Cyclone Tauktae LIVE: પ્રધાનમંત્રી મોદી આજે આવશે ગુજરાત, તૌક્તે વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારોનું કરશે હવાઈ નિરિક્ષણ
Cyclone Tauktae LIVE Updates: વાવાઝોડાની શક્યતાના પગલે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં તંત્ર દ્વારા માછીમારોને દરિયો ન ખડેવા અને દરિયાકાંઠાના વિસ્તારોમાં એલર્ટ આપવામાં આવ્યું છે.
LIVE
Background
સૌરાષ્ટ્ર બાદ હવે અમદાવાદમાં વાવાઝોડાની અસર શરૂ થઈ ગઈ છે. હાલ ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. અમદાવાદમાંથી પસાર થયા બાદ વાવાઝોડું ઉત્તર ગુજરાત તરફ જશે. ગાંધીનગરમાં પવન સાથે વરસાદ શરૂ થયો છે. આગામી 24 કલાક રાજ્યના વિવિધ વિભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે.
PM મોદી આવતીકાલે આવશે ગુજરાત
PM મોદી અસરગ્રસ્ત વિસ્તારોમાં હવાઈ નિરીક્ષણ કરશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતમાં તૌક્તે વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારોની આવતીકાલે મુલાકાત લેશે. બુધવારે 19 મે 2021ના નવી દિલ્હીથી હવાઈ માર્ગે ભાવનગર આવશે. ત્યાંથી તેઓ અમરેલી, ગીર સોમનાથ અને ભાવનગર જિલ્લાના અસરગ્રસ્ત વિસ્તારોમાં હવાઈ નિરીક્ષણ માટે જશે. વડાપ્રધાન ત્યારબાદ અમદાવાદ આવશે અને મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી તેમજ રાજ્ય ના વરિષ્ઠ સચિવો સાથે સમીક્ષા બેઠક યોજી સ્થિતિનું આંકલન કરશે.
13 લોકોના મૃત્યુ થયા
રાજ્યમાં આવેલા તૌક્તે વાવાઝોડાએ નુકસાન કર્યુ છે. જેમાં દરમિયાન 13 લોકોના મૃત્યુ થયા છે. અનેક જગ્યાએ વૃક્ષો વાવાઝોડાને કારણે ઝાડ ધરાશાયી થઈ ગયા છે.
મુખ્યમંત્રીએ સહાય ચૂકવવાની કરી જાહેરાત
ગુજરાતમાં તૌકતે વાવાઝોડાના કારણે નુકસાન અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નિવેદન આપ્યું છે. મુખ્યમંત્રીએ કહ્યું ખેડૂતોને મોટું નુકસાન થયું છે. જેમાં ઉનાળુ પાકને પણ નુકસાન થયા છે. અને બાગાયતી ખેતીમાં કેસર કેરીને સૌથી મોટું નુકસાન સામે આવ્યું છે. જે બાદ અનેક લોકોના ઘરનું નુકસાન થયું છે. અનેક જગ્યાએ કાચા અને ઝૂપડાઓ તૂટી ગયા છે. આ પ્રકારના તમામ નુકસાનના તાત્કાલિક સર્વે બાદ સહાય ચૂકવવામાં આવશે.
ત્રણ કલાકમાં નબળું પડે તેવી સંભાવના
ચક્રવાત તોફાન તૌકતે ડીસા (ગુજરાત) ની દક્ષિણ-પૂર્વ દિશામાં લગભગ 120 કિ.મી. અને અમદાવાદથી 35 કિમી પશ્ચિમમાં અને સુરેન્દ્રનગરની પૂર્વ-ઉત્તર પૂર્વમાં 80 કિ.મી દૂર છે. વાવાઝોડુ આગામી ત્રણ કલાકમાં નબળું પડે તેવી સંભાવના છે: ભારત હવામાન વિભાગ