૉસ્પીટલમાં ખસેડાયો હતો, અને ઈજાગ્રસ્ત મુસાફરોને નજીકની હૉસ્પીટલમાં સારવાર માટે ખસેડવામા આવ્યા હતા. 

પાટણમાં સ્લિપર કૉચ બસે પલટી મારી 
રાજ્યમાં બીજી ઘટના પાટણ જિલ્લામાં ઘટી હતી, ગઇકાલે નવરાત્રિના પ્રથમ દિવસે જ મોડી રાત્રે પાટણ જિલ્લામાંથી આ ઘટના સામે આવી હતી, અહીં જિલ્લાના સાંતલપુરના સીધાડા ગામે ખેડબ્રહ્માથી ગાંધીધામ જતી સ્લિપર કૉચ બસને મોડી રાત્રે અકસ્માત નડ્યો હતો. સ્લિપર કૉચ બસે રૉડની સાઈડમાં મારી હતી, જેમાં ST બસમાં સવાર 50 મુસાફરોમાંથી 10 મુસાફરોને નાની મોટી ઇજાઓ પહોંચી હતી. જોકે, સદનસીબે કોઇને મોટી જાનહાનિ પહોંચી ન હતી.

ગુજરાત રાજસ્થાન બોર્ડર પાસે સર્જાયો ગોજારો અકસ્માત

ગુજરાત રાજસ્થાન બોર્ડર પાસે ગોજારો અકસ્માત સર્જાયો છે. રતનપુર પાસેની રાજસ્થાનની હદમાં આ અકસ્માત સર્જાયો છે.  ક્રુઝરજીપ ટ્રક સાથે અથડાઈ પલ્ટી મારી જતા આઠ લોકોના મોત થયા છે. મુસાફર ભરેલી ક્રુઝર ગાડીની બ્રેક ફેઈલ થઇ આગળ જતા ટ્રક સાથે અથડાઈ હતી.

ઈજાગ્રસ્તોને બીછીવાડાની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા

આ અકસ્માત ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને સારવાર માટે અમદાવાદ ખસેડાયા છે. ઘટનાની જાણ થતા રાજસ્થાન પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને બચાવ કામગીરી હાથ ધરી છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર ગુજરાત અને રાજસ્થાન બોર્ડર પર રતનપુર ચેકપોસ્ટ પાસે અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતમાં મળતી માહિતી પ્રમાણે 8 લોકોના મોત થયા છે. જીપ અને ટ્રક વચ્ ગોજારો અકસ્માત સર્જાયો હતો અને જેમાં જીપ પલટી ખાઈ જતા ઉપર ટ્રક ફરી વળી હતી. જેને લઈ જીપમાં સવાર કેટલાક મુસાફરો ઘટના સ્થળે જ મોતને ભેટ્યા હચા. આ અંગે સ્થાનિક ડુંગરપુર પોલીસે જણાવ્યું કે, 8 લોકોના મોત નિપજ્યા છે અને અન્ય વધુ ગંભીર  રીતે ઈજાગ્રસ્તોને બીછીવાડાની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. 

અકસ્માતની જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. ઘટના ગુજરાત સરહદથી માત્ર કેટલાક મીટરના અંતરે સર્જાઈ હતી. સ્થાનિક ગુજરાત પોલીસના જવાનો પણ અકસ્માત સ્થળે પહોંચી ગયા હતા અને ઘાયલોને સારવાર માટે મોકલવામાં મદદ કરી હતી. જીપની બ્રેકમાં ટેક્નિકલ ખામી સર્જાતા આગળ જઈ રહેલી ટ્રક પાછળ જીપ ઘૂસી જતાં આ ગોઝારો અકસ્માત સર્જાયો હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. 8 કે 10 મુસાફરોની ક્ષમતા સામે જીપમાં 19 લોકો બેઠા હતા તેવી પણ માહિતી સામે આવી છે. હાલમાં રીતે ગંભીર ઘાયલોને બીછીવાડાની સરકારી હોસ્પિટલ તથા શામળાજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

મળત માહિતી પ્રમાણે આજે બપોરે અઢી વાગ્યાની આસપાસ ટ્રક અને ક્રૂઝર જીપ વચ્ચે અકસ્માત થયો હતો. 19 મજૂરોને ભરીને ક્રૂઝર આગળ જઇ રહી હતી ત્યારે ટ્રક સાથે અકસ્માત સર્જયો હચો.બનાવની જાણ થતાં સ્થાનિકો આવી પહોંચ્યા હતા અને જીપમા સવાર લોકોને બહાર કાઢવા પ્રયાસો હાથ ધર્યા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast:  રાજ્યમાં ભારે વરસાદનો વધુ એક રાઉન્ડ, જાણો કઇ તારીખ સુધી ક્યાં વરસશે ધોધમાર
Gujarat Rain Forecast: રાજ્યમાં ભારે વરસાદનો વધુ એક રાઉન્ડ, જાણો કઇ તારીખ સુધી ક્યાં વરસશે ધોધમાર
Gujarat Rain  Forecast: આગામી 24 કલાક આ જિલ્લામાં ભારે વરસાદનું અનુમાન, યલો એલર્ટ જાહેર
Gujarat Rain Forecast: આગામી 24 કલાક આ જિલ્લામાં ભારે વરસાદનું અનુમાન, યલો એલર્ટ જાહેર
Gujarat Rain: વરસાદી સિસ્ટમ મજબૂત બની, અનેક જિલ્લામાં અનરાધાર વરસાદ તૂટી પડશે 
Gujarat Rain: વરસાદી સિસ્ટમ મજબૂત બની, અનેક જિલ્લામાં અનરાધાર વરસાદ તૂટી પડશે 
Ahmedabad Rain: આગામી ત્રણ કલાક અમદાવાદ માટે ભારે, હવામાન વિભાગે આપ્યું રેડ એલર્ટ 
Ahmedabad Rain: આગામી ત્રણ કલાક અમદાવાદ માટે ભારે, હવામાન વિભાગે આપ્યું રેડ એલર્ટ 
Advertisement

વિડિઓઝ

PSI Transfer : પોલીસ બેડામાં મોટા ફેરબદલ,  ગુજરાતના 118 PSIની થઈ બદલી
Hun To Bolish: હું તો બોલીશ : દમણમાં પણ ગુજરાતીઓનો તોડ
Hun To Bolish: હું તો બોલીશ : હાઈવે પર હેરાનગતિ
Hun To Bolish: હું તો બોલીશ : ગુજરાતમાં ફિલ્મફેર
Surat Rain : સુરતના ઉમરપાડામાં 2 કલાકમાં 5 ઇંચ વરસાદ, વીરા નદી પરનો કોઝવે પાણીમાં ગરકાવ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast:  રાજ્યમાં ભારે વરસાદનો વધુ એક રાઉન્ડ, જાણો કઇ તારીખ સુધી ક્યાં વરસશે ધોધમાર
Gujarat Rain Forecast: રાજ્યમાં ભારે વરસાદનો વધુ એક રાઉન્ડ, જાણો કઇ તારીખ સુધી ક્યાં વરસશે ધોધમાર
Gujarat Rain  Forecast: આગામી 24 કલાક આ જિલ્લામાં ભારે વરસાદનું અનુમાન, યલો એલર્ટ જાહેર
Gujarat Rain Forecast: આગામી 24 કલાક આ જિલ્લામાં ભારે વરસાદનું અનુમાન, યલો એલર્ટ જાહેર
Gujarat Rain: વરસાદી સિસ્ટમ મજબૂત બની, અનેક જિલ્લામાં અનરાધાર વરસાદ તૂટી પડશે 
Gujarat Rain: વરસાદી સિસ્ટમ મજબૂત બની, અનેક જિલ્લામાં અનરાધાર વરસાદ તૂટી પડશે 
Ahmedabad Rain: આગામી ત્રણ કલાક અમદાવાદ માટે ભારે, હવામાન વિભાગે આપ્યું રેડ એલર્ટ 
Ahmedabad Rain: આગામી ત્રણ કલાક અમદાવાદ માટે ભારે, હવામાન વિભાગે આપ્યું રેડ એલર્ટ 
PSI Transfer : રાજ્યના 118 PSIની કરવામાં આવી બદલી, જાણો કોને ક્યાં મૂકાયા ?
PSI Transfer : રાજ્યના 118 PSIની કરવામાં આવી બદલી, જાણો કોને ક્યાં મૂકાયા ?
Gujart Rain: આજે મધ્ય-દક્ષિણ ગુજરાતમાં વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ આગાહી
Gujart Rain: આજે મધ્ય-દક્ષિણ ગુજરાતમાં વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ આગાહી
75 વર્ષે નિવૃત થઈ જવા પર RSS ચીફ મોહન ભાગવતનું મોટું નિવેદન, જાણો શું કહ્યું ?
75 વર્ષે નિવૃત થઈ જવા પર RSS ચીફ મોહન ભાગવતનું મોટું નિવેદન, જાણો શું કહ્યું ?
અશોક ગેહલોત કરતા ઘણા આગળ નિકળ્યા સચિન પાયલટ ? આ સર્વેના આંકડાએ ચોંકાવ્યા 
અશોક ગેહલોત કરતા ઘણા આગળ નિકળ્યા સચિન પાયલટ ? આ સર્વેના આંકડાએ ચોંકાવ્યા 
Embed widget