શોધખોળ કરો

Coronavirus: દિલ્હીમાં સાર્વજનિક જગ્યા પર છઠ પૂજાના આયોજન પર પ્રતિબંધ, 15 નવેમ્બર સુધી નિયમ લાગુ

DDMA એ લોકોને ઘરમાં પૂજા કરવાની અપીલ કરી છે. આ સાથે જ તહેવારોની સિઝનમાં મેળા, ખાદ્ય પદાર્થો, ઝૂલા, રેલીઓ, સરઘસ વગેરેને પણ મંજૂરી આપવામાં આવશે નહીં.

નવી દિલ્હી: રાજધાની દિલ્હીમાં કોરોના વાયરસ રોગચાળાને ધ્યાનમાં રાખીને જાહેર સ્થળોએ છઠ પૂજા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. DDMA એ આ સંબંધિત ઔપચારિક આદેશ જારી કર્યો છે. આદેશમાં જાહેર સ્થળો, મેદાન, મંદિરો અને ઘાટ પર છઠ પૂજાના આયોજન પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.

DDMA એ લોકોને ઘરમાં પૂજા કરવાની અપીલ કરી છે. આ સાથે જ તહેવારોની સિઝનમાં મેળા, ખાદ્ય પદાર્થો, ઝૂલા, રેલીઓ, સરઘસ વગેરેને પણ મંજૂરી આપવામાં આવશે નહીં. DDMA નો આ આદેશ 15 નવેમ્બર સુધી અમલમાં રહેશે.

કેજરીવાલ સરકાર જોખમ લેવા માંગતી નથી

તમને જણાવી દઈએ કે રાજધાની દિલ્હીમાં કોરોના વાયરસનો ખતરો સંપૂર્ણપણે ટળ્યો નથી. દિલ્હીમાં હજુ પણ કોરોનાના નવા કેસ સામે આવી રહ્યા છે. જોકે હવે સંખ્યા ઘણી ઓછી છે, પરંતુ સરકાર કોઈ જોખમ લેવા માંગતી નથી.

છેલ્લા ઘણા દિવસોથી દિલ્હીમાં કોરોનાથી કોઈ મોત નહીં

દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 41 નવા કેસ નોંધાયા છે. તે જ સમયે, 22 લોકો સાજા થયા છે. સારી વાત એ છે કે છેલ્લા ઘણા દિવસોથી દિલ્હીમાં કોઈ કોરોના દર્દીનું મોત થયું નથી. રાજધાનીમાં અત્યાર સુધીમાં કોરોનાના 14 લાખ 38 હજાર 821 કેસ નોંધાયા છે, જેમાં 25 હજાર 87 લોકોના મોત થયા છે. હાલમાં 392 લોકોની દિલ્હીમાં સારવાર ચાલી રહી છે.

દેશમાં કોરોના સ્થિતિ

India Coronavirus Update:  ભારતમાં કોરોનાના કેસ બે દિવસ સુધી ઘટ્યા બાદ ફરી વધ્યા છે. ગુરુવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં 23,529 નવા કેસ અને 311  સંક્રમિતોના મોત થયા છે. જ્યારે 28,718 લોકોએ કોરોનાને મ્હાત આપી છે.   એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 2,77,020 પર પહોંચી છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કુલ કેસ પૈકી કેરળમાં જ 12,161 નવા કેસ નોંધાયા હતા અને 155 લોકોના મોત થયા હતા. આમ કેરળની સ્થિતિ હજુ પણ ચિંતાજનક છે.  

દેશમાં કોરોનાની શું છે સ્થિતિ

  • કુલ કેસઃ 3 કરોડ 37 લાખ 39 હજાર 980
  • કુલ ડિસ્ચાર્જઃ 3 કરોડ 30 લાખ 14 હજાર 898
  • કુલ એક્ટિવ કેસઃ 2 લાખ 77 હજાર 020
  • કુલ મોતઃ 4 લાખ 48 હજાર 0652
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad: ગુજરાત એટીએસને મળી મોટી સફળતા, અમદાવાદ એરપોર્ટ પરથી 4 આતંકી ઝડપાયા
ગુજરાત એટીએસને મળી મોટી સફળતા, અમદાવાદ એરપોર્ટ પરથી 4 આતંકી ઝડપાયા
Red Alert in Ahmedabad: અમદાવાદમાં 5 દિવસ રેડ એલર્ટની આગાહી, તંત્રએ લોકોને કરી આ ખાસ અપીલ
અમદાવાદમાં 5 દિવસ રેડ એલર્ટની આગાહી, તંત્રએ લોકોને કરી આ ખાસ અપીલ
કામ વગર ઘરની બહાર ન નીકળતા! રાજ્યનાં 14 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, બે જિલ્લામાં યલો એલર્ટ જાહેર
કામ વગર ઘરની બહાર ન નીકળતા! રાજ્યનાં 14 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, બે જિલ્લામાં યલો એલર્ટ જાહેર
Photos: ગુજરાત કેડરમાં ફાળવાયેલા ૮ પ્રોબેશનરી IAS સાથે મુખ્યમંત્રીએ કરી મુલાકાત
Gandhinagar: ગુજરાત કેડરમાં ફાળવાયેલા ૮ પ્રોબેશનરી IAS સાથે મુખ્યમંત્રીએ કરી મુલાકાત, જુઓ તસવીર
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Heatwaves: ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, રોજ 75થી વધુ લોકો ગરમીથી બીમારWeather Forecast: દેશમાં કાળઝાળ ગરમીની વચ્ચે ઠંડક આપતા સમાચાર ભારતીય હવામાન વિભાગે આપ્યાCyclone Alert: ગુજરાતમાં વધુ એક વાવાઝોડાનું સંકટ, અંબાલાલ પટેલની ધબકારા વધારતી આગાહીHun To Bolish: મોટા હોર્ડિંગનું મોટું રેકેટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad: ગુજરાત એટીએસને મળી મોટી સફળતા, અમદાવાદ એરપોર્ટ પરથી 4 આતંકી ઝડપાયા
ગુજરાત એટીએસને મળી મોટી સફળતા, અમદાવાદ એરપોર્ટ પરથી 4 આતંકી ઝડપાયા
Red Alert in Ahmedabad: અમદાવાદમાં 5 દિવસ રેડ એલર્ટની આગાહી, તંત્રએ લોકોને કરી આ ખાસ અપીલ
અમદાવાદમાં 5 દિવસ રેડ એલર્ટની આગાહી, તંત્રએ લોકોને કરી આ ખાસ અપીલ
કામ વગર ઘરની બહાર ન નીકળતા! રાજ્યનાં 14 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, બે જિલ્લામાં યલો એલર્ટ જાહેર
કામ વગર ઘરની બહાર ન નીકળતા! રાજ્યનાં 14 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, બે જિલ્લામાં યલો એલર્ટ જાહેર
Photos: ગુજરાત કેડરમાં ફાળવાયેલા ૮ પ્રોબેશનરી IAS સાથે મુખ્યમંત્રીએ કરી મુલાકાત
Gandhinagar: ગુજરાત કેડરમાં ફાળવાયેલા ૮ પ્રોબેશનરી IAS સાથે મુખ્યમંત્રીએ કરી મુલાકાત, જુઓ તસવીર
Iran Helicopter Crash: ઇબ્રાહિમ રઇસીના મોત બાદ ઇરાનના કાર્યકારી રાષ્ટ્રપતિ બન્યા મોહમ્મદ મોખબર
Iran Helicopter Crash: ઇબ્રાહિમ રઇસીના મોત બાદ ઇરાનના કાર્યકારી રાષ્ટ્રપતિ બન્યા મોહમ્મદ મોખબર
Monsoon Update: ગુજરાતમાં આ તારીખથી શરૂ થશે ચોમાસાનો ધોધમાર વરસાદ, જાણો અત્યારે ક્યાં પહોંચ્યુ ચોમાસું ?
Monsoon Update: ગુજરાતમાં આ તારીખથી શરૂ થશે ચોમાસાનો ધોધમાર વરસાદ, જાણો અત્યારે ક્યાં પહોંચ્યુ ચોમાસું ?
તમારા નેતાનો સંપૂર્ણ બાયોડેટા અહી કરો ચેક, સંપત્તિથી લઇને શિક્ષણ સહિતની તમામ જાણકારી
તમારા નેતાનો સંપૂર્ણ બાયોડેટા અહી કરો ચેક, સંપત્તિથી લઇને શિક્ષણ સહિતની તમામ જાણકારી
IPL 2024 playoffs: જો પ્લેઓફ મેચ વરસાદના કારણે રદ્દ થાય તો, કેવી રીતે થશે ફાઇનલ ટીમનો નિર્ણય
IPL 2024 playoffs: જો પ્લેઓફ મેચ વરસાદના કારણે રદ્દ થાય તો, કેવી રીતે થશે ફાઇનલ ટીમનો નિર્ણય
Embed widget