PM મોદીના આત્મનિર્ભર ભારતના મિશનને ગતિ આપશે MSME & Startups Forum-Bharat સંસ્થા
પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશમાં રોજ રોજગારના નવા અવસર પેદા થઇ રહ્યા છે. તેમાં MSME અને સ્ટાર્ટ-અપનો ફાળો મોટો છે.
પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશમાં રોજ રોજગારના નવા અવસર પેદા થઇ રહ્યા છે. તેમાં MSME અને સ્ટાર્ટ-અપનો ફાળો મોટો છે. હવે PM મોદીના આત્મનિર્ભર ભારતના આ મિશનમાં એક બિન સરકારી સંસ્થા પણ જોડાઇ છે. તેનું નામ છે MSME & Startups Forum-Bharat. રોજગારીના સર્જનમાં મહત્ત્વની ભૂમિકા ભજવનારી આ સંસ્થાનું વડું મથક આવેલું છે પ્રધાન મંત્રીના સંસદીય વિસ્તાર યૂપીના વારાણસીમાં. તેના સ્થાપક છે ડૉ. મનોજકુમાર શાહ અને ચીફ પેટ્રોન છે ડૉ. વિજય ચૌથાઇવાલે. MSME & Startups Forum-Bharatના રાષ્ટ્રીય મહામંત્રી એટલે કે નેશનલ જનરલ સેક્રેટરી પદની જવાબદારી સોંપવામાં આવી છે મૂળ ગુજરાતના અમિત પરીખને.
MSME & Startups Forum-Bharatની સ્થાપના ગત વર્ષે કોરોના કાળમાં જ થઇ. દેશના દરેક રાજ્યોમાંથી મોટી સંખ્યામાં વિવિધ ક્ષેત્રોના અગ્રણીઓ આ સંસ્થામાં મોટી સંખ્યામાં જોડાયા છે અને જોડાઈ રહ્યા છે. આ સંસ્થાના ઉદ્દેશ્ય વિશે અમિત પરીખે કહે છે, ''MSME & Startups Forum-Bharat દેશનું એકમાત્ર એવું ફોરમ છે કે જે MSMEને મજબૂત કરવા ઉપરાંત સ્ટાર્ટ-અપના કોન્સેપ્ટને નવી ઊંચાઇએ લઈ જવા એક સાથે કામ કરશે. દેશભરના MSME સાથે સંકળાયેલા ઉદ્યોગકારો અને નવા આઈડિયા સાથે ઉદ્યોગસાહસિક બનવા થનગની રહેલા યુવાનોને મોટું પ્લેટફોર્મ પુરું પાડશે. સંસ્થાના તજજ્ઞોની ટીમ શિક્ષણ, કૌશલ્ય, માર્ગદર્શન અને તાલીમ મારફત યુવાનો અને મહિલાઓના સશક્તિકરણનું કાર્ય કરશે.''
મૂળ એગ્રો એંડ ફૂડ ઇંડસ્ટ્રીના વ્યવસાય સાથે સંકળાયેલા ઈંટરનેશનલ ટ્રેડ એડવાઇઝર અમિત પરીખ GCCI, ICC, AMA સહિત વિવિધ સંસ્થાઓમાં વિવિધ પદો પર સેવા આપી રહ્યા છે. અમિત પરીખનું મિશન દેશની MSME અને સ્ટાર્ટ-અપ કંપનીઓની પ્રોડક્ટ અને સર્વિસિસને વિદેશમાં એક્પોર્ટ કરવા માટે પ્રોત્સાહન આપવાનું છે. તેઓ માને છે કે દેશના યુવાધન પાસે ખૂબ ક્ષમતા છે. એમાંય મોદી સરકારની નીતિથી જો યુવાનો નવા વિચારો સાથે સ્ટાર્ટ-અપ શરૂ કરે અને MSMEનો યોગ્ય સપોર્ટ મળે તો પ્રધાન મંત્રીનું પાંચ ટ્રિલિયન ઇકોનોમિનું સપનું ઝડપથી સકાર થઇ શકે છે.