Coronavirus Cases LIVE: ભારતમાં આવશે વધુ એક રસી ? જાણો વિગત
રાજ્યમાં હાલ ૧૨,૮૮૮ વ્યક્તિ ક્વોરેન્ટાઇન હેઠળ છે. રાજ્યમાં હાલ ૨૪૬૭ એક્ટિવ કેસ છે અને ૧૦ દર્દી વેન્ટિલેટર પર છે.
LIVE

Background
કોવિડ-19 મહામારી સામે ટેક્નોલોજી અભિન્ન હિસ્સો: PM મોદી
કોવિડ-19 મહામારી સામે ટેક્નોલોજી અભિન્ન હિસ્સો છે. સૌભાગ્યની વાત છે કે સોફ્ટવેર એક એવો એરિયા છે, જેમાં કોઈ અડચણ નથી. તેથી ટેકનોલોજીકલ રીતે શક્ય થતાં જ અમે કોવિડ ટ્રેસિંગ અને ટ્રેકિંગ એપને ઓપન સોર્સ બનાવી દીધો. કોરોના સંક્રમણનો સામનો કરવા વેક્સિનેશન જ આશા છે. અમે શરૂઆતથી જ વેક્સિનેશન અભિયાનને ડિજિટલ માધ્યમ સાથે જોડ્યું છે. આપણે તમામ એકસાથે મળીને આગળ વધવું પડશે.
અમેરિકન કંપની મોડર્નાએ તૈયાર કરેલી રસી ચાલુ સપ્તાહે ભારત આવી શકે છે
અમેરિકન કંપની મોડર્નાએ તૈયાર કરેલી રસી ચાલુ સપ્તાહે ભારત આવી શકે છે. સમાચાર એજન્સી એએનઆઈએ સૂત્રોના હવાલાથી આ જાણકારી આપી છે. ડીસીજીઆઈએ સિપ્લાની ઈમરજન્સી યૂઝ માટે મોડર્નાની કોવિડ-19 વેક્સિનને મંજૂરી આપી છે. સૂત્રના કહેવા મુડબ, ડીસીજીઆઈએ ડ્રગ્સ એન્ડ કોસ્ટેમેટિક્સ એક્ટ, 1940 અંતર્ગત નવી ઔષધી તથા ક્લિનિક્લ પરીક્ષણ નિયમ, 2019ની જોગવાઈ મુજબ સિપ્લાને દેશમાં મર્યાદીત ઇમરજન્સી ઉપયોગ માટે મોડર્નાની કોવિડ-19 રસીને આયાત કરવાની મંજૂરી આપી છે.
ભારતમાં આવશે વધુ એક રસી
કર્ણાટકનું કાલાબુરાગી મંદિર ફરૂથી ખૂલ્યું
ગુજરાતમાં કેટલા છે એક્ટિવ કેસ
રવિવારે રાજ્યમાં વધુ ૯,૮૪૭ ટેસ્ટ સાથે કુલ ટેસ્ટનો આંક ૨.૩૮ કરોડ પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ ૧૨,૮૮૮ વ્યક્તિ ક્વોરેન્ટાઇન હેઠળ છે. રાજ્યમાં હાલ ૨૪૬૭ એક્ટિવ કેસ છે અને ૧૦ દર્દી વેન્ટિલેટર પર છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
