વડોદરા, સુરત બાદ હવે ગુજરાતના આ શહેરમાંથી ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ કેસ મળી આવતા ખળભળાટ
દર્દીના સંપર્કમાં આવેલા ૯ લોકોને આરોગ્ય વિભાગના ઓબ્ઝર્વેશન હેઠળ મૂકવામાં આવ્યા છે.
રાજ્યમાં હવે વડોદરા, સુરત બાદ જામનગરમાંથી પણ ડેલ્ટા પ્લસ વેરિઅન્ટનો કેસ મળી આવ્યો છે. જામનગરમાં ૬૦ વર્ષીય મહિલામાં ડેલ્ટા પ્લસના લક્ષણો જોવા મળ્યા છે. આ મહિલાના સંપર્કમાં આવેલા ૯ લોકોને આરોગ્ય વિભાગના ઓબ્ઝર્વેશન હેઠળ મૂકવામાં આવ્યા છે.
જામનગરના હિંમતનગર વિસ્તારમાં રહેતા ૬૦ વર્ષીય વૃદ્ધાને કોરોનાનો થયો હતો. આ પછી તેમને સારવાર હેઠળ હોસ્પિટલમાં ખડેસવામાં આવ્યાં હતા. જેમાં કોરોનાની સારવાર કરી રહેલા તબીબોએ મહિલા વૃદ્ધાના જીનોસિસ ના સેમ્પલ લીધા હતા અને આઇસીએમઆર માન્ય લેબમાં સેમ્પલને તપાસ માટે મોકલાયા હતા. જેમાં વૃદ્ધાને ડેલ્ટા પ્લસ વાયરસ ના લક્ષણો જોવા મળ્યા હતા.
મહત્વનું છે કે રાજ્યમાં એપ્રિલ માસ દરમિયાન સુરત ખાતે અને ત્યારબાદ વડોદરા ખાતે ડેલ્ટા પ્લસનો કેસ જોવા મળ્યો હતો. જોકે, ગુજરાતમાં રહેલા ડેલ્ટા પ્લસના દર્દીઓ ને યોગ્ય સારવાર આપ્યા બાદ તેમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયા હતા અને સાથો સાથ આરોગ્ય વિભાગે આ બને દર્દીની સર્પક માં આવેલ ૧૭ લોકો નું જીનોસિસની તપાસ કરી હતી. પરંતુ તે ૧૭ લોકોના શરીરમાં ડેલ્ટા પલ્સ નાલક્ષણો જોવા ન મળતા રાજય સરકાર નું આરોગ્ય વિભાગે રાહત નો શ્વાસ લીધો હતો.
ગુજરાતમાં કોરોના કેસ
રાજ્યમાં ગઈકાલે કોરોનાના 93 કેસ નોંધાયા છે જ્યારે 2 વ્યક્તિનાં મૃત્યુ થયા છે. રાજ્યમાં ગઈકાલે 326 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. હાલ રાજ્યમાં એક્ટિવ કેસની (Active Cases) સંખ્યા 3230 છે. જે પૈકી 11 દર્દી વેન્ટીલેટર પર છે. રાજ્યમાં એક દિવસમાં 326 દર્દીઓ સ્વસ્થ થયા હતા. રાજ્યમાં અત્યાર સુધીમાં આરોગ્ય વિભાગના સઘન પ્રયાસોના લીધે 8,10,147 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.
ક્યાં કેટલા નોંધાયા કેસ
અમદાવાદ કોર્પોરેશનમાં 20 કેસ, વડોદરા કોર્પોરેશનમાં 8 કેસ, સુરત કોર્પોરેશનમાં 18 કેસ, રાજકોટ કોર્પોરેશનમાં 7 કેસ, સુરતમાં 4 અને વડોદરામાં 7 કેસ, નવસારીમાં 3 અને બનાસકાંઠામાં 3 કેસ, આણંદમાં 3, ગાંધીનગર કોર્પોરેશનમાં 1 કેસ, ગીર સોમનાથમાં 1 કેસ, જામનગર કોર્પોરેશનમાં 2 કેસ, જુનાગઢમાં 3 તથા, સુરેન્દ્રનગરમાં 1 કેસ, અમરેલીમા 4 કેસ નોંધાયા છે. જામનગરમાં બે કેસ, ભરૂચમાં ત્રણ નોંધાયા હતા. તે સિવાય દેવભૂમિ દ્ધારકા, કચ્છ, રાજકોટ, સુરેન્દ્રનગરમાં એક-એક કેસ નોંધાયા હતા. તે સિવાય 21 જિલ્લાઓમાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નહોતો. તે સિવાય અમદાવાદ કોર્પોરેશન, અને તાપીમાં એક-એક દર્દીના કોરોનાથી નિધન થયા હતા.
આ જિલ્લામાં ન નોંધાયા એક પણ કેસ
અમદાવાદ, આણંદ, ભાવનગર, અરવલ્લી, ભાવનગર કોર્પોરેશન, બોટાદ, છોટા ઉદેપુર, દાહોદ, ડાંગ, ગાંધીનગર, કચ્છ, મહેસાણા, જૂનાગઢ કોર્પોરેશન,ખેડા, મહિસાગર, મોરબી, પંચમહાલ, પાટણ,સાબરકાંઠા, વલસાડ, નર્મદા, પોરબંદર, તાપી જિલ્લામાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નહોતો.