શોધખોળ કરો

Aravalli Uttarayan: ઉત્તરાયણ નિમિત્તે અરવલ્લીમાં 19 જેટલી 108 એમ્બ્લૂયન્સને તૈયાર રખાઇ, 70થી વધુ કર્મચારીઓ રહેશે ખડેપગે

ઉત્તરાયણના પર્વને લઇને ગુજરાતીઓ ઉત્સાહિત છે, પરંતુ ઘણીવાર આ ઉત્સાહનો તહેવાર માતમાં પણ છવાઇ જાય છે. ખાસ કરીને આ દિવસે કેટલાય પ્રકારની જાનહાનિની ઘટના સામે આવે છે

Aravalli Uttarayan News: ઉત્તરાયણના પર્વને લઇને ગુજરાતીઓ ઉત્સાહિત છે, પરંતુ ઘણીવાર આ ઉત્સાહનો તહેવાર માતમાં પણ છવાઇ જાય છે. ખાસ કરીને આ દિવસે કેટલાય પ્રકારની જાનહાનિની ઘટના સામે આવે છે, હવે અરવલ્લી જિલ્લામાં આ ઘટનાઓને ધ્યાનમાં રાખીને પહેલાથી જ ઇમર્જન્સી સર્વિસને એલર્ટ મૉડમાં રાખવામાં આવી છે, જિલ્લામાં ઉત્તરાયણના દિવસે અનહોની ઘટનાઓને પહોંચી વળવા માટે 19 જેટલી એમ્બ્લૂયન્સે તૈયાર રાખવામાં આવી છે, એટલુ જ નહીં કોઇપણ જાતની ઇમર્જન્સી સર્વિસ માટે 70થી વધુ કર્મચારીઓ પણ આ દિવસે ખડેપગે રહેશે. 

મળતી માહિતી પ્રમાણે, અરવલ્લી જિલ્લામાં ઉત્તરાયણના પર્વને ધ્યાનમાં રાખીને જિલ્લામાં ઠેર ઠેર ઇમર્જન્સી સર્વિસને એલર્ટ મૉડ પર રાખવામાં આવી છે, હાલમા સમાચાર મળી રહ્યાં છે કે, અરવલ્લી જિલ્લામાં ઉત્તરાયણ દિવસે 16 જેટલી 108 એમ્બ્યૂલન્સ તૈયાર રહેશે, આની સાથે સાથે ઇમર્જન્સીને પહોંચી વળવા માટે 70થી વધુ કર્મચારીઓ તૈનાત રહેશે. ઉત્તરાયણના દિવસે અકસ્માત, અગાસી પરથી પડી જવું, દોડીથી કપાઈ જવું વગેરે જેવી ઘટનાઓ મોટા પ્રમાણમાં બનતી હોય છે, આ તમામ લોકેને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે આ ઇમર્જન્સી સર્વિસને એલર્ટ રાખવામાં આવી છે. ઉત્તરાયણના દિવસે 57 ટકા જેટલા કેશોમાં વધારો થાય છે, આ પ્રકારની સંભાવના 108 સર્વિસ પહેલાથી જ વ્યક્ત કરી છે. જો કોઇપણ અનહોની ઘટના ઘટે તો 108 એમ્બ્યૂલન્સની સેવાનો લાભ લેવા માટે લોકોને કરી અપીલ પણ કરવામાં આવી છે. 

ઉત્તરાયણનાં દિવસે કેવો રહેશે પવન, કેટલી હશે ગતિ; હવામાન વિભાગે કરી આગાહી

ઉત્તરાયણને બે દિવસ બાકી છે ત્યારે હવામાન વિભાગે પવનન લઈને આગાહી કરી છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 5 દિવસ સુધી તાપમામ સૂકું રહેશે. જ્યારે નલિયામાં 6.4 , અમદાવાદ 16.5 અને ગાંધીનગર 13.4 તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગ અનુસાર બે દિવસ બાદ તાપમાનમાં ઘટાડો થશે અને ઠંડીમાં વધારો થશે. જ્યારે પતંગરસીકો માટે હવામાન વિભાગે સારા સમાચાર આપ્યા છે. હવામાન વિભાગ અનુસાર આગામી 14 જાન્યુઆરીના દિવસે પવનદેવ મહેરબાન રહેશે. એ દિવસે ઉત્તર ઉત્તર -પૂર્વ તરફનાં પવન ફૂંકાશે. જ્યારે પવનની ગતિ 15 થી 20 કિમી પ્રતિ કલાકની રહેશે. પવનની દિશા ઉત્તરથી પૂર્વ તરફની રહેશે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી

અંબાલાલાના અનુમાન મુજબ મકરસંક્રાતિના સમયે પવનની ગતિ સારી રહેશે. પતંગ રસિયા માટે સારા સમાચાર છે કે, 10થી12 કિ.મી પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાઈ શકે છે. પંતગ રસિકો વર્ષભર ઉત્તરાયણની પ્રતિક્ષા કરતા હોય છે. પતંગબાજી ત્યારે જ શક્ય બને છે જ્યારે પવનની ગતિ અનુકૂળ હોય ત્યારે આ અવસરે હવામાન નિષ્ણાંત અંબાલાલે પવનની ગતિને લઇને મહત્વની આગાહી કરી છે, પતંગ રસિકો માટે સારા સમાચાર છે. હવામાન નિષ્ણાત અંબાલાલના અનુમાન મુજબ આગામી 14 અને 15 જાન્યુઆરી એટલે મકરસંક્રાતિ અને વાસી ઉતરાણમાં પવનની ગતિ સારી રહેશે. મકરસંક્રાતિના અવસરે 10થી12 કિ.મી પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાઈ શકે છે.વાસી ઉત્તરાયણના દિવસે પવનની ગતિમાં થોડા ઘટાજો થઇ શકે છે. 

તો બીજી તરફ મકરસંક્રાતિના અવસરને લઇને શહેરીજનોની સુવિધા માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. મકરસંક્રાતિના તહેવારને લઇને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. શહેરીજનોની સુવિધા માટે મેટ્રો  ટ્રેન વધુ દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે 14 અને 15 જાન્યુઆરીએ દર 20 મિનિટના અંતરાલમાં મેટ્રો ટ્રેન દોડશે. અમદાવાદમાં મકરસંક્રાતિનું ધૂમધામથી ઉજવાય છે, આ અવસરે શહેરીજનોની સુવિધા માટે મેટ્રો ટ્રેન  સર્વિસ પણ વધારી દેવાઇ છે.  14 અને 15 જાન્યુઆરીએ એમ બે દિવસ 20 મિનિટના અતરાલમાં મેટ્રો  દોડશે.આગામી ઉત્તરાયણ પર્વને ધ્યાનમાં રાખી અમદાવાદ મેટ્રો દ્વારા મુસાફરોની સેવામાં નિર્ણય લેવામાં આવ્યો છે. તારીખ 14-01-2024 અને 15-01-2024ના રોજ અમદાવાદ મેટ્રો ફેઝ-1ના બંને કોરિડોર (વસ્ત્રાલ ગામથી થલતેજ અને APMCથી મોટેરા)માં મેટ્રો ટ્રેન સેવાઓ સવારે 6.20 કલાકથી રાત્રિના 10 વાગ્યા સુધી દર 20 મિનિટના અંતર ઉપલબ્ધ રહેશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, મયંક યાદવની સરપ્રાઇઝ એન્ટ્રી
IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, મયંક યાદવની સરપ્રાઇઝ એન્ટ્રી
Weather Forecast: ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં કેવું રહેશે હવામાન, જાણો શું છે આગાહી
Weather Forecast: ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં કેવું રહેશે હવામાન, જાણો શું છે આગાહી
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
Bhavnagar : ભાવનગર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, મહુવામાં પાંચ ઇંચ વરસાદ
Bhavnagar : ભાવનગર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, મહુવામાં પાંચ ઇંચ વરસાદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | આખી રાત વાગશે ઢોલ!Hun To Bolish | હું તો બોલીશ | યાત્રાધામમાં સાફ-સફાઈRajkot Rain Update | રાજકોટ જિલ્લાના ગ્રામ્યમાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ વરસ્યોGir Somnath VIDEO: ઉનામાં 3 સિંહ સામે ભારે પડ્યો શ્વાન, વીડિયો સોશલ મીડિયામાં થયો વાયરલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, મયંક યાદવની સરપ્રાઇઝ એન્ટ્રી
IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, મયંક યાદવની સરપ્રાઇઝ એન્ટ્રી
Weather Forecast: ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં કેવું રહેશે હવામાન, જાણો શું છે આગાહી
Weather Forecast: ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં કેવું રહેશે હવામાન, જાણો શું છે આગાહી
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
Bhavnagar : ભાવનગર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, મહુવામાં પાંચ ઇંચ વરસાદ
Bhavnagar : ભાવનગર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, મહુવામાં પાંચ ઇંચ વરસાદ
Women's T20WC 2024 Warm-Up: મહિલા ટી-20 વર્લ્ડકપ 2024ની તમામ તૈયારીઓ પૂર્ણ, જાણો સંપૂર્ણ કાર્યક્રમ?
Women's T20WC 2024 Warm-Up: મહિલા ટી-20 વર્લ્ડકપ 2024ની તમામ તૈયારીઓ પૂર્ણ, જાણો સંપૂર્ણ કાર્યક્રમ?
Sabarkantha Rain: હિંમતનગર, તલોદ અને પ્રાંતિજમાં મેઘરાજા મન મૂકી વરસ્યા 
Sabarkantha Rain: હિંમતનગર, તલોદ અને પ્રાંતિજમાં મેઘરાજા મન મૂકી વરસ્યા 
Dwarka: દ્વારકાના બરડીયા નજીક બે કાર અને બસ વચ્ચે અકસ્માત, સાતનાં મોતની આશંકા
Dwarka: દ્વારકાના બરડીયા નજીક બે કાર અને બસ વચ્ચે અકસ્માત, સાતનાં મોતની આશંકા
Rajkot Rain: રાજકોટ જિલ્લામાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ 
Rajkot Rain: રાજકોટ જિલ્લામાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ 
Embed widget