શોધખોળ કરો
Advertisement
ભુજમાં કોરોનાનો દર્દી હોસ્પિટલમાંથી ભાગી ગયો ને પછી શું થયું? જાણો વિગત
ભુજની જનરલ હોસ્પિટલમાં ભાગેલ કોરોના પોઝિટિવ દર્દીનો વીડિયો પણ સામે આવ્યો હતો. હોસ્પિટલના ગેટ સામેથી જ બસમાં બેસતા CCTVમાં કેદ થયો હતો.
ભુજઃ શહેરની જી.કે. જનરલ હોસ્પિટલમાંથી કોરોના પોઝિટિવ દર્દી ભાગી જતાં ખળભળાટ મચી ગયો હતો. દર્દી મોબાઈલ સ્વીચઓફ કરી હોસ્પિટલમાંથી ભાગી ગયો હતો. વેલ્સપન કંપનીમાં કામ કરતો સીતારામ કુંવર નામનો શખ્સને કોરોના શંકાસ્પદ તરીકે સેમ્પલ લઈ GKમાં લાવવામાં આવ્યા હતા. જોકે, કોરોના પોઝિટિવ આવ્યા પછી દર્દી હોસ્પિટલમાંથી ફરાર થઈ ગયો હતો. સીતારામ અંજારના મફત નગરનો રહીશ છે.
ભુજની જનરલ હોસ્પિટલમાં ભાગેલ કોરોના પોઝિટિવ દર્દીનો વીડિયો પણ સામે આવ્યો હતો. હોસ્પિટલના ગેટ સામેથી જ બસમાં બેસતા CCTVમાં કેદ થયો હતો. ભુજ વડનગર એસ.ટી બસમાં બેસતો વીડિયો સામે આવ્યો છે. આ બસમાં મુસાફરી કરનાર લોકોને પોલીસ વિભાગ તરફથી સેલ્ફ કોરેન્ટાઇન અપીલ પણ કરવામાં આવી છે.
જોકે, ગઈ કાલે ભાગી ગયેલો આ દર્દી અંજારના રેલ્વે સ્ટેશન પાસેથી આજે મળી આવ્યો છે. આરોગ્ય વિભાગ દ્વારા તેને ફરીથી હોસ્પિટલ ખસેડાયો છે. દર્દી ભાગી જતાં તંત્ર દ્વારા વ્યાપક શોધખોળ આદરી હતી. દર્દીની વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ગુનો પણ નોંધાયો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
મનોરંજન
ગુજરાત
Advertisement